અમદાવાદ : નારોલમાં ખંડણી માટે મૂર્તિકાર પર ફાયરિંગ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ


Updated: July 27, 2021, 9:04 PM IST
અમદાવાદ : નારોલમાં ખંડણી માટે મૂર્તિકાર પર ફાયરિંગ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પ્રતિકાત્મક તસવીર

Firing in Ahmedabad- શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાણે કે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે

  • Share this:
અમદાવાદ : શહેરમાં (Ahmedabad)કાયદો અને વ્યવસ્થા જાણે કે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં (Firing in Narol Ahmedabad)એક પછી એક એમ વીસ દિવસમાં હત્યાના આઠ બનાવો બન્યા હતા. બાદમાં વસ્ત્રાપુરમાં કરોડોની લૂંટનો પ્રયાસ અને હવે નારોલમાં ખંડણી માટે મૂર્તિકાર પર ફાયરિંગનો બનાવ બનવા પામ્યો છે. ગુનેગારોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે.

નારોલ વિસ્તારમાં આજે મોડી સાંજે ફાયરિંગની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલા રામદેવ એસ્ટેટમાં મૂર્તિ બનાવતા 55 વર્ષીય મૂર્તિકાર પરમસુખ પ્રજાપતિ ને બે દિવસ અગાઉ નનામો ફોન કરીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. 23 તારીખે મળી ધમકીને લઈને મૂર્તિકારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ ખંડણી માટે ધમકી આપનાર વ્યક્તિનું નામ પૂછતા તે ગબ્બર બોલી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદ : સંઘર્ષ અપાવશે સફળતા, વેપારીનો વર્ષો જૂનો ધંધો ઠપ્પ થતા નવા બિઝનેસને આપ્યો વળાંક, જાણો કેવી રીતે

મૂર્તિકારને હતું કે કોઈ મજાક મસ્તી કરી રહ્યું છે, પરંતુ ગઇકાલે મોડી સાંજના 8:30 કલાકે જ્યારે તેઓ કારીગર સાથે કારખાના પર હાજર હતા તે દરમિયાન ત્રણ બાઈક સવારો તેમના કારખાને આવે છે તેમાંના એક વ્યક્તિએ બાઈક પર ઉતરીને મૂર્તિકાર પર ફાયરિંગ કરે છે ત્યારબાદ ત્રણેય શખ્શો ત્યાંથી ફરાર થઈ જાય છે.

આ સમગ્ર ઘટના કારખાનાની બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. જ્યારે આ બનાવ બન્યો હતો તે સમયે મૂર્તિકાર સહિત પાંચ લોકો મૂર્તિ બનાવવાનું કામ કરી રહ્યા હતા. હાલમાં મૂર્તિકારને સામાન્ય ઇજા થઇ છે અને તે બનાવેલી મૂર્તિ પણ ખંડિત થઈ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતો અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
Published by: Ashish Goyal
First published: July 27, 2021, 9:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading