ગુજરાત ATS અને કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા, 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

News18 Gujarati
Updated: April 25, 2022, 2:32 PM IST
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા, 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત લગભગ 300 કરોડ રુપિયા છે. (પ્રતીકાત્મક તસવીર)

Gujarat news: મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી લાવવામાં આવતુ હતુ.

  • Share this:
અમદાવાદ: ભારતમાં નશાના કારોબારના ષડયંત્રનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ (Gujarat ATS) અને કોસ્ટગાર્ડે (Coastguard) સંયુક્તે આપરેશ કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગ્સ (seized Drugs) ઝડપી પાડ્યુ છે. આ ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત લગભગ 300 કરોડ રુપિયા છે. મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી લાવવામાં આવતુ હતુ. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ ગુજરાત ATS અને DRIના સંયુક્ત ઓપરેશન થકી કંડલામાંથી અંદાજે 3000 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે અફઘાનિસ્તાનથી પાવડરની આડમાં લાવવામાં આવતો હતો.

પાકિસ્તાનમાંથી આવતું હતુ ડ્રગ્સ

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસ પાસે ચોક્કસ માહિતી હતી કે, પાકિસ્તાનના કરાંચીથી અલહજ નામની બોટ નીકળી છે. જેમાં મોટા પ્રમાણમાં હેરોઇનનો જથ્થો છે. જે બાદ આ માહિતી કોસ્ટ ગાર્ડને પણ આપવામાં આવી. જેથી એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમ જણાવેલ સ્થળ પર ગઇકાલ રાતથી પેટ્રોલિંગમાં હતી.

પેટ્રોલિંગ દરમિયાન ફાયરિંગ પણ થયુ હતુ

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ બોટે પાકિસ્તાન વિસ્તારમાં જવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. જે કારણે કોસ્ટગાર્ડની ટીમે ફાયરિંગ પણ કરવું પડ્યુ હતુ. જે બાદ બોટનો પીછો કરીને તેને ઝડપી પાડવામાં આવી હતી. આ બોટમાં 9 પાકિસ્તાનીને પણ ઝડપી પાડવામાં આવ્યુ છે. હાલ આ લોકો કયા દેશના છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - રાજકોટ: મહિલા ASI ના પતિ સહિત ચાર લોકોએ જાણીતા વકીલ પર કર્યો હુમલો! ઘટના CCTV માં કેદ


અટારી બોર્ડર પરથી પણ ઝડપાયુ ડ્રગ્સ

અટારી બોર્ડર પરથી પણ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. કસ્ટમ અધિકારીઓએ અટારી ખાતેની ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 700 કરોડની કિંમતનું 102 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. જે દિલ્હી સ્થિત એક આયાતકાર દ્વારા અફઘાનિસ્તાનથી આયાત કરાયેલ મુલેઠી (લીકોરીસ)ના કન્સાઈનમેન્ટ સાથે પેક કરવામાં આવ્યું હતું. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, દવાઓના કન્સાઈનમેન્ટના એક્સ-રે સ્કેનિંગ બાદ ડ્રગ્સની દાણચોરીની જાણ થઈ હતી. લાકડાના લોગના કન્સાઇનમેન્ટમાં કેટલાક અનિયમિત ધબ્બાઓ દેખાંતા શંકા થઇ જે પછી, કસ્ટમ કર્મચારીઓએ બેગ ખોલી અને જોયું કે કેટલીક થેલીઓમાં નાના નળાકાર લાકડાના લોગ હતા. કસ્ટમ વિભાગનું કહેવું છે કે, લાકડાનાં લોગનું કૂલ વજન 475 કિલોગ્રામ હતું. જેમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આશરે 700 કરોડ રૂપિાયનાં મુલ્યનું 102 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું છે. (આ અંગેની વધુ માહિતી અહીંથી મેળવો)1439 કરોડનું હેરોઇન પણ ઝડપાયુ હતુ

થોડા દિવસ પહેલા પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે વધુ એકવાર ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ થયો હતો. ગુજરાત ATS અને DRIએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કંડલામાંથી અંદાજે 1439 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાની આશંકા હતી. કંડલાના CSF(કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન)માંથી ઝડપાયેલું કન્ટેનર અફઘાનિસ્તાનથી આવ્યું હોવાની શક્યતા છે. આ ઝડપાયેલું ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં હતુ. જેને પાવડરની આડમાં લાવવામાં આવી રહ્યુ હતુ. (આ અંગેની વધુ માહિતી અહીંથી મેળવો)
Published by: Kaushal Pancholi
First published: April 25, 2022, 10:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading