અમદાવાદ : યુવતીને થાંભલા સાથે બાંધીને માર માર્યો, જાણો કેમ આપી તાલિબાની સજા, જુઓ વીડિયો


Updated: April 27, 2021, 4:22 PM IST
અમદાવાદ : યુવતીને થાંભલા સાથે બાંધીને માર માર્યો, જાણો કેમ આપી તાલિબાની સજા, જુઓ વીડિયો
અમદાવાદ : યુવતીને થાંભલા સાથે બાંધીને માર માર્યો, જાણો કેમ આપી તાલિબાની સજા, જુઓ વીડિયો

આ બનાવનો વીડિયો વાયરલ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવતીને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ ગઇ છે અને કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે આ વીડિયો નરોડા વિસ્તારમાં આવેલ નવકાર જ્વેલર્સની બહારનો છે. વીડિયોમાં લોકો યુવતીને માર મારતા નજરે પડી રહ્યા છે. આ યુવતીને માર મારવા પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે. લોકો તેને એટલે માર મારી રહ્યા છે કેમ કે તેણે એક દુકાનમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો અને જે બાદ લોકોએ તેને પકડીને બાંધી દીધી હતી.

આ પણ વાંચો - અમદાવાદ : કોર્પોરેશને બોપલની હોસ્પિટલને કોવિડ જાહેર કરી દીધી પણ દર્દીઓ ખાય છે ધક્કા

મળતી માહિતી પ્રમાણે નરોડા વિસ્તારમાં આવેલ નવકાર જ્વેલર્સમાં એક યુવતી સોનુ લેવાના બહાને આવે છે. તે પહેલા તો સોનું ખરીદવાનું હોય તે રીતે પૂછપરછ કરે છે. પરંતુ અચાનક તે બીજા હાથમાં રહેલ સ્પ્રે કાઢે છે અને જે વ્યક્તિ સોનુ બતાવી રહ્યા હતા તેની આંખમાં સ્પ્રે નાખીને લૂંટ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે સફળ થઈ શકતી નથી. આ પછી લોકો તેને પકડીને બહાર એક થાંબલા સાથે બાંધી દે છે અને લાફો મારો છે.આ બનાવનો વીડિયો વાયરલ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલે યુવતી સામે લૂંટની કોશિશ અને યુવતીને જે માર મારવા માં આવ્યો છે તેને લઈ યુવતીની પણ ફરિયાદ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. બંને કેસોમાં ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય તપાસ કરવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: April 27, 2021, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading