4.74 કરોડના સોના-હીરાની મત્તા ચોરનાર શખ્સોનો પકડવા પોલીસ લુંગી પહેરીને ત્રાટકી, સૌરાષ્ટ્ર મેલમાંથી થઈ હતી ચોરી

News18 Gujarati
Updated: April 21, 2021, 9:58 PM IST
4.74 કરોડના સોના-હીરાની મત્તા ચોરનાર શખ્સોનો પકડવા પોલીસ લુંગી પહેરીને ત્રાટકી, સૌરાષ્ટ્ર મેલમાંથી થઈ હતી ચોરી
પોલીસે આ કેસમાં 4.65 કરોડથી વધુની મત્તા રિકવર કરી

મુંબઈથી અમદાવાદ આવી રહેલા મુસાફરનો 8મી એપ્રિલના રોજ 4.74 કરોડની મત્તા સાથેનો આંગડિયાનો થેલો ચોરાયો હતો. પોલીસે ઓપરેશન પાર પાડવા સ્થાનિકો જેવો ભેશ ધારણ કર્યો હતો

  • Share this:
ટ્રેન અને બસમાં કરોડા રૂપિયાના માલ સાથે લોકો આવનજાવન કરતા હોય છે ત્યારે કેટલાક ઠગ લોકો આવી હેરાફેરીની બાતમી રાખી અને હાથસાફ કરી જતા હોય છે. આવી જ એક કરોડો રૂપિયાના દાગીનાની ચોરી સૌરાષ્ટ્ર મેલમાંથી (saurashtra Mail) ગત 8મી એપ્રિલના રોજ થઈ હતી. જેમાં મુંબઈથી અમદાવાદ આવી રહેલા આંગડિયાનો થેલો ગઠિયાઓ ઉઠાવી (Theft) ગયા હતા. આ થેલામાં સોનાના દાગીના-બિસ્ટિક સહિત રૂપિયા 4.74 કરોડની (Gold Worth of 4.74 crore) મતા હતા. ભરૂચથી મહેમદાવાદની વચ્ચે ચોરાયેલા આ સોનાના કરોડો રૂપિયાના દાગીનાની ફરિયાદ નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

દરમિયાન પશ્વિમ રેલવે પોલીસના (Western Railway) ઉચ્ચ અધિકારીઓ દ્વાર આ કેસની તપાસ પશ્વિમ રેલવેના એલસીબી અને એસોઓજીને સોપી હત હતી. આ તપાસમાં પશ્વિમ રેલેવ એલસીબી પીઆઈ બારોટ અને એસઓજી પીઆઈ પટેલ સંયુક્તમાં આ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : Viral : ગર્ભવતી હોવા છતાં DSP રસ્તા પર ઉતરી આવ્યા, કોવિડના નિયમો પાળવા કરી અપીલ

દરમિયાન પોલીસે આ કેસની તપાસમાં મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી લઈને અમદાવાદ રેલવે સ્ટેશનની વચ્ચે આવતા તમામ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. પોલીસે ટેકનિકલ ટીમના શૈલેષ વીરાભાઈ અને ઈમરાન ભાઈ ઈકબાલભાઈની ટીમની મદદ લઈ પેસેન્જરોના રિઝર્વેશન ચાર્ટ, રેલેવેમાં કામ કરતા ટીટીઈ, લોકો પાઇલટ, વેન્ડર સાથે સઘન ચર્ચાઓ કરી અને તપાસ આગળ વધાવી હતી. આ તપાસમાં આરપીએફ ક્રાઇમની પણ સીસીટીવી માટે મદદ લેવામાં આવી હતી.

આરોપી તસવીરમાં ડાબેથી પ્રથમ મોન્ટુ હલદાર અને અનિલ સરકાર


દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કરોડો રૂપિયાના સોનાની ચોરીનું આ કારસ્તાન બંગાળી શખ્સો દ્વારા કરવામાં આવ્યું છે અને તેઓ થેલો ઉઠાવી અને બંગાળ નાસી ગયા છે. રેલવે પોલીસ ભરૂચના પીએસઆઈ, તથા એલસીબીના પીએસઆઈ અને ટીમની સંયુક્ત ટીમ બનાવી અને બંગાળ મોકલવામાં આવી હતી.

દરમિયાન પોલીસને 16મી એપ્રિલના રોજ બંગાળના દક્ષિણ પરગણાસ-24 ખાતે પોલીસને શકમંદ મળી આવવાની સંભાવના જણાતા પોલીસની ટીમ પહોંચી ગઈ હતી. દરમિયાન કેનીંગ ખાતે પોલીસે શકમંદના ઈસમના રહેણાંદની ઓળખ માટે પોલીસે લુંગી બનીયાન પહેરી અને સ્થાનિકોનો વેશ ધારણ કર્યો હતો.

આ પણ વાંચો :   સુરત : સરથાણામાં અસામાજિક તત્વો વચ્ચે ધીંગાણું, મારામારીનો CCTV વીડિયો થયો Viral

પોલીસે આ સ્થળે જઈને પેડલ સાઇકલથી રેકી કરી હતી ત્યારે એક શકમંદના ઘરે રેડ કરતા આ પૈકીનો કેટલોક મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારબાદ બીજો આરોપી નજીકના ગામમાં રહેતો હોવાથી પોલીસે ત્યાં પણ રેડ કરી હતી જેમાં કુલ 4.65,77,786 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

જોકે, પોલીસે આ બંને આરોપીઓને ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ પાસે રજૂ કરતા આરોપીઓને કોવીડ મહામારીના કારણે વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા.જોકે, પોલીસે કોરોના કાળશમાં ટૂંકા ગાળામાં આંગડિયા પેઢીના સોનાના દાગીના, બિસ્કિટ, હીરા રોકડ સહિતની મત્તા રીકવર કરવામાં સફળતા મેળવી છે.
Published by: Jay Mishra
First published: April 21, 2021, 9:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading