અમદાવાદ : બ્લેકમાં રેમડેસિવીર ઈન્જેકશન લેતા પહેલા ચેતી જજો, વ્યક્તિનું મોત પણ થઈ શકે છે, જાણો કેમ


Updated: April 28, 2021, 6:50 PM IST
અમદાવાદ : બ્લેકમાં રેમડેસિવીર ઈન્જેકશન લેતા પહેલા ચેતી જજો, વ્યક્તિનું મોત પણ થઈ શકે છે, જાણો કેમ
ક્રાઈમ બ્રાન્ચે એક યુવતી અને યુવકને રેમડેસિવીર ઈન્જેકશનની કાળા બજારી કરતા ઝડપ્યા

ક્રાઈમ બ્રાન્ચે એક યુવતી સાથે 3 ની ધરપકડ કરી, આ લોકો ઈન્જેકશનની કાળાબજારી તો કરી રહ્યા હતા સાથે સાથે દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યા હતા

  • Share this:
અમદાવાદ : દેશભરમાં કોરોના મહામારીનો કહેર ફેલાયો છે. તેને લઇને તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ કરી રહી છે અને લોકોને બચાવવા માટે પણ પ્રયત્નો થઈ રહ્યા છે. જોકે હાલના સંજોગોમાં કોરોના દર્દીઓને ઓક્સિજન અને રેમડેસિવીર ઈન્જેકશનની ખૂબ જરૂર પડી રહી છે તેવામાં કેટલાક લોકો તેની કાળાબજારી પણ કરી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક આવો જ કેસ કરવામાં આવ્યો છે. જેમાં એક યુવતી અને યુવકને રેમડેસિવીર ઈન્જેકશનની કાળા બજારી કરતા પકડી પાડવામાં આવ્યા છે.

આ દરમિયાન તપાસમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ લોકો ઈન્જેકશનની કાળાબજારી તો કરી રહ્યા હતા સાથે સાથે દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ લોકો રેમડેસિવીર ઈન્જેકશનને તૈયાર ફોમમાં વેચી રહ્યા હતા જે ના કરી શકાય, કારણ કે ડોક્ટર પાઉડરમાં લિક્વિડ નાખી તૈયાર કરી તેને 4 કલાકમાં આપી દેતા હોય છે અને જો 4 કલાકથી વધુ સમય થઈ જાય તો જે તે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.

આ પણ વાંચો - Covid 19 Vaccination: 18+ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન શરૂ થતા જ કોવિન એપનું સર્વર ક્રેશક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે એમને માહિતી મળી હતી કે એક યુવક ઈન્જેકશનનું કાળાબજારી કરી રહ્યો છે અને જે આધારે પહેલા મયુર દુધાત નામના આરોપીની ધરપકડ કરવામાં આવી અને તેની તપાસમાં સામે આવ્યું કે તેને આ ઈન્જેકશન નિધિ ગોસ્વામી નામની યુવતીએ આપેલ અને તેની તપાસમાં સામે આવ્યું કે તેને આ ઈન્જેકશન વિપુલ ગોસ્વામી આશીર્વાદ હોસ્પિટલ હિંમતનગરે આપેલ હોવાનું સામે આવ્યું છે.
હાલ તમામની ધરપકડ કરી લેવામાં આવી છે અને અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
Published by: Ashish Goyal
First published: April 28, 2021, 6:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading