અમદાવાદઃ પકવાન બ્રીજ પાસે ફાયરિંગ કરી વિમલ પાન મસાલાની ટ્રકની લૂંટ કરના જાવિદ વોરા ઝડપાયો


Updated: September 17, 2021, 12:30 AM IST
અમદાવાદઃ પકવાન બ્રીજ પાસે ફાયરિંગ કરી વિમલ પાન મસાલાની ટ્રકની લૂંટ કરના જાવિદ વોરા ઝડપાયો
પકડાયેલા આરોપીની તસવીર

Ahmedabad crime news: આરોપીઓએ (Accused) ચાંગોદર કે (changodar) જ્યાંથી વિમલ પાન મસાલામા (Vimal pan masala) થેલા ભરવામાં આવતા ત્યાં ત્રણથી ચાર વખત રેકી કરી હતી. અને બનાવના દિવસે પીછો કરીને ટ્રકની લૂંટ (truck loot case) કરી હતી.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ શહેરના (Ahmedabad news) પકવાન બ્રિજ (Pakwan bridge) પાસે ટ્રક ચાલક પર ફાયરિંગ (firing on truck) કરીને વિમલ પાન મસાલા ભરેલ ટ્રકની લૂંટ (truck loots accused arrested) કરનાર બે આરોપી ઓમાંથી એક આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad crime branch) ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ખેડાના રહેવાસી જાવિદ વોરા નામના આરોપીની ધરપકડ કરીને લૂંટમાં ગયેલા વિમલ પાન મસાલાના થેલા અને આઇશર ટ્રક સહિત રૂપિયા 11 લાખ 65 હજાર નો મુદામાલ જપ્ત કર્યો છે.

આરોપી જાવિદ વોરા એ સહ આરોપી સંજય બારોટ સાથે મળીને 13 મી સપ્ટેમ્બરના દિવસે વહેલી સવારે પકવાન અંડરપાસમાં આવીને ટ્રક ચાલકને રોકી પોલીસને ઓળખ આપી હતી. અને સંજયએ ટ્રક ચાલકના પગમાં ફાયરિંગ કરીને ઇજા કરેલી અને બાદમાં આરોપી ટ્રક લઈને સનાથલ સર્કલ તરફ પહોંચ્યા હતા. જ્યાં રીંગ રોડ પર ટ્રક ચાલકને ઉતારીને ટ્રક લઈ ખેડા તરફ નાસી ગયા હતા.

જો કે પકડાયેલ આરોપી તેની આઇશર ટ્રક લઈને ત્યાં આવેલ અને વિમલ પાન મસાલામાં થેલા તેમાં ભરીને લૂંટેલ ટ્રક તારાપુર ચોકડી પાસે બિનવારસી મૂકીને ફરાર થઈ ગયા હતા. જો કે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા જાવિદ વોરાને ઝડપી 11 લાખ 65 હજારનો મુદામલા જપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ સુપરવાઈઝર સાથે મિત્રતા કેળવવી પરિણીતાને ભારે પડી, અંગતપળોના ફોટો પડ્યા અને...

આરોપીઓએ ચાંગોદર કે જ્યાંથી વિમલ પાન મસાલામા થેલા ભરવામાં આવતા ત્યાં ત્રણથી ચાર વખત રેકી કરી હતી. અને બનાવના દિવસે પીછો કરીને લૂંટ કરી હતી. હાલમાં પોલીસ એ પકડાયેલ આરોપીની પૂછપરછ કરીને તેણે અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરીને અન્ય આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ-શરમજનક કિસ્સોઃ પતિએ પત્ની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બનાવવાનું શરું કર્યું, કારણ કે...ઉલ્લેખનીય છે કે અમદાવાદના સોલા (sola area) વિસ્તારમાં ગત ફેબ્રુઆરીના 2020માં થયેલ હત્યા કેસમાં ફરાર (murder case main accused) મુખ્ય આરોપી રાજા કેવટની ધરપકડ (Raja kevat arrested) કરવામાં આવી છે. આરોપીએ સોલા વિસ્તારમાં કિરીટ પરમારના વ્યક્તિ ઉપર લૂંટના ઇરાદે સ્ટેબિંગ કરી (loot with murder) ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં થયેલી હત્યાનો આરોપી રાજા કેવટ ઝડપાયો, માથાભારે રાજાનો આવો છે ગુનાહિત ઇતિહાસ

જોકે જેમાં કિરીટ ભાઈનું મોત થઈ ગયેલ અને જે મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચને (Ahmedabad crime branch) માહિતી મળી હતી કે આરોપી નામ બદલીને રાજુ નામ ધારણ કરી રહી રહ્યો છે અને ત્યાર બાદ બાતમી ના આધારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી..
Published by: ankit patel
First published: September 16, 2021, 11:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading