અમદાવાદ : ખાનગી સોસાયટીના વિકાસ માટે હવે સરકાર, AMC અને કોર્પોરેટર-MLA ફંડ આપશે

News18 Gujarati
Updated: July 29, 2021, 11:57 PM IST
અમદાવાદ : ખાનગી સોસાયટીના વિકાસ માટે હવે સરકાર, AMC અને કોર્પોરેટર-MLA ફંડ આપશે
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad News- Amcની કારોબારી સમિતિમાં સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

  • Share this:
અમદાવાદ : Amcની કારોબારી સમિતિમાં સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેની સોસાયટીઓમાં વિકાસકામો અંગે મોટી અસર જોવા મળશે. જેમાં કુલ ખર્ચની 10 ટકા રકમ કોર્પોરેટર આપી શકે એવી સરકાર (government)માં રજૂઆત કરવામાં આવી છે. વિકાસના કામો ઝડપથી થાય તે માટે 70% રકમ રાજ્ય સરકારની ગ્રાન્ટ માંથી, 20% ખર્ચ માંથી 10% ધારાસભ્ય કે કોર્પોરેટરની (corporator)ગ્રાન્ટ માંથી, 10% ખર્ચ સોસાયટીના ફાળા માંથી તેમજ અન્ય 10% ખર્ચ કોર્પોરેશનના બજેટમાંથી ઉપયોગ કરશે.

ખાનગી સોસાયટીના રોડ, સીસીટીવી અને બ્લોકના કામો કોર્પોરેશન ફ્રીમાં કરી આપશે. આ અંગે હાલમાં દરખાસ્ત કરાઈ છે. જો સરકારની લીલીઝંડી મળી ગઈ તો ખાનગી સોસાયટીઓના વિકાસ માટે સોસાયટીના રહેવાસીઓએ ખર્ચ કરવો પડશે નહીં.

આ પણ વાંચો - અમદાવાદ : પ્રેમીને કિંમતી વસ્તુઓની ભેટ આપવા પરિણીતાએ કરી ઘરમાં ચોરી, આવી રીતે પકડાઇ


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને હિતેષ બારોટે જણાવ્યું હતું કે સોસાયટીની અંદરના રસ્તાઓ તેમજ સીસીટીવી લગાવવાના તેમજ લાઈટ લગાવવા માટે કોર્પોરેશન દ્વારા તેમજ રાજ્ય સરકાર દ્વારા બજેટમાંથી અમુક ફંડ આપવામાં આવતું હતું. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે ચર્ચા કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોર્પોરેટરોના બજેટમાંથી સોસાયટીઓના વિકાસ કામ માટે બજેટ ફાળવવાની રજૂઆત રાજ્ય સરકારને કરવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: July 29, 2021, 11:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading