અમદાવાદ: યુવતીએ દારૂડિયા પતિને છૂટાછેડા આપી કર્યાં બીજા લગ્ન, પૂર્વ પતિએ યુવતીને બદનામ કરવા કરી વિચિત્ર હરકત


Updated: February 24, 2021, 7:39 AM IST
અમદાવાદ: યુવતીએ દારૂડિયા પતિને છૂટાછેડા આપી કર્યાં બીજા લગ્ન, પૂર્વ પતિએ યુવતીને બદનામ કરવા કરી વિચિત્ર હરકત
પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

યુવતીએ 2020માં એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા, લગ્ન બાદ માલુમ પડ્યું હતું કે પતિ દારૂ પીવાની કુટેવ ધરાવે છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ શહેરમાં તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં યુવતી જે યુવક સાથે સંબંધમાં હતી તે યુવકે જૂના મોબાઇલ નંબર (Mobile number) પર વોટ્સએપ (WhatsApp) ચાલુ કરી યુવતીના ફોટો અપલોડ કર્યા હતા. હવે આના જેવો જ એક બનાવ બન્યો છે. આ બનાવમાં ફરિયાદી યુવતી (Girl)એ તેના દારૂડિયા પતિ સાથે છૂટાછેડા (Divorce) લઈને બીજા લગ્ન કર્યાં છે. આ વાતનું તેના પૂર્વ પતિને લાગી આવતા તેણે પૂર્વ પત્નીના ફેસબુક આઈડી (Facebook ID) પરથી તેણીને બદનામ કરી હતી. જે અંગે સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અમરાઈવાડીમાં રહેતા 49 વર્ષીય આધેડ હોલસેલની દુકાન ધરાવી વેપાર કરે છે. તેઓને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમની મોટી પુત્રીએ વર્ષ 2019માં એક યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. પરંતુ પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી યુવતીને તે વાત ગમતી ન હતી. આથી તેણીએ 2020માં તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા.

આ પણ વાંચો: રાજયની છ મહાનગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયો, કોંગ્રેસના સૂપડાં સાફ, સુરતમાં આપની એન્ટ્રી

બાદમાં આ યુવતીનો પરિવાર યુપી તેના વતનમાં જતો રહ્યો હતો. જ્યાં પરિવારે 2021માં યુવતીના અન્ય યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા. જોકે, આ દરમિયાન યુવતીના પૂર્વ પતિએ તેણીના ફેસબુક આઈડી પરથી બંનેના ફોટો મૂક્યા હતા. એટલું જ નહીં, તે યુવતીના સબંધીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેઓને ફોટો ટેગ કરતો હતો. છૂટાછેડા થયા હોવા છતાંય યુવતીને બદનામ કરવા આવી હરકત કરતા આ અંગે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતા સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: સુરત: 22 વર્ષની પાયલ આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી જીતી, AAPના ફાળે 27 બેઠક

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી યુવતીઓને બદનામ કરવાના કિસ્સા વધી રહ્યા છે. પૂર્વ પ્રેમી, પૂર્વ પતિ કે એકતરફી પ્રેમમાં પાગલ યુવકો દ્વારા આ હરકતો કરી સાઇબર ક્રાઇમને અંજામ આપવામાં આવતો હોય છે. યુવતીઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટેની સલાહ સાઇબર નિષ્ણાતો આપી રહ્યા છે. આ ઉપરાંત પરિચયમાં ન હોય તેવા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ ન સ્વીકારવાની પણ સલાહ આપવામાં આવે છે.
Published by: Vinod Zankhaliya
First published: February 24, 2021, 7:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading