અમદાવાદ : કરિયાણાની દુકાન ચલાવતા (Grocery shop Owner) એક શખ્સના ભેજાની ઉપજ અને તેના શાતિર બદ ઇરાદાઓ જોઈને સાયબર ક્રાઇમની (Cyber crime) ટિમ પણ ચોંકી ઉઠી છે. નવાઈની વાત એ પણ છે કે આ શખ્સ પાસે હોટલ મેનેજમેન્ટની (Hotel Management) ડિગ્રી છે અને તે ગોવામાં અને પલવલની પોશ હોટેલમાં સેકન્ડ સેફ તરીકે નોકરી પણ કરી ચુક્યો છે. આ શખ્સએ કેનેરાબેન્કના (canara Bank ATM) એટીએમની કમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડાં કરી ક્રેડીટ કાર્ડના ઉપયોગથી મોટું ફ્રોડ કર્યાનું સામે આવ્યું છે.
આ શખ્સે સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધીના સમયગાળામાં ક્લોન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી 81 જેટલા ટ્રાન્જેક્શન કર્યા હોવાનું અને 8 લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસએ હરિયાણાના પલવલ થી મોહમ્મદ રશીદ નિયાઝમોહમદ ની ધરપકડ કરી છે.
બેન્કના મેનેજર પાસેથી મળેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટિમ હરિયાણાના પલવલમાં તપાસ માટે ગઈ હતી. જેમાં પકડાયેલ આરોપી મેવાતી ગેંગ સાથે સંકળાયેલા હોવાનું અને એ સમગ્ર વિસ્તાર મેવાતી ગેંગનો ગઢ હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ મૂળ હરિયાણાના મૂંદેહતા ગામનો છે. પોલીસે વોચ ગોઠવી આરોપીને પકડી પાડ્યા બાદ તેની પાસેથી બે મોબાઈલ ફોન, 3 ડેબિટ કાર્ડ, 3 પાસબુક મળી આવ્યા છે.
આરોપીએ આચરેલા ગુના અંગે એસીપી જે. એમ. યાદવે જણાવ્યું કે આરોપી અલિબાબા ડોટકોમ ઓનલાઇન શોપિંગ વેબસાઈટ પરથી DIEBOLD કંપનીના ATM ની ડુપ્લિકેટ ચાવી મંગાવી ATM સ્ક્રીન લોક ખોલી કે પછી ATM ની પાવર સ્વીચ બંધ કરી પોતાની પાસેના અલગ અલગ વ્યક્તિના બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ATMમાંથી નાણાં ઉપડતો હતો. દરમિયાન નાણાં ATM માંથી બહાર આવતા ATM ની પાવર સ્વીચ બંધ કરી પાવર કેબલ ખેંચી ટ્રાન્જેક્શન કરતો હતો. જેથી પાવર કેબલ બંધ થતાં ATM ના ટ્રાન્જેક્શન લોગ બેંકની એન્ટ્રી માં પડતા નહિ.આ પણ વાંચો : સુરત : સહજીવન શરૂ કરે તે પહેલાં જ મોત! બાથરૂમમાંથી મૂક બધીર યુગલનાં મૃતદેહ મળી આવતા રહસ્ય ઘેરાયું
આ ઉપરાંત આરીપી પોતાની પાસે રહેલ ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ATM માંથી નાણાં વિડ્રો કર્યા બાદ બેંકમાં નાણાં નીકળેલ નથીની ફરિયાદ કરી બેન્કમાંથી રીફન્ડ મેળવતા. આ આરોપીએ દેશના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારે ફ્રોડ કર્યું છે. આરોપી પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે Axis બેન્ક, HDFC બેન્ક, કેનેરા બેંકમાં ATM માંથી નાણાં કાઢવાથી બેંકમાં ફરિયાદ કરવાની લન જરૂર રહેતી નથી.
આ શખ્સની મોડ્સ ઓપરેન્ડી જાણીને ચોંકી જશો
24 કલાકમાં આપોઆપ રીફન્ડ થાય છે. જેને લઈ તર અમદાવાદ આવી કેનેરા બેન્ક ATM નો ઉપયોગ કરી ફ્રોડ ટ્રાન્જેક્શન કર્યા હતા. ત્યારબાદ આરોપીઓએ બરોડા, અંકલેશ્વર, સુરત, મુંબઈ અને દિલ્હીમાં ફક્ત કેનેરા બેંકના ATM ને ટાર્ગેટ કરી ગુનાઓ આચર્યા હતા. પોલીસ તપાસમાં આ શખ્સ કરિયાણાની દુકાન ચલાવે છે અને તેણે ફરીદબા થી હોટલ મેનેજમેન્ટ ની ડિગ્રી મેળવી છે. અને તેણે ગોવામાં અને પલવલની પોશ હોટેલમાં સેકન્ડ સેફ તરીકે નોકરી પણ કરી ચુક્યો છે. હાલ પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તેની સાથે ગેંગ માં કોણ કોણ સંકળાયેલા છે તેની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે.