પેન્શનની પળોજણ : મૃતક અધ્યાપકોના પરિવાર પાસે ccc plus crtificateની વિચિત્ર માંગ


Updated: January 23, 2022, 9:41 PM IST
પેન્શનની પળોજણ : મૃતક અધ્યાપકોના પરિવાર પાસે ccc plus crtificateની વિચિત્ર માંગ
વિરોધ પ્રદર્શન

Ahmedabad news: શિક્ષણ વિભાગના (Department of Education) અધિકારીઓ દ્વારા વિચિત્ર માંગ કરવામાં આવી રહી છે કે ત્રિપલ સી પ્લસનું સર્ટિફિકેટ (Certificate of Triple C Plus) આપો પછી પેન્શન મળશે. આ ઉપરાંત અનેક પડતર પ્રશ્નોને લઈ અધ્યાપકોએ આંદોલનનું રણશિંગુ ફુક્યું છે.

  • Share this:
અમદાવાદ: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના (Government and Granted Colleges) અધ્યાપકો છેલ્લા કેટલાક વર્ષથી  તેમના પડતર પ્રશ્નો મામલે ઝઝુમી રહ્યા છે. તેમાંય ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કેટલાક અધ્યાપકોના પેન્શન (Professors' pensions) મામલે તેમના પરિવારજનોને કનડગત કરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગના (Department of Education) અધિકારીઓ દ્વારા વિચિત્ર માંગ કરવામાં આવી રહી છે કે ત્રિપલ સી પ્લસનું સર્ટિફિકેટ (Certificate of Triple C Plus) આપો પછી પેન્શન મળશે. આ ઉપરાંત અનેક પડતર પ્રશ્નોને લઈ અધ્યાપકોએ આંદોલનનું રણશિંગુ ફુક્યું છે.

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો પડતર પ્રશ્નોનો છેલ્લા પાંચ વર્ષથી ઉકેલ ના આવતા રોષે ભરાયા છે. પડતર પ્રશ્નોને લઈને નરોડા ખાતે અધ્યાપક મંડળના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં સરકાર સામે આંદોલન કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.

પડતર પ્રશ્નોને લઈ અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરતા હોવાનો અધ્યાપકોએ આક્ષેપ કરવામાં આવ્યો છે. પડતર પ્રશ્નોને લઈને રાજ્યના તમામ યુનિવર્સિટીઓના અધ્યાપક મંડળો એક પ્લેટફોર્મ પર જોવા મળ્યા છે. અધ્યાપકોના પડતર પ્રશ્નોમાં છેલ્લા પાંચ વર્ષથી 1500થી વધારે અધ્યાપકોના પ્રમોશન અટકાવવામાં આવ્યા છે.

પ્રમોશન માટે કેરિયર એડવાન્સ સ્કીમ સ્થગિત કરવામાં આવી છે. જેના લીધે 1500થી વધારે અધ્યાપકો પ્રમોશનથી વંચિત છે. આ ઉપરાંત કોરોનામાં 2021માં લોકડાઉનના સમયગાળામાં શિક્ષણ વિભાગ દ્વારા પાછલી અસરથી હિન્દી CCC પરીક્ષા ફરજિયાત પાસ કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-Ahmedabad : લો બોલો! બિલ્ડરો કે વેપારીઓ પાસેથી નહિ પણ ભિક્ષુકો પાસેથી હપ્તો લેનાર ઝડપાયો

જેના કારણે અવસાન પામેલાં અઘ્યાપકોનું પેન્શન અટવાયું છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ મહામંત્રી પ્રો.રાજેન્દ્ર જાદવ જણાવી રહ્યા છે કે 20 વર્ષ સુધી અધ્યાપક તરીકે સેવા આપી ત્યાં સુધી કોઈ CCC પરીક્ષાની વાત ન હતી. અચાનક કોરોના દરમિયાન એવી માનસિકતા સાથે અધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો.આ પણ વાંચોઃ-Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂડબોલની જેમ હવામાં ઉછળ્યું

તેવા સમયે કોઈ પરીક્ષા આપી શકતાં હતા. એવા સમયે જ જ્યારે અધ્યાપકનું મૃત્યુ થાય છે ત્યારે દુઃખની વાત છે કે એવા પરિવાર પાસે હિન્દી   CCC નું સર્ટિ માંગવામાં આવે છે. એ પરિવાર પેન્શન માટે આ સર્ટિફિકેટ ક્યાંથી લાવે. આ  તમામ પ્રશ્નોને લઈને અધ્યાપકોમાં ભારે રોષ છે.
Published by: ankit patel
First published: January 23, 2022, 9:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading