Gujarat corona : ગુજરાતીઓ રાહતનો શ્વાસ લે! હવે કોરોનાના 25,000થી ઉપર કેસ જવાની શક્યતા નહીવત
Updated: January 27, 2022, 7:12 AM IST
કોરોના ટેસ્ટિંગ બુથ
Gujarat coronavirus news: ગુજરાતમાં કોરોનાના કેસ હવે (coronavirus case) 25 હજાર ઉપર નહિ જાય તેવી શકયતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના (Indian Medical Association) ડોકટર્સ વ્યક્ત કરી રહ્યા છે.
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) સહિત ગુજરાતના (Gujarat) લોકો માટે રાહતના સમાચાર છે કર હવે ઓમીક્રોન વાયરસ (Omicron) તેના અંત તરફ છે. જાન્યુઆરી માસનો અંત થતા અમદાવાદ અને ગુજરાતમાં કોરોનાના કેસો (Gujarat corona case) ઘટતા ત્રીજી લહેરનો અંત આવશે. તેમજ હવે ગુજરાતમાં કોરોનાના કેસ હવે 25 હજાર ઉપર નહિ જાય તેવી શકયતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના (Indian Medical Association) ડોકટર્સ વ્યક્ત કરી રહ્યા છે.
સાથે જ દેશમાં 15 ફેબ્રુઆરી સુધીમા દેશમાંથી કોરોનાની ત્રીજી લહેર ખતમ થઈ જશે તેવી પણ શકયતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં જ્યારથી ત્રીજી લહેરને લઈ કોરોનાના કેસ વધવાની શરૂઆત થઈ એટલે કે ગત 7 જાન્યુઆરીથી રાજ્યનું આરોગ્ય વિભાગ કેસને લઈ મોનીટરીંગ કરી રહ્યું છે.
આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારીઓ સાથે વિડિઓ કોંફરન્સ દ્વારા રિવ્યુ બેઠકો પણ કરી રહ્યા છે એવી જ રીતે એશિયાની નંબર વન એવી સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ સાથે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ સાથે પણ સતત આરોગ્ય વિભાગ પરામર્શ કરતું રહે છે. જોકે છેલ્લા પાંચ-છ દિવસથી કોરોનાના કેસનો ગ્રાફ નીચો જઈ રહ્યો છે.
પાંચ દિવસ પહેલા રાજ્યમાં 21 હજાર ઉપર કેસ નોંધાયા હતા તે ગઈકાલે 24 કલાક દરમિયાન કેસનો આંક 16 હજાર આસપાસ રહ્યો હતો. કેસમાં થઈ રહેલા ઘટાડાને જોતા હવે રાજ્યમાં કોરોનાના કેસનો આંક હવે 25 હજાર ઉપર નહિ જાય તેવું અનુમાન ડોકટર્સ લગાવી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના મીડિયા કન્વીનર ડો. મુકેશ મહેશ્વરી જણાવે છે કે ગુજરાત સરકાર અને લોકો માટે હાલ રાહતનો શ્વાસ લેવા જેવી સ્થિતિ છે.
જે રીતે અનુમાન હતું કે જાન્યુઆરીના અંત સુધીમાં પીક આવી જશે તેવું જ જોવા મળી રહયુ છે. 31 જાન્યુઆરીના અંત સાથે ત્રીજી લહેરનો અંત આવશે. જો કે ત્યાર પછી પણ બે અઠવાડિયા સુધી લોકોએ ધ્યાન રાખવું પડશે. ત્યારબાદ નિયંત્રણઓમાંથી છુટકારો મળી શકે. જે રીતે કોરોનાં કેસનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તે જોતા હવે ગુજરાતમાં કોરોનાના કેસ 25હજારને પાર નહીં જાય.
આ પણ વાંચોઃ-Ahmedabad news: પતિએ પત્નીના ગળાના ભાગે બ્લેડના ઘા મારી હત્યા કરી, આરોપીએ પોલીસને જણાવ્યું હત્યાનું કારણપહેલા દિલ્હી, મુંબઈ માં પીક આવી હવે ગુજરાત, પુણે અને હૈદરાબાદનો વારો છે. આરોગ્ય2 અધિકારીઓ ટેસ્ટીગ દોઢ લાખ સુધી લઈ ગયા અને મેડિકલ સ્ટોર પર પણ 50 હજારથી 1 લાખ સુધીના કીટ વેચાઈ હશે. હાલ જે રીતે કેસ ઘટવા સાથે મોતનો આંક વધી રહ્યો છે તેનું સાયન્ટિફિક રિઝન છે પીક આવે એટલે ઇન્ફેક્શન રેટ એક સાથે દેખાય.
આ પણ વાંચોઃ-surat crime news: ફેસબુક પર પરિચયથી 8 વર્ષની દીકરીની વિધવા માતાને પ્રેમજાળમાં ફસાવીને કર્યું યૌનશોષણ
અત્યારે જે ડેથના કેસ આવે છે તે 10 15 દિવસ પહેલા દાખલ થયેલા દર્દીઓના છે. ગુજરાત બાદ દેશમાં 15 ફેબ્રુઆરી સુધીમા દેશમાંથી કોરોનાની ત્રીજી લહેર ખતમ થઈ જશે તેવી પણ શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
Published by:
ankit patel
First published:
January 26, 2022, 11:31 PM IST