કોરોનાને હરાવવા AMCનો વધુ એક પ્લાન : ઘરે ઘરે જઈને શરૂ કર્યું રસીકરણ અભિયાન


Updated: October 4, 2021, 2:24 PM IST
કોરોનાને હરાવવા AMCનો વધુ એક પ્લાન : ઘરે ઘરે જઈને શરૂ કર્યું રસીકરણ અભિયાન
અમદાવાદમાં ડોર ટૂ ડોર વેક્સીનેશનની કામગારી શરૂ.

Ahmedabad door to door vaccination: કોરોના સામે અમદાવાદ સહિત રાજ્યભરમાં રેકોર્ડ બ્રેક રસીકરણ થયું છે. અગાઉ AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર પણ લોકોને વેક્સીન આપવાની કામગીરી કરાઈ હતી.

  • Share this:
અમદાવાદ: જો તમે હજુ પણ કોરોના સામે લડવા વેક્સીનનો ડોઝ (Corona vaccine) ન લીધો હોય તો તમારી સરળતા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad municipal corporation) હવે સોસાયટીમાં પહોંચી વેક્સીનેશન આપવાનું અભિયાન શરૂ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ વેક્સીન લેવાથી વંચિત ન રહી જાય તે માટે AMCની મેડીકલની ટીમો સોસાયટીમાં જઇ વેક્સીન (Door to door vaccination in Ahmedabad) આપી રહી છે. કોરોનાને હરાવવા વેક્સીન એક માત્ર સંજીવની સમાન છે. જો કોરોનાને હરાવવો હશે તો વેક્સીન લેવી જરૂરી છે તેવી અનેક જાહેરાતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) કરી હતી.

જે બાદમાં AMTS, BRTS, જાહેર સ્થળો પર જવું હોય તો વેક્સીનના બંને ડોઝ ફરજીયાત લીધા હોવા જોઈએ એવો નિયમ પણ લાવવામાં આવ્યો છે. જેનો ઉદેશ્ય વધુમાં વધુ લોકો ફટાફટ વેક્સીન લઈ લે તેવો છે. એવામાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગએ લોકોના ઘર સુધી વેક્સીનેશન અભિયાન શરૂ કર્યુ છે.

આ અંગે ચંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઑફિસર ડૉક્ટર રજનીકાંત કોન્ટ્રાક્ટર (Dr Rajnikant Contractor) જણાવે છે કે, જે લોકો કોઈ કારણસર વેક્સીન લેવા માટે હેલ્થ સેન્ટર પર આવવા માંગતા ન હોય કે પછી અન્ય કોઈ કારણ હોય તો તેના માટે સોસાયટીમાં વેક્સીનેશન કેમ્પ પણ ચાલુ કર્યા છે. જેથી વધુને વધુ લોકો વેક્સીનેટ થઈ શકે. આ ઉપરાંત ઘણી કન્સ્ટ્રકશન સાઈટ કે એવી ફેક્ટરી જ્યાંથી કારીગરો વેક્સીન લેવા નથી આવી શકતા તો તેઓને પણ વેક્સીન આપવા માટે વ્યવસ્થા કરાઈ છે. વેક્સીન માત્ર વ્યક્તિ માટે નહીં તેના પરિવાર અને સમાજ માટે સેફટી રૂપ છે. જેથી વેક્સીન લેવા અપીલ તબીબો કરી રહ્યા છે.

આ પણ વાંચો: COVID-19 India: દેશમાં કોરોના સંક્રમણના 20,799 નવા કેસ, 180 દર્દીનાં મોત

ઉલ્લેખનીય છે કે આમ તો કોરોના સામે અમદાવાદ સહિત રાજ્યભરમાં રેકોર્ડ બ્રેક રસીકરણ થયું છે. અગાઉ AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર પણ લોકોને વેક્સીન આપવાની કામગીરી કરાઈ હતી. ત્યારે ફરી એકવાર લોકોને વેક્સીન માટે જાગૃત કરવા અને વેક્સીનેટ કરવા હવે AMCએ ઘરે ઘરે વેક્સીન અભિયાનનો વ્યૂહ અપનાવ્યો છે.ત્રીજી ઓક્ટોબરના બુલેટીન પ્રમાણે રાજ્યમાં અત્યારસુધી કોરોના રસીના કુલ 6,14,44,354 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 3 ઓક્ટોબરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 62,842 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 20,349 લોકોનું રસીકરણ થયું છે.
Published by: Vinod Zankhaliya
First published: October 4, 2021, 2:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading