અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો


Updated: April 19, 2021, 6:04 PM IST
અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો
પ્રતિકાત્મક તસવીર

પતિ પાસે આ યુવતી ખર્ચના પૈસા માગે તો પણ પતિ આપતો ન હતો. ઉપરાંત હેરાન કરતો હતો. જેથી કંટાળી વર્ષ 2020ના રોજ સંતાનને મુકી યુવતી પીયર ખાતે આવી ગઇ હતી.

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ મેરેજ વેબસાઇટ (marriage website) થકી મુંબઇના યુવક (mumbai boy) સાથે લગ્ન (marriage) કર્યા હતા. લગ્ન બાદ સાસરીયાઓ થોડા જ વર્ષોમાં ત્રાસ (domestice violence) આપવા લાગ્યા હતા. જો કે, સંતાન હોવાથી યુવતી સહન કરતી હતી. ઉપરાંત પતિ ઘર ખર્ચના પૈસા ન આપી હેરાન પરેશાન કરતો હતો. જેથી યુવતી સંતાનને મુકી અમદાવાદ (Ahmedabad) આવી ગઇ હતી. પરંતુ સાસરીયાના લોકોએ સંતાન સાથે વાત ન કરાવતા તે મુંબઇ પહોંચી હતી. પરંતુ સાસરીયાએ તેને ઘરમાં ઘૂસવા દીધી ન હતી અને સંતાનને મળવા દીધી ન હતી. જેથી કંટાળી યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં (khokhara police station) સાસરીયાઓ વિરુધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય યુવતી એક મેરેજ વેબસાઇટ પર લગ્ન કરવા માટે યુવક શોધતી હતી. ત્યારે તેને મુંબઇના યુવકનો સંપર્ક થયો હતો. બન્નેએ વર્ષ 2011ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ થોડા દિવસ તો સાસરીયાએ સારું રાખ્યું હતું. પરંતુ ત્યારબાદ નાની નાની બાબતે સાસુ, નણંદ સહિતના લોકો શારિરીક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.

આ દરમિયાન યુવતી ગર્ભવતી થઇ હતી. જેથી પોતાનો ઘર સંસાર ન બગડે માટે તે બધુ સહન કરતી હતી. ત્યારબાદ તેણે દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મ બાદ તો ત્રાસ વધી ગયો હતો. દરરોજ સાસરીયાઓ જુદા જુદા મુદ્દે ત્રાસ આપવા લાગ્યા હતા. આમ છતા તે ત્રાસ સહન કરી રહેવા લાગી હતી.

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

આ પણ વાંચોઃ-શૌચ કરવા જતી મહિલાનું અપહરણ કરીને 11 લોકોએ આખી રાત કર્યો ગેંગરેપ, 8 આરોપી કોરોના પોઝિટિવ

પતિ પાસે આ યુવતી ખર્ચના પૈસા માગે તો પણ પતિ આપતો ન હતો. ઉપરાંત હેરાન કરતો હતો. જેથી કંટાળી વર્ષ 2020ના રોજ સંતાનને મુકી યુવતી પીયર ખાતે આવી ગઇ હતી. તે મુંબઇ પોતાના સંતાન સાથે વિડીયો કોલ કરે તો પતિ સહિતના લોકો વાત કરવા દેતા ન હતા.આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

જેથી કંટાળી યુવતી મુંબઇ ગઇ હતી પણ સાસરીયાઓએ તેને ઘરમાં ઘુસવા દીધી ન હતી અને સંતાન સાથે વાત પણ ન હતી કરવા દીધી. જેથી તે પરત અમદાવાદ આવી ગઇ હતી. ત્યારબાદ પતિએ છુટાછેડા લેવા વર્ષ 2021ના રોજ મુંબઇની ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી.ત્યારે યુવતીએ મુંબઇ મેરેજ કાઉન્સિલરમાં ફરિયાદ કરતા સંતાન સાથે રોજ અડધો કલાક વાત કરવા સુચન આપ્યું હતું. જેથી યુવતી અમદાવાદ આવી ગઇ હતી. પરંતુ સાસરીયા વાત કરવા દેતા ન હતા. જેથી કંટાળી યુવતીએ પતિ સહિતના સાસરીયાઓ સામે ખોખરા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: April 19, 2021, 5:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading