કોરોના મટ્યા પછી હવે 'ગુલિયન બારી સિન્ડ્રોમે' વધારી ચિંતા, અમદાવાદ સિવિલમાં 10 દર્દીઓના હાથ-પગ લકવાગ્રસ્ત

News18 Gujarati
Updated: December 23, 2020, 2:09 PM IST
કોરોના મટ્યા પછી હવે 'ગુલિયન બારી સિન્ડ્રોમે' વધારી ચિંતા, અમદાવાદ સિવિલમાં 10 દર્દીઓના હાથ-પગ લકવાગ્રસ્ત
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં અમદાવાદ અને રાજકોટમાં ગુલિયન બારી સિન્ડ્રોમના દર્દીઓ નોધાયા છે. આ જૂનો રોગ છે પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં વકર્યો છે,

  • Share this:
કોરોના મટી ગયા બાદ દર્દીઓમાં મ્યુકરમાયકોસીસ (mucormycosis) બાદ હવે ગુલિયન બારી સિન્ડ્રોમ (Guillain-Barre syndrome) નામના રોગે ચિંતા વધારી છે. રાજ્યમાં અમદાવાદ અને રાજકોટમાં ગુલિયન બારી સિન્ડ્રોમના દર્દીઓ નોધાયા છે. આ જૂનો રોગ છે પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં વકર્યો છે, આ રોગમાં હાથ પગે લકવો મારી જાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા દસ કેસ સામે આવ્યા છે.

આ રોગની મગજ સુધી અસર થાય છે

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ રોગના કારણે આખા શરીરમાં ચેતાઓને અસર થતી હોય છે, જેના કારણે લકવો થતો હોય છે અને મગજ સુધી અસર થાય છે. કોવિડમાં ઈમ્યુનિટી ઘટે છે, ટોસિલિઝૂમેબ અને રેમડેસિવીર ઈન્જેક્શનના કારણે ઈમ્યુનિટી ઘટે છે. આ કારણે કોવિડથી સાજા થયેલા દર્દીઓમાં આવા વધુ કેસ જોવા મળે છે. તબીબોના મતે બેથી છ અઠવાડિયામાં આ રોગ વધી જતો હોય છે

સારવાર ઘણી જ મોંઘી

દર્દી આ રોગમાં વેન્ટિલેટર સુધી પહોંચી જતો હોય છે જ્યાં બચવાની શકયતાઓ ઓછી હોય છે. 2થી 6 અઠવાડિયામાં આ રોગ વધી જતો હોય છે. જો યોગ્ય સારવાર મળે તો 60 ટકા દર્દીઓ 6 મહિનામાં સાજા થવાની શક્યતાઓ છે. ગુલિયન બારી સિન્ડ્રોમમાં આઇ.વી.આઇ.જી.થી સારવાર કરવામાં આવે છે જે અત્યંત મોંઘી હોય છે. ગુલિયન બારી સિન્ડ્રોમમાં "પ્લાઝમા પેરેસિસ" ની સારવાર આપવામાં આવતી હોય છે. આની સારવાર માટે એક ઇન્જેક્શન આપવામાં આવે છે જેની કિંમત 70 હજાર રૂપિયા છે આ 70 હજારના ઇન્જેક્શન એક દર્દીને 5થી 6 આપવામાં આવે છે. આ રોગ પહેલાં એક હજાર વ્યક્તિએ એક વ્યક્તિને થતો હતો પરંતુ કોરોના બાદ આ રોગે માથું ઉચક્યું છે.

કોરોના કરતાં પણ મ્યુકરમાયકોસિસ ખતરનાક! દર્દીઓમાં મૃત્યુનો દર 50 ટકાઅમદાવાદ મુંબઇમાં આના કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ગુજરાતમાં અને મુંબઈમાં કેસ નોધાઇ ચૂક્યા છે. એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ આના 10 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદની મોટી ખાનગી હોસ્પિટલમાં પણ આ પ્રકારના કેસ જોવા મળ્યા છે. કોરોનામા ઈમ્યૂનિટી નિયંત્રણ બહાર જવાથી ગુલિયન બારી સિન્ડ્રોમ થાય છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુક માયકોસિસની બીમારી થઈ રહી છે ત્યારે હવે આ અન્ય રોગે પણ ચિંતામાં વધારો કર્યો છે.

Covid-19 vaccine! સરકાર આવતા સપ્તાહે આપી શકે છે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનને મંજૂરીઅમદાવાદ સિવિલમાં મ્યુકર માયકોસિસ કુલ 51 કેસ

કોરોનાથી સાજા થયેલા દર્દીઓને મ્યુકર માયકોસિસની બીમારી થઈ રહી છે, બે મહિનામાં જ અમદાવાદ સિવિલમાં 44 કેસ નોંધાયા હતા, જેમાંથી 9નાં મોત થયાં હતા. જોકે હવે આ કેસ વધીને 51 થયા છે અને વધુ એક દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે. અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં 19 દર્દીને આંખે દેખાવાનું બંધ થયાનું સામે આવ્યું છે.
Published by: Kaushal Pancholi
First published: December 23, 2020, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading