અમદાવાદઃ યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! સ્ટુડિયોમાં મોબાઈલ નંબર આપ્યો પછી મુકાઈ મુશ્કેલીમાં


Updated: August 27, 2021, 7:26 PM IST
અમદાવાદઃ યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! સ્ટુડિયોમાં મોબાઈલ નંબર આપ્યો પછી મુકાઈ મુશ્કેલીમાં
યુવતની પ્રતિકાત્મક તસવીર અને આરોપીનો ફાઈલ ફોટો

cyber crime news in Ahmedabad: અમદાવાદના (Ahmedabad news) દાણીલીમડા ખાતે રહેતી એક યુવતીને કડવો અનુભવ થયો હતો. યુવતી ફોટો સ્ટુડિયોમાં (photo studio) એક ફોટો ફ્રેમ લેવા ગઈ હતી અને ત્યાં ઓર્ડર આપ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. અને પછી મુશ્કેલીઓની શરુઆત થઈ હતી.

  • Share this:
અમદાવાદઃ મોબાઈલ ફોનનો (mobile phone) ઉપયોગ કરતી યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. જો તમે તમારો મોબાઈલ નંબર કોઈ અજાણ્યા લોકો ને આપશો તો જિંદગીભર પસ્તાવાનો વખત આવશે. આવો જ એક કિસ્સો અમદાવાદ સાયબર ક્રાઇમમાં (Ahmedabad cyber crime) નોંધાયો છે. આરોપીએ યુવતીના મોબાઈલ નંબર (Girl mobile number) પર ન્યૂડ ફોટો મોકલી આપ્યો છે.

યુવતીઓ માટે પોતાનો મોબાઈલ નંબર અજાણ્યા લોકો ને આપવો એ પણ મુસીબત ભર્યું બની રહ્યું છે. અને આવો જ એક કડવો અનુભવ દાણીલીમડા ખાતે રહેતી એક યુવતીને થયો. યુવતી ફોટો સ્ટુડિયોમાં એક ફોટો ફ્રેમ લેવા ગઈ હતી ત્યારે યુવતીને એક ફોટો વાળું કિચન ગમ્યું હતું. જે કિચન બનાવવા માટે ફરિયાદી એ ઓર્ડર આપ્યો હતો.

જે ઓર્ડર તૈયાર થઈ જતા ફરિયાદીએ સ્ટુડિયોના માલિક એ આપેલ મોબાઈલ નંબર પર રૂપિયા ફોન પે કર્યા હતા. જેનો સ્ક્રીન શોટસ પણ ફરિયાદીના દીકરીએ આ મોબાઈલ નંબર પર મોકલી આપ્યો હતો.

આ પણ વાંચોઃ-OMG! સૂપ બનાવા માટે કોબ્રાનું માથું કાપ્યું, 20 મિનટ બાદ કપાયેલા ફેણે માર્યો ડંખ, શેફનું થયું મોત

ઓ કે સ્ટુડિયોના માલિકે યુવતીનો નંબર મેળવી યુવતી સાથે સંપર્ક કરી તેની પાસેથી ઓનલાઇન રૂપિયા મેળવ્યા બાદ પોતાનો ન્યૂડ ફોટો યુવતીને મોકલ્યો હતો. જેના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપી હનીફ શેખની ધરપકડ કરી છે. અને ગુનામાં વપરાયેલ મોબાઈલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ 'કબાટ ભરીને રૂપિયા છે નીકાલ કેવી રીતે કરવો?', ડોક્ટરને મોટી ડીંગો મારવી ભારે પડી, 4 અપહરણકાર ઝડપાયાઆ પણ વાંચોઃ-ગર્લફ્રેન્ડ સાથે કરેલો પ્રયોગ પડ્યો ઉલટો, બોયફ્રેન્ડની સેક્સ લાઈફ થઈ ગઈ બરબાદ

ઉપરાંત આરોપી એ અન્ય કોઈ યુવતીઓ સાથે આવું બિભસ્ત વર્તન કર્યું છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરી છે. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચના acpનું કેહવું છે કે ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે તેમની પુત્રી ને આવી રીતે બીભત્સ ફોટો મોકલવા માં આવ્યા છે ને જે બાદ અમે તરત કાર્યવાહી કરી આરોપીને પકડી પાડેલ છે.
Published by: ankit patel
First published: August 27, 2021, 7:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading