અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...


Updated: April 17, 2021, 11:57 PM IST
અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો!  પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...
પ્રતિકાત્મક તસવીર

વર્ષ 2012 માં તેને નોકરી મળતા તે અમદાવાદ આવી હતી. નોકરી દરમિયાન તેને એક યુવક સાથે ગાઢ મિત્રતા થઈ હતી અને બાદમાં બને વચ્ચે પ્રેમ સબન્ધ બંધાયો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરના પૂર્વના એક પોલીસ સ્ટેશનમાં (police station) મહિલાએ તેના સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસની (domestice violence) અને છેતરપિંડીની (fruad case) ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ પતિ સાથે મળી ઓફિસ શરૂ કરી હતી પણ સાસરિયાઓ એ દખલગીરી કરી ઓફિસ મહિલાના પતિના નામે કરાવી દેવાનું કહ્યું હતું. જેથી આ ઓફિસની પાવર ઓફ એટર્ની (Power of Attorney) કરવાના બહાને સાસરિયાઓ એ મહિલાને કસ્ટમરી ડિવોર્સ પેપર (Custom Divorce Paper) પર સહીઓ કરાવી લીધી હતી. આટલું જ નહીં જ્યારે મહિલા ગર્ભવતી (woman pregnant) થઈ ત્યારે જ ઘરે પતિની પ્રેમિકા આવતા મહિલાએ બાળકનો જન્મ થાય ત્યાં સુધી રહેવા આજીજી કરી હતી.

ખોખરામાં રહેતી 32 વર્ષીય મહિલા મૂળ રાજસ્થાનની (rajasthan) છે અને વર્ષ 2012 માં તેને નોકરી મળતા તે અમદાવાદ આવી હતી. નોકરી દરમિયાન તેને એક યુવક સાથે ગાઢ મિત્રતા થઈ હતી અને બાદમાં બને વચ્ચે પ્રેમ સબન્ધ બંધાયો હતો. યુવકે મહિલાને લગ્ન કરવાનું કહેતા આ મહિલાએ બને અલગ જ્ઞાતિ ના હોવાનું જણાવી પોતે નાના ગામડામાંથી આવતી હોવાનું જણાવી રહી હતી.

આ દરમિયાન યુવકે તેની માતા સાથે મુલાકાત કરાવતા યુવકને એક યુવતી સાથે સગાઈ હોવાનું યુવકની માતાએ જણાવ્યું હતું. જેથી આ મહીલાએ યુવકને આ બાબતે પૂછતાં તેને કહ્યું કે તેને તે છોકરી પસંદ ન હોવાથી સગાઈ રાખવી નથી અને બાદમાં યુવકે સગાઈ તોડી પણ નાખી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કુંવારી યુવતીએ પુત્રને આપ્યો જન્મ, યુવતીની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચોઃ-પુણેઃ માદા શ્વાન સાથે મહિનાઓ સુધી બળાત્કાર ગુજારનાર 65 વર્ષીય વૃદ્ધ ઝડપાયો, સીસીટીવી ગોઠવી પકડ્યો

લગ્ન બાદ આ મહિલા તેના સાસરે રહેવા આવી ત્યારે જોઈએ એટલું કરિયાવર નથી લાવી કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં બને પતિ પત્નીએ આઇટી નો બિઝનેસ શરૂ કર્યો હતો. પણ સાસરિયાઓ એ ઓફિસ જવાની ના પાડતા મહિલા ઘરેથી કામ કરતી અને પૈસા વાપરવા ન આપતા આખરે મહિલાએ નોકરી શરૂ કરી હતી. બાદમાં માર મારી સાસરિયાઓ એ આ મહિલાને કાઢી મૂકતા તે ફરી પીજી માં રહેવા ગઈ હતી. અને જે ઓફિસો ખરીદી હતી તે ઓફિસો પતિના નામે કરી દેવાનું કહ્યું હતું.આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

આ પણ વાંચોઃ-યુવકે માસી સાથે ભાગીને કર્યા પ્રેમલગ્ન, સંબંધોમાં ઊભો થયો ગુંચવાડો, પિતા હવે સાઢું અને બહેન હવે સાસું બની

બાદમાં કોઈ વકીલ ના ત્યાં સાસરિયાઓ આ મહિલાને ઓફિસની પાવર ઓફ એટર્ની કરવાના બહાને લઈ ગયા હતા. ત્યાં આ પાવર ઓફ એટર્ની ના કાગળો પર ગુજરાતીમાં લખાણ લખ્યું હોવાથી મહિલાને કઈ ખ્યાલ આવ્યો નહિ અને તેણે સહીઓ કરી દીધી હતી. થોડા સમય બાદ તેને જાણ થઈ કે આ કાગળો પાવર ઓફ એટર્ની ના નહિ પણ કસ્ટમરી ડિવોર્સ પેપર હતા.જ્યારે મહિલાને બાળક થતું ન હતું ત્યારે પણ આ બાબતને લઈને તેને ત્રાસ આપવામાં આવ્યો અને જ્યારે તેણે એક સારવાર ચાલુ કરાવી તેનાથી તેને ગર્ભ રહ્યો હતો. ત્યારે એક યુવતી તેના ઘરે આવી અને તે આ મહિલાના પતિ સાથે નોકરી કરતી હોવાનું કહી તેનો પતિ પ્રેમ કરે છે તેવું જણાવતા બાળક થાય ત્યાં સુધી રહેવા આ મહીલાએ આજીજી કરી હતી. સમગ્ર બાબતોથી કંટાળીને આખરે મહિલાએ ખોખરા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અને ત્રાસ આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: April 17, 2021, 11:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading