અમદાવાદની BOI બેંકમાં લાગી આગ, શોર્ટ સર્કિટને કારણે સર્જાઇ દૂર્ઘટના

News18 Gujarati
Updated: December 2, 2020, 11:33 AM IST
અમદાવાદની BOI બેંકમાં લાગી આગ, શોર્ટ સર્કિટને કારણે સર્જાઇ દૂર્ઘટના
પ્રાથમિક માહિતી પ્રમાણે બેંકમાં (BOI) આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે બેંકમાં (BOI) આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે.

  • Share this:
અમદાવાદના (Ahmedabad) નારણપુરા વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં (Bank of India) આજે સવારે 8.30 કલાકે શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે છે. હાલ આ આગને કારણે કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. હાલ ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

ફાયર વિભાગની પ્રાથમિક તપાસ પ્રમાણે બેંકમાં વેન્ટિલેશનની જગ્યા પુરીને દીવાલ બનાવી દેવામાં આવી હતી. જેના કારણે આગનો ધૂમાડો દરવાજા સિવાય ક્યાંયથી પણ બહાર ન આવી શકે.

સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવીને તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેંકમાં (BOI) આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે.એડિશનલ ચીફ ફાયર ઓફિસરે શું કહ્યું?

એડિશનલ ચીફ ફાયર ઓફિસર, રાજેશ ભટ્ટના જણાવ્યાં પ્રમાણે, આ બેંકની વેન્ટિલેશન સિસ્ટમ છે તે બધી બંધ કરી દેવામાં આવી છે. એટલે અદરનાં ધૂમાડાને બહાર આવવા માટે દરવાજા સિવાય કોઇ રસ્તો નથી. હાલ તેમના ઇલેક્ટ્રિકલ વિભાગમાંથી આગ લાગવાની શક્યતા છે. ત્યાં એટલો બધો સોલિડ વેસ્ટ, ડ્રાય વેસ્ટ કચરો પડ્યો છે કે તેમા આગ લાગે તો વધારે સ્પ્રેડ થવાના કારણોમાંનુ એક છે. આ બેંકમાં જે પણ અપડેટ કરવાની મેટર છે તે તેમના મેનેજર સાથે ચર્ચા કરી કાર્યવાહી કરવા માટે એમને સૂચના આપી છે.

નોંધનીય છે કે, આ આગ સવારનાં સમયે લાગી હતી જેના કારણે કોઇ જાનહાની સર્જાઇ નથી. જો આ દૂર્ઘટના  બપોરનાં સમયે લાગી હોત તો બેંકમાં ઘણાં લોકોની સાથે બેંક કર્મચારીઓ પણ હાજર હોત.
Published by: Kaushal Pancholi
First published: December 2, 2020, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading