અમદાવાદ: ધોરણ 10માં ટ્વિન બહેનો A1-A2 ગ્રેડ સાથે ટોપર, ડૉક્ટર બનવાની ઈચ્છા


Updated: June 30, 2021, 12:18 PM IST
અમદાવાદ: ધોરણ 10માં ટ્વિન બહેનો A1-A2 ગ્રેડ સાથે ટોપર, ડૉક્ટર બનવાની ઈચ્છા
માતા સાથે ક્રિના અને ક્રિષ્ના.

Gujarat Board 10th Result 2021: ધોરણ-10માં અમદાવાદની ટવિન્સ બહેન ક્રિના (Krina)એ A1 અને ક્રિષ્ના (Krishna)એ A 2 ગ્રેડ મેળવ્યો છે. બંને બહેન મેડિકલ ફિલ્ડમાં આગળ વધી ડૉકટર બનવા માંગે છે.

  • Share this:
અમદાવાદ: કોરોનાના કારણે ધોરણ-10માં માસ પ્રમોશન (Mass promotion) આપ્યા બાદ હવે પરિણામ જાહેર કરાયું છે. આ અમદાવાદની પરિણામમાં ટ્વિન્સ બહેનો (Twi sisters) એવી પણ છે જેઓએ A1અને A2 ગ્રેડ મેળવ્યો છે. આ બહેનોએ ભવિષ્યમાં મેડિકલ લાઈનમાં આગળ વધી ડૉકટર (Doctor) બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ (Gujarat Board 10th Result 2021) મંગળવારે રાત્રે જ જાહેર કરી દેવામા આવ્યું હતું. પરંતુ વેબસાઈટ ક્રેશ થઈ જવાના કારણે જે તે શાળાના સંચાલકો પણ વિદ્યાર્થીઓનું પરિણામ ડાઉનલોડ કરી શક્યા નહોતા. આખરે વિદ્યાર્થીને પોતાની માર્કશીની એનલાઈન કોપી આજે સવારે ૭:૩૦ શાળામાં જ ડાઉનલોડ કરીને વિતરણ કરવામાં આવી હતી. (આ પણ વાંચો: ગાંધીનગર : ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર, 8.57 લાખ વિદ્યાર્થીમાંથી 17186ને A1 ગ્રેડ)

આ પરિણામમાં ઘણા વિદ્યાર્થીઓએ અસંતુષ્ટિ જાહેર કરી છે. જોકે,  ધોરણ-10માં અમદાવાદની ટવિન્સ બહેન ક્રિના (Krina)એ A1 અને ક્રિષ્ના (Krishna)એ A 2 ગ્રેડ મેળવ્યો છે. પરિણામથી બંને બહેનો ખુશ છે. બંને બહેનોએ પરીક્ષા માટે સાથે મહેનત કરીને એકબીજાના સપોર્ટથી સારું પરિણામ મેળવ્યું છે. હવે બંને બહેન મેડિકલ ફિલ્ડમાં આગળ વધી ડૉકટર બનવા માંગે છે. કોરોનાની આ મહામારી જોઈને લોકોની સેવા માટે ટ્વિન્સ બહેનો ડૉકટર બનવા ઈચ્છે છે.

આ પણ વાંચો: SBIના આ ખાતાધારકો ATMમાંથી પૈસા ઉપાડવા અને ચેકબુક માટે આપવો પડી શકે છે ચાર્જ, આવતીકાલથી બદલાશે નિયમક્રિનાએ જણાવ્યું કે,"અમે બંને બહેનો સાથે મહેનત કરતા હતા. બંને સાથે ભણવા બેસતા હતા. હું ભણીને ડૉકટર બનવા ઈચ્છુ છું અને મારી બહેન ક્રિષ્ના પણ ડૉક્ટર બનાવવા ઈચ્છે છે." ક્રિષ્નાએ જણાવ્યું કે, "મારે A1 ગ્રેડ આવ્યો છે, અને મારી બહેનને A2 ગ્રેડ મળ્યો છે. આ પરીણામથી અમે સંતુષ્ટ છીએ. કારણ કે કોરોનાના કારણે પરીક્ષા લેવાઈ શકે તેવી ન હતી. અમે પરીક્ષા માટે મહેનત કરી હતી. અમે જે મહેનત કરી છે તે વ્યર્થ જવાની નથી. એ ભવિષ્યમાં કામ લાગશે."

આ પણ વાંચો: જૂનાગઢ હનીટ્રેપમાં વળાંક: ધોરણ-12ની ફી અને મિત્રની પ્રેગ્નેન્ટ પત્નીની દવાના પૈસા માટે ઘડ્યો હતો પ્લાનબીજી તરફ બંને બહેનોના પરિણામથી તેમની માતા રૂપા જાની ખુશ છે. તેઓએ જણાવ્યું હતું કે, "મારી બંને દીકરીઓ ટોપ કર્યું છે, હું તેનાથી સંતુષ્ટ છું. બંનેને મારે ભણવા માટે કહેવું પડતું ન હતું. બંને એકબીજામાં સહકારથી ભણતી હતી."
Published by: Vinod Zankhaliya
First published: June 30, 2021, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading