અમદાવાદનો ચેતવણી રૂપ કિસ્સો! રૂ.20ની ગફલતમાં PGમાં રહેતી યુવતીએ ગુમાવ્યા 24 હજાર રૂપિયા


Updated: March 23, 2021, 12:31 AM IST
અમદાવાદનો ચેતવણી રૂપ કિસ્સો! રૂ.20ની ગફલતમાં PGમાં રહેતી યુવતીએ ગુમાવ્યા 24 હજાર રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

યુવતીએ 3000 રૂપિયા મોકલતા સામેવાળી વ્યક્તિએ તેની પાસે 3020 રૂપિયા માંગ્યા હતા. જોકે 20 રૂપિયાની આ ગફલતમાં ધીરે ધીરે કરીને યુવતીએ 24 હજાર રૂપિયા ગુમાવ્યા હતા

  • Share this:
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં પીજીમાં (PG) રહેતી એક યુવતીએ (fraud with Girl) ઇસનપુર પોલીસ સ્ટેશનમાં (Ishanpur police station) છેતરપિંડીનો ભોગ બની હોવાની ફરિયાદ નોંધાવી છે. આ યુવતીને તેના મિત્રએ જાણ કરી હતી કે સોશિયલ મીડિયા (social media) ઉપર એક એક્ટિવા (Activa) વેચવાનું હોવાની જાહેરાત તેના ધ્યાને આવી છે. જેથી યુવતીએ તે નંબર ઉપર ફોન કરતા સામેવાળી વ્યક્તિએ પોતે આર્મીમેન (Armyman) હોવાનું જણાવ્યું હતું અને બાદમાં અલગ અલગ પ્રકારની વાતો કરી યુવતીને ભોળવવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં યુવતીને આ એકટીવા પસંદ આવતા સામેવાળી વ્યક્તિએ બુકિંગના 3020 રૂપિયા મોકલવાનું કહ્યું હતું. જો કે યુવતીએ 3000 રૂપિયા મોકલતા સામેવાળી વ્યક્તિએ તેની પાસે 3020 રૂપિયા માંગ્યા હતા. જોકે 20 રૂપિયાની આ ગફલતમાં ધીરે ધીરે કરીને યુવતીએ 24 હજાર રૂપિયા ગુમાવ્યા હતા અને યુવતીને ન તો એકટીવા મળ્યું કે ન તો ગુમાવેલી રકમ મળી હતી. જેથી પોતે છેતરપિંડીનો ભોગ બની હોવાની જાણ થતાં તેણે આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના ઇસનપુરમાં પીજીમાં રહેતી 23 વર્ષીય યુવતી એક બેંકમાં સર્વિસ ડિલિવરી મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 21મી માર્ચના રોજ યુવતીના એક યુવક મિત્રએ તેને વોટ્સએપ મેસેજ કર્યો હતો. જેમાં એક નંબર આપીને કહ્યું કે આ વ્યક્તિએ તેનું એક્ટિવા 5જી વેચવા મૂક્યું છે. બાદમાં આ યુવક મિત્રએ યુવતીને એક્ટિવાના ફોટો પણ મોકલ્યા હતા. યુવતીએ પોતાની પાસે રહેલા નંબર પર ફોન કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે ફોન નંબર પર ફોન કરતા સામે વાળી વ્યક્તિએ પોતે શાહીબાગ કેંટોનમેન્ટ આર્મી કેમ્પમાંથી બોલતો હોવાનું આ યુવતીને જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

બાદમાં યુવતીએ એક્ટિવા બાબતે વાત કરી ખરીદી કરવાની ઈચ્છા દર્શાવી હતી. જેથી સામે વાળી વ્યક્તિએ આ એક્ટિવા 19 હજારમાં વેચવાનું જણાવ્યું હતું. જેથી યુવતીને રસ પડતા તેને પેમેન્ટ પ્રોસેસ બાબતે પૂછપરછ કરી હતી. જેથી સામે વાળી વ્યક્તિએ 3020 બુકીંગ એમાઉન્ટ માંગી હતી. યુવતીને આ શખશે સીઆઈએસએફનું અને લિકર તથા કેન્ટીનનું સ્માર્ટ કાર્ડના ફોટો મોકલ્યા હતા.આ પણ વાંચોઃ-દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

આ પણ વાંચોઃ-વૈભવી જીવન જીવવાની આદી સાડીના ધંધાના નામે મહિલા ચલાવતી હતી દેહવ્યાપારનો વેપલો, વિધવા મહિલાઓ પાસે કરાવતી 'ગંદુ' કામ

જેથી યુવતીએ 3000 રૂપિયા એક નમ્બર આપ્યો હતો તેના પર ગૂગલ પે કર્યું હતું. જેથી આ ઠગબાજે 3020 રૂ. ની જગ્યાએ 3000 કેમ ટ્રાન્સફર કર્યા તેમ કહી ફરી 3020 નું પેમેન્ટ મેળવી લીધું હતું. બાદમાં આ શખશે એક્ટિવા પેકીંગ કરેલા ફોટો પણ મોકલ્યા હતા.  બાદમાં અલગ અલગ નમ્બર પરથી પ્રોસેસિંગ ફી ને ડિલિવરી ચાર્જના નામે આ યુવતી પાસેથી અલગ અલગ રકમો મેળવી લીધી હતી. યુવતીએ હવે અલગ અલગ પેમેન્ટ કરવાની મનાઈ કરી તો ઠગ ટોળકી દાદાગીરી કરવા લાગી હતી.આમ ટુકડે ટુકડે 24 હજાર રૂપિયા મેળવી લઈ આ ટોળકીએ એક્ટિવા અને રકમ પરત ન કરતા આખરે યુવતીએ ફેસબુક પર એક્ટિવા વેચાણની જાહેરાત મૂકી ઠગાઈ કરનાર સામે ઈસનપુર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: March 23, 2021, 12:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading