કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે જાણો કેવો છે 108નો એકશન પ્લાન


Updated: August 3, 2021, 2:49 PM IST
કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે જાણો કેવો છે 108નો એકશન પ્લાન
રોજના 14 હજારની જગ્યાએ 28 હજાર કેસો આવશે તો પણ તંત્ર પહોંચી વળવા સક્ષમ : જશવંત પ્રજાપતિ

રોજના 14 હજારની જગ્યાએ 28 હજાર કેસો આવશે તો પણ તંત્ર પહોંચી વળવા સક્ષમ : જશવંત પ્રજાપતિ

  • Share this:
અમદાવાદ: કોરોનાની બીજી લહેર (Corona second wave) તો વિદાય લઈ રહી છે પરંતુ તેની સામે ત્રીજી લહેરની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ કોરોનાના વધતા કેસો વચ્ચે સૌથી મહત્વની ભૂમિકા જેની હોય છે એવી GVK ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે 108 એમ્બ્યુલન્સ સર્વિસ (108 Ambulance service), ત્રીજી લહેર આવે તે પહેલા સજ્જ થઈ ગઈ છે. ત્યારે એ જાણવું પણ જરૂરી બની જાય છે કે કોરોનાની ત્રીજી લહેર પહેલા 108 ઇમરજન્સી સર્વિસનો એકશન પ્લાન કેવો છે. કોરોનાની બીજી લહેરમાં એમ્બ્યુલન્સની દર્દીઓ સુધી પહોંચવામાં પડેલી મુશ્કેલી, કલાકો સુધી દર્દીઓને એમ્બ્યુલન્સ માટે જોવી પડેલી રાહને ધ્યાને લઇ અને કોરોનની ત્રીજી લહેરની શક્યતાઓને ધ્યાને લઇ 108 એમ્બ્યુલન્સ સર્વિસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

108 ઇમરજન્સી સર્વિસના COO જસવંત પ્રજાપતિ જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાની થર્ડ વેવની સમભાવના સામે માઇક્રોલેવલ પ્લાનિંગ કરાયું છે. જો કેસોમાં વધારો થાય તો તમામ જિલ્લાઓમાં હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની સુવિધા વધારી દેવામાં આવી છે.કોરોનાની સેકન્ડ વેવ માર્ચ- એપ્રિલ 2021માં રોજ 1500થી 2 હજાર કેસ એડમિટ કરતા હતા. તેવામાં 108 માટે પણ ઘણા ચેલેનજીસ હતા.

બનાસકાંઠાનાં ખેડૂતની ચીમકી: 15 ઓગસ્ટે નેતાનો સેક્સ વીડિયો કરશે વાયરલ

કોલ સેન્ટરમાં ડોકટર્સ, પેરામેડીકલ સ્ટાફની સેફટી રાખવી પડતી હતી. સ્ટાફના રહેવા અને ફૂડની સગવડ કરવી, જેવા ચેલેનજીસ હતા. સેકન્ડ વેવમાં કેટલાક કિસ્સાઓમાં લોકોને એમ્બ્યુલન્સ મળવામાં વિલંબ થતો હતો જેનું કારણ હતું કે, હોસ્પિટલ્સમાં દર્દીઓનો ધસારો. બેડ ફૂલ હતા. તેવા કિસ્સામાં એમ્બ્યુલન્સમાં જ દર્દીઓને રાખી સારવાર આપવી એ પણ પ્રાયોરિટી હતી. જોકે 108 એ પોતાના એકશન પ્લાન અંતર્ગત 650 એમ્બ્યુલન્સની જગ્યાએ 800 કરી દીધી છે અને જરૂર પડે 1 હજાર એબ્યુલનસ કરવાની તૈયારી છે. સાથે સંજીવની 104 સેવા કોરોના હેલ્પલાઇનનું એકપાનસન કર્યું છે.ગુજરાતમાં 29% વરસાદની ઘટ, આગામી પાંચ દિવસ ભારે વરસાદની નથી આગાહી

ધનવનતરી આરોગ્ય રથ લોકોના ઘર સુધી સારવારની વ્યવસ્થા કરી છે.  1100 નંબર હેલ્પલાઇન મેડિકલ એડવાઇઝ માટે ટેલી મેડિસિન વ્યવસ્થા અપગ્રેડ કરી છે અને કોરોનાની બીજી વેવમાં રોજના 14 હજાર ગુજરાતમાં કેસ હતા. જે ત્રીજી વેવમાં બમણાં થાય તો પણ ક્ષતિ ના રહે તેવી ફૂલ પ્રુફ વ્યવસ્થા અને માઈક્રોપ્લાનિંગ કરાયું છે.

મહત્વનું છે કે, હાલ તો 108 સર્વિસ ત્રીજી લહેર સામે સજ્જ છે. ફુલપૃફ પ્લાનિંગ પણ કર્યું છે પણ આ પ્લાનિંગ ખરા સમયે કામ આવે તો જ તંત્રની મહેનત સાર્થક ગણાશે.
Published by: Kaushal Pancholi
First published: August 3, 2021, 2:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading