પરીક્ષા આપવા રાજકોટથી આવેલી યુવતીની AMTSના ડ્રાઈવરે છેડતી કરી, આ રીતે પોલીસે પકડ્યો


Updated: September 15, 2020, 9:15 PM IST
પરીક્ષા આપવા રાજકોટથી આવેલી યુવતીની AMTSના ડ્રાઈવરે છેડતી કરી, આ રીતે પોલીસે પકડ્યો
પરીક્ષા આપવા રાજકોટથી આવેલી યુવતીની AMTSના ડ્રાઈવરે છેડતી કરી, આ રીતે પોલીસે પકડ્યો

બસ ડ્રાઈવરે યુવતીને પકડી માસ્ક ઉતારી તેની સાથે છેડતી કરી, યુવતી પાસેથી બળજબરી કરી મોબાઈલ નંબર પણ મેળવી લીધો

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં રોજ અનેક યુવતીઓ અને મહિલાઓ AMTS બસમાં મુસાફરી કરે છે પરંતુ ડ્રાઈવરની એક કરતૂતના કારણે અનેક સવાલો ઉભા થઈ ગયા છે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ અલગ-અલગ પરીક્ષા ચાલી રહી છે તે દરમિયાન રાજકોટથી એક યુવતી પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી હતી. યુનિવર્સિટી જેવા ભરચક વિસ્તારમાં એક ડ્રાઈવરે એવી હરકત કરી નાખી હતી. જેમાં પોલીસને છટકું ગોઠવવાની ફરજ પડી હતી.

12 સપ્ટેમ્બરના રોજ યુવતી પરીક્ષા આપવા અમદાવાદ આવી હતી. તે દિવસે આરોપી બસ ડ્રાઈવર હાર્દિક ઠક્કર યુવતીને પકડી માસ્ક ઉતારી તેની સાથે છેડતી કરી નાખી હતી. યુવતી પાસેથી બળજબરી કરી મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો. યુવતી તે દિવસે ડરી ગઈ હતી. આરોપી હાર્દિકે આજે યુવતીને ફોન કરી બોલાવી હતી અને તે વાત પોલીસને ખબર પડતાં પોલીસે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો.

આ પણ વાંચો - સુરત : 25 વર્ષીય રાજસ્થાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કરી તરછોડી દીધી


જયારે પોલીસે તેને પકડી પાડ્યો ત્યારે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી જેથી આરોપીને પોલીસ સ્ટેશન લઈ જઈ કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાર્દિક ઠક્કર ઇશનપુરના ઘોડાસરમાં રહે છે અને તેના છૂટાછેડા થઈ ગયા છે. 36 વર્ષનો આ આરોપી AMTS બસમાં કોન્ટ્રાકટ ઉપર ડ્રાઈવરનું કામ કરે છે. હાલ તો પોલીસે અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ કરી રહી છે ત્યારે AMTS વિભાગ આરોપી સામે શું પગલાં ભરે છે તે જોવાનું છે.
Published by: Ashish Goyal
First published: September 15, 2020, 9:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading