અમદાવાદ : સેટેલાઈટમાં જુગાર રમતી પાંચ મહિલાઓ અને દારૂ પીધેલા બે વ્યક્તિઓના રંગમાં પોલીસે ભંગ પાડ્યો


Updated: May 8, 2021, 11:20 PM IST
અમદાવાદ : સેટેલાઈટમાં જુગાર રમતી પાંચ મહિલાઓ અને દારૂ પીધેલા બે વ્યક્તિઓના રંગમાં પોલીસે ભંગ પાડ્યો
અમદાવાદ : સેટેલાઈટમાં જુગાર રમતી પાંચ મહિલાઓ અને દારૂ પીધેલા બે વ્યક્તિઓના રંગમાં પોલીસે ભંગ પાડ્યો

રખિયાલમાં મશીનરીની ફેકટરી ધરાવતા પરીન શાહે તેના ઘરે આ પાર્ટીનું આયોજન કર્યું હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા સેટેલાઈટમાં જુગાર રમતી પાંચ મહિલાઓ અને દારૂ પીધેલા બે વ્યક્તિઓની મજામાં પોલીસે ભંગ પડાવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શિવરંજની સોસાયટીના મકાન નંબર 23માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે અને દારૂ પી રહ્યા છે.

આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં પાંચ મહિલાઓ કોઇન પર જુગાર રમતા જ્યારે બે વ્યક્તિઓ દારૂ પીતા પકડાયા છે. રખિયાલમાં મશીનરીની ફેકટરી ધરાવતા પરીન શાહે તેના ઘરે આ પાર્ટીનું આયોજન કર્યું હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. પોલીસે આ રેડ દરમિયાન 17 હજાર રોકડા, પ્લાસ્ટિકના કોઇન અને પત્તાની બે કેટ જપ્ત કરી છે.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોના કહેર વચ્ચે આહના દ્વારા ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી

પરિન શાહ અને અમન વાલાણી બંને ઈસમો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા છે


જુગાર રમતી મહિલાઓમાં નીલાબેન કોઠારી (ઉં. વ 62 ), ગુલઝાર વાલાણી (ઉં. વ 40), હેતલબેન શાહ (ઉં. વ 44 ), ગાયત્રી ત્રિવેદી ( ઉં. વ 48 ) અને જ્યોત્સના બેન પટેલ ( ઉં. વ 54 )નો સમાવેશ થાય છે.
જ્યારે પરિન શાહ અને અમન વાલાણી બંને ઈસમો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે મહિલાઓ અને બંને પુરુષો વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Published by: Ashish Goyal
First published: May 8, 2021, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading