અમદાવાદ: પાણીની ટાંકીમાંથી મળ્યો મૃતદેહ, યુવતીના હાથ પર છૂંદણામાં ત્રણ સ્ટાર સાથે J અક્ષર

News18 Gujarati
Updated: July 7, 2021, 11:49 AM IST
અમદાવાદ: પાણીની ટાંકીમાંથી મળ્યો મૃતદેહ, યુવતીના હાથ પર છૂંદણામાં ત્રણ સ્ટાર સાથે J અક્ષર
પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યો.

Dead body found in water tank: મહિલાના હાથ પર એક છૂંદણું (Tatoo) જોવા મળ્યું છે. જેમાં ત્રણ સ્ટાર અને J લખેલું છે. હાલ પોલીસે મહિલાની ઓળખ માટે પ્રયાસો હાથ ધર્યાં છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદના ખોખરા વિસ્તાર (Khokhra area)માં મંગળવારે પાણીની ટાંકીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ લાશ કોહવાય ગયેલી હાલતમાં મળી આવી છે. પોલીસનું માનવું છે કે ત્રણ દિવસ પહેલા મહિલાની હત્યા (Murder) કરવામાં આવી હોઈ શકે છે. લાશ મળવાના કેસમાં હજુ સુધી મહિલાની ઓળખ થઈ નથી. એવી માહિતી મળેલી છે કે મહિલાના હાથ પર એક છૂંદણું (Tatoo) જોવા મળ્યું છે. જેમાં ત્રણ સ્ટાર અને J લખેલું છે. હાલ પોલીસે મહિલાની ઓળખ માટે પ્રયાસો હાથ ધર્યાં છે. મહિલાની ઓળખ માટે પોલીસ સીસીટીવી ફૂટેજ (CCTV footage) તપાસવાની પણ તૈયારી કરી રહી છે.

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, "ગાર્મેન્ટ કંપીમાં ત્રીજા માળે એક 30 વર્ષની આસપાસની ઊંમરની મહિલાની લાશ મળી આવી છે. મહિલાની હત્યા થઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્રણ દિવસ પહેલા હત્યા થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે એફએસએલની મદદ લઈને તેમજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે."

આ પણ વાંચો: અમદાવાદ: ઘરમાં રાખેલી 11-12 બિલાડી ગંદુ કરે તો પતિ પત્નીને આપતો હતો ત્રાસ

લાશ મળવા મામલે મોહન એસ્ટેટના સભ્ય નીતિન પંડ્યાએ જણાવ્યું હતું કે, "અમારા એસ્ટેટમાં બી-9 નંબરના શેડમાંથી કોઈ વ્યક્તિની ફરિયાદ આવી હતી કે તીવ્ર દુર્ગંધ આવે છે. જે બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા કોઈ અજાણી મહિલાની ડેડ બોડી પાણીની ટાંકીમાં પડી હતી. આ મહિલા આજુબાજુના શેડમાં કામ કરતી હોય તેવું લાગતું નથી. પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે."

આ પણ વાંચો: સુરત: મોપેડ પર થમ્સઅપ પી રહેલા યુવકનું પોલીસકર્મીએ કર્યું અપહરણ, 30 હજાર રૂપિયા પડાવી છોડી દીધો

શું હતો બનાવ?અમદાવાદ શહેરના ખોખરા વિસ્તાર (Khokhra area)માં આવેલી મોહન એસ્ટેટ (Mohan estate)માં મંગળવારે એક યુવતીની હત્યા (Murder) કરાયેલી લાશ મળી આવી છે. હત્યાની ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ છે. મોહન એસ્ટેટમાં આવેલા ગારમેન્ટ કંપની (Garment company)ના ત્રીજા માળે ધાબા પરની પાણીની પ્લાસ્ટિકની ટાંકીમાંથી યુવતીની લાશ મળી આવી છે. લાશની હાલત એવી હતી કે તે પાણીની ટાંકીમાંથી નીકળી શકે તેમ ન હતી. આથી પોલીસે ફાયર બ્રિગેડની મદદ માંગી હતી. ફાયરના જવાનોએ લાશને બહાર કાઢવા માટે ટાંકીના કાપી નાખી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ વખત ઇઝરાયેલ પદ્ધતિથી હળદરની ખેતી: એક એકર જમીનમાં 500થી 800 ટન ઉત્પાદન- જાણો વિગત

તીવ્ર દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી

મળતી માહિતી પ્રમાણે તીવ્ર જ દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા પાણીની ટાંકીમાંથી એક યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસને આશંકા છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે. પાણીની ટાંકીમાંથી લાશને બહાર કાઢવી ખૂબ મુશ્કેલ હતી. આ માટે પોલીસે ફાયરના જવાનોની મદદ લીધી હતી. ફાયર વિભાગના જવાનોએ ઝાડ કાપવાના મશીનથી પાણીની ટાંકીને કાપીને લાશને બહાર કાઢી હતી. પાણીમાં લાશ એટલી કોહવાયેલી હતી કે દુર્ગંધથી માથું ફાટી જાય.
Published by: Vinod Zankhaliya
First published: July 7, 2021, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading