અમદાવાદ : સતર્ક રહેજો, કોરોનાના કહેર વચ્ચે સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓ થઈ શકે છે સક્રિય


Updated: January 16, 2022, 10:12 PM IST
અમદાવાદ : સતર્ક રહેજો, કોરોનાના કહેર વચ્ચે સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓ થઈ શકે છે સક્રિય
પોલીસે સોશિયલ મીડિયા (Social media)મારફતે લોકોને જાગૃત કરવાની શરૂઆત કરી

Coronavirus - કોરોનાની પ્રથમ અંને બીજી લહેરમાં અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓએ લોકોના કરોડો રૂપિયા પડાવ્યા હોવાના અનેક બનાવ સામે આવ્યા હતા

  • Share this:
અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેરની (Coronavirus third wave)શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અગાઉની બે લહેરની જેમ સાયબર ક્રાઇમ (Cyber ​​Crime) કરતા ગઠીયાઓ સક્રિય થઈને નિર્દોષ લોકો પાસેથી રૂપિયા ના પડાવે તે માટે પોલીસ સજજ થઈ ગઈ છે. પોલીસે સોશિયલ મીડિયા (Social media)મારફતે લોકોને જાગૃત કરવાની શરૂઆત કરી છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી (Modus operandi)સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓએ લોકોના કરોડો રૂપિયા પડાવ્યા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે.

ત્યારે હવે એક તરફ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓ લોકો પાસેથી રૂપિયા ના પડાવે તે માટે શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા મારફતે લોકોને જાગૃત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. આવા ગઠિયાઓ કઈ કઈ લાલચ આપી ને જે તે વ્યક્તિને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે તેની માહિતી પોલીસ લોકો સુધી પહોંચાડી રહી છે.

ખાસ કરીને આ સમયગાળા દરમિયાન લોકોમાં ઓમિક્રોનનો ડર જોવા મળી રહ્યો છે. ત્યારે ઓમિક્રોનની દવાને લઈને કે ફ્રી કોરોનાના ટેસ્ટની લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા પડાવવા કે પછી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લોકોનો મહત્વનો ડેટા મેળવી લેવાના બનાવો ના બને તે માટેના પ્રયત્નો પોલીસ કરી રહી છે.

આ પણ વાંચો - સિંગર વિજય સુવાળા ભાજપમાં જોડાશે? આમ આદમી પાર્ટીમાંથી આપ્યું છે રાજીનામું

અગાઉ પણ કોરોનાની સામે રક્ષણ આપતા માસ્ક, ઇન્જેક્શન, સેનેટાઈઝર કે અન્ય બહાના હેઠળ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાના બનાવનું પુનરાવર્તન ના થાય તેવો પોલીસનો હેતુ છે. સાયબર ક્રાઇમના અધિકારીનું પણ કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ આવી લાલચ કે લોભમાં ના આવે જેથી કરીને તેમને આર્થિક નુકસાન ભોગવવું પડે.

24 કલાકમાં કોરોનાના  10150 નવા કેસ નોંધાયારાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 10150 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેરનો સૌથી મોટો વિસ્ફોટ છે. કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે 8 મોત થયા છે. રાજ્યમાં અમદાવાદમાં 3234 નવા કેસ નોંધાયા છે જ્યારે કે સુરત શહેરમાં 2464 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 1151, રાજકોટ શહેરમાં 378, સુરત જિલ્લામાં 293, વલસાડમાં 283, ભરૂચમાં 130, ગાંધીનગર શહેરમાં 203, નવસારીમાં 97, ભાવનગર શહેરમાં 322, કચ્છમાં 157, મોરબીમાં 90 નવા કેસ નોંધાયા છે.
Published by: Ashish Goyal
First published: January 16, 2022, 10:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading