અમદાવાદઃ હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે 'મજા' કરી કમાવવાની લાલચ આપતી ગેંગ ઝડપાઈ, રજિસ્ટ્રેશનના રૂ.1550 પડાવતી


Updated: May 24, 2021, 9:51 PM IST
અમદાવાદઃ હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે 'મજા' કરી કમાવવાની લાલચ આપતી ગેંગ ઝડપાઈ, રજિસ્ટ્રેશનના રૂ.1550 પડાવતી
પકડાયેલા આરોપીઓની તસવીર

કાવ્યા મોદી નામની હાઈપ્રોફાઈલ લેડીઝ સાથે વાતચીત કરાવી અલગ-અલગ બહાના બતાવી મિટિંગ કેન્સલ કરાવતા હતા. પોલીસે બે યુવતીઓ સહિત 8 લોકોની ગેંગની ધરપકડ કરી છે.

  • Share this:
અમદાવાદઃ હાઈ પ્રોફાઈલ યુવતીઓ (High profile girls) સાથે સેક્સ (sex) કરીને રૂપિયા કમાવવાની લાલચ આપીને રૂપિયા પડાવતી ગેંગની સાયબર ક્રાઇમ એ ધરપકડ કરી છે. આરોપી ઓ બોડી મસાજ રિક્રુટમેન્ટ ની જાહેરાત આપીને બાદમાં સેક્સ કરીને રૂપિયા કમાવવા માટે રજિસ્ટ્રેશન કરાવી આરોપીઓ રૂપિયા પડાવતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઇમે (Ahmedabad cyber crime)  લોકો થી રૂપિયા પડાવતી ગેંગ ના આઠ આરોપી ઓની ધરપકડ કરી છે. આરોપીઓ બોડી મસાજ રિક્રુટમેન્ટ માટેની જાહેરાતો આપતા હતા અને જ્યારે કોઈ પણ વ્યક્તિ તેઓનો સંપર્ક કરે ત્યારે તેઓને જાણ કરતા હતા કે હાલ બોડી મસાજ માટેની રિક્રુટમેન્ટ નથી પરંતુ અમારી કંપનીમાં હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેક્સ કરીને તેની પાસેથી પૈસા લેવામાં આવે છે.

જેમાંથી ૨૦ ટકા હિસ્સો અમને આપવાનો અને બાકીના રૂપિયા તમારી પાસે રાખવાના. જેના માટે રૂપિયા 1550નું રજિસ્ટ્રેશન કરવાનુ રહેશે. બાદમાં આરોપીઓ તેઓને અલગ-અલગ પ્લાન આપતા હતા. જે પ્લાનનો કોડ આપીને પ્લાનના અને રજિસ્ટ્રેશનમાં રૂપિયા પડાવતા હતા.

આ પણ વાંચોઃ-જામનગરઃ સસ્પેન્ડ પોલીસે ખેલ્યો ખૂની ખેલ, યુવરાજસિંહ જાડેજાને કારની ટક્કર માર્યા બાદ છરીના ઘા મારી કરી હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

અને કાવ્યા મોદી નામની હાઈપ્રોફાઈલ લેડીઝ સાથે વાતચીત કરાવી અલગ-અલગ બહાના બતાવી મિટિંગ કેન્સલ કરાવતા હતા.  પકડાયેલ આરોપીઓમાં પોલીસએ બે યુવતીઓની ધરપકડ કરી છે.આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

આ પણ વાંચોઃ-વાંકાનેરઃ હોલમઢ ગામમાં હત્યાના ગુનામાં જામીન પર બહાર આવેલા રાહુલ આહિરની ફિલ્મી ઢબે આંતરી કરી હત્યા

જે બંને યુવતીઓ કાવ્યા મોદી તરીકે ફરિયાદી સાથે વાતચીત કરતી હતી. જ્યારે આરોપી ઓ ફરિયાદી પાસે પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા જમાં કરાવતા હતા. જે ખાતું દાનીસ પઠાણનું ખોટું આધાર કાર્ડ બનાવીને કેતન પટેલના નામે ખાતું ખોલાવ્યું હતું.હાલમાં પોલીસે આથી આરોપીઓની ધરપકડ કરીને આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકોને સાથે આ પ્રકારે ચીટિંગ કર્યુ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: May 24, 2021, 9:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading