અમદાવાદ : ટેમ્પો ચાલકની પૂછપરછમાં ચોરીના 14 ગુનાનો ભેદ ઉકેલાયો, આવી રીતે કરતો ચોરી


Updated: July 19, 2021, 10:54 PM IST
અમદાવાદ : ટેમ્પો ચાલકની પૂછપરછમાં ચોરીના 14 ગુનાનો ભેદ ઉકેલાયો, આવી રીતે કરતો ચોરી
અમદાવાદ : ટેમ્પા ચાલકની પૂછપરછમાં ચોરીના 14 ગુનાનો ભેદ ઉકેલાયો, આવી રીતે કરતો ચોરી

Ahmedabad Crime Branch - પાલડીમાં દિન દહાડે થયેલ લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી દીધો

  • Share this:
અમદાવાદ : પાલડીમાં દિન દહાડે થયેલ લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch) ઉકેલી દીધો છે. સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાંચે ટેમ્પા ચાલકની ધરપકડ કરી છે. ટેમ્પા ચાલકની પૂછપરછમાં ચોરીના 14 ગુનાનો ભેદ ઉકેલાયો છે. ટેમ્પાની આડમાં ચોરીને અંજામ આપતો હતો.

ટેમ્પો ચાલક સલીમ ઉર્ફે ઝાકીર ખાન શેખ જેણે મજૂરીના નામે પોશ વિસ્તારમાં અનેક બંધ મકાનોમાં લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. આરોપી પોતાની લોડીંગ રિક્ષા લઈને મજૂર બનીને ફરતો હતો અને બંધ મકાનમાં પ્રવેશ કરી ચોરી કરી રફુચક્કર થઈ જતો હતો. આજ પ્રકારે ધરણીધર દેરાસર નજીક એક ફ્લેટમાં વકીલના ઘરેથી 22 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જે સીસીટીવીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પાનો નંબર મેળવી ટેમ્પા ચાલકની વટવાથી ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો - પૂણેમાં બનશે અનોખી સ્કૂલ, છત પર વિશાલ સાઇકલ ટ્રેક, નીચેથી ઉપરના માળ સુધી વૃક્ષો જ વૃક્ષો

પકડાયેલા આરોપી સલીમ શેખની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો પોશ વિસ્તારમાં લોડીંગ રિક્ષા સાથે અલગ-અલગ વિસ્તારમાં ફરી પૈસાદાર વ્યક્તિઓ રહેતા હોય તેવી સોસાયટી કે ફ્લેટ બંધ હોય ત્યાં રેકી કરતો હતો. આ પછી તે બંધ મકાનમાં દરવાજાનો નકૂચો તોડી મકાનમાં પ્રવેશી સોના દાગીના અને રોકડની ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. બંધ મકાનમાં ચોરી કરવાની હોય તેની નજીક પોતાની લોડીંગ રિક્ષા પાર્ક કરીને ચોરી કર્યાનો મુદ્દામાલ લોડીંગ રીક્ષામાં મૂકી ફરાર થઈ જતો હતો.

આરોપી સલીમ ઉર્ફે ઈરફાન શેખે 3 વર્ષની અંદર 14થી વધુ ગુનાને અંજામ આપ્યો છે. જેમાં આરોપી સલીમ શેખે એલિસબ્રિજના ચોરીના ગુનામાં જેલમાંથી બહાર આવતા જ આ 14 જેટલા ચોરીના ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે. જોકે પાલડી, વેજલપુર અને કલોલ સિટી બંધ મકાનમાં ચોરીની ફરીયાદ થઈ છે. આરોપી સલીમ શેખ ટેમ્પાની આડમાં ઘરફોડ ચોરી કરતો હોવાનું કબૂલાત કરી છે. સાથે જ આરોપી પોલીસના હાથે ઝડપાય નહીં તે માટે ટેમ્પાનો નંબર પ્લેટ ન દેખાય તે તેની પણ ખાસ તકેદારી રાખતો હતો. જોકે પોલીસ તપાસમાં ટેમ્પાનો માલિક બીજો હોવાનું સામે આવ્યું છે પરતું હાલ આરોપી સલીમ શેખની પૂછપરછ શરૂ કરી છે.
Published by: Ashish Goyal
First published: July 19, 2021, 10:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading