અમદાવાદ : 2020-21માં પણ બેંકોને ચૂનો લાગ્યો! 21.45 લાખની નકલી નોટો જમા થઈ, સૌથી વધુ આ દરની નોટો આવી


Updated: June 28, 2021, 10:28 PM IST
અમદાવાદ : 2020-21માં પણ બેંકોને ચૂનો લાગ્યો! 21.45 લાખની નકલી નોટો જમા થઈ, સૌથી વધુ આ દરની નોટો આવી
પ્રતિકાત્મક તસવીર

10 થી લઈ ને 2000 સુધી ની નોટો બેન્કો માં જમા થઈ,sog એ તપાસ શરૂ કરી

  • Share this:
દેશમાં એક તરફ કોરોનાની (Coronavirus) મહામારી શરૂ છે પરંતુ બેન્કોમાં નકલી નોટો (Fake Currency) જમા થવાનો સિલસિલો યથાવત છે .દર વર્ષની જેમ આ વર્ષમાં પણ નકલી નોટોની ભરમાર બેન્કોમાં જોવા મળી છે. વર્ષ 2020-21માં પણ રૂપિયા 10થી લઈ ને 2000 સુધીની નકલી નોટો જમા થઈ છે. કોરોનાકાળમાં પણ બેંકોને ચૂનો લગાડવાનો મોકો લોક ચુક્યા નથી ત્યારે શુ છે સમગ્ર મામલો આવો જોઈએ. એક તરફ દેશમાં જે રીતે કોરોના મહામારીએ અનેક ધંધા રોજગાર ઉપર અસર કરી છે અને અનેક લોકોને નુકસાન થયું છે ત્યારે નકલી નોટોના કારોબારીઓએ માનો કે કોરોનામાં પણ નકલી નોટો નું કારોબાર ચાલુ રાખ્યો છે. દર વર્ષે અમદાવાદની અલગ અલગ બેન્કોમાં નકલી નોટો જમા થાય છે અને તેની તપાસ અમદાવાદ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) કરે છે.

આ વર્ષે પણ ગઠિયાઓએ કોરોનાના કપરા સમયમાં જ્યારે બેન્કોમાં અવરજવર ઓછી હોય ત્યારે પણ ચૂનો ચોપડવાની તક છોડી નથી. ગઠિયાઓએ બેંકોને 21.45 લાખનો ચૂનો ચોપડ્યો છે. આંકડાની વાત કરીએ તો વર્ષ 2019-20માં અલગ અલગ બેન્કોમાં 29,16,890ની રકમ માત્ર અમદાવાદમાં જ જમા થઈ હતી ત્યારે વર્ષ 2020-21માં પણ કોઈ ખાસ ફર્ક પડ્યો નથી અને બેન્કોમાં 21,45,500 ની નકલી નોટો જમા થઈ છે.


આ પણ વાંચો : સુરત : મહિલા પ્રાધ્યાપિકાએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી, માસુમ બાળકે માતાનો ખોળો ગુમાવ્યો

સૌથી વધુ 100ની નકલી નોટો જમા થઈ

મહત્વ ની વાત તો એ છે કે બેન્કો માં જે નોટો જમા થઈ છે એમાં 10,20,50,100,200,500 અને 2000 એ તમામ નોટો જમા થઈ છે પરંતુ એમા પણ 100ની નોટોની સંખ્યા વધારે જમા થઈ છે. જોકે આ તમામ તો બેન્કોમાં જમા થઈ છે તે સિવાય પણ અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા પણ નકલી નોટોના કેસો કરવા માં આવ્યા છે.આ પણ વાંચો : અરવલ્લી : પ્રેમ લગ્નની અદાવતમાં રાજસ્થાનથી આવ્યું 100 જણનું ધાડું, પિતા-પુત્રનું અપહરણ, માલપુરમાં હિજરત

જેથી સાબિત થાય છે કે કોરોનાના આ સમય માં પણ નકલી નોટોનું નેટવર્ક યથાવત હતું જે આંકડા ઉપરથી સાબિત થાય છે. મહત્વનું છે કે નોટ તો બેન્કોમાં દર વર્ષે મળી આવે છે પણ કોરોનાના સમય માં પણ આટલી નોટો મળવી તે એક ચિંતાનો વિષય છે.
Published by: Jay Mishra
First published: June 28, 2021, 10:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading