ગુજરાતના દરિયા કાંઠેથી ATSએ 3 વર્ષમાં 3500 કરોડનું ડ્રગ્સ પકડ્યું! ફિલ્મોને આટી મારે એવી કહાણી


Updated: September 20, 2021, 10:43 PM IST
ગુજરાતના દરિયા કાંઠેથી ATSએ 3 વર્ષમાં 3500 કરોડનું ડ્રગ્સ પકડ્યું! ફિલ્મોને આટી મારે એવી કહાણી
પોરબંદરના દરિયામાંથી મળી આવ્યું ડ્રગ્સ ઈરાની બોટ સાથે સાત શખ્સો ઝડપાયા

Gujarat ATS Drugs Operation: પોરબંદરમાંથી ગઈકાલે ઝડપાયેલા ડ્રગ કેસમાં 2 ઈરાની અને એક પાકિસ્તાન માફિયાનું નામ આવ્યું સામે

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : દેશના યુવાધનને બરબાદ કરવા દેશમાં ડ્રગ (Drugs Racket) ઘુસાડવા વારંવાર પ્રયત્ન કરવા માં આવે છે, ત્યારે વધુ એક વાર ગુજરાતATS અને કોસ્ટ ગાર્ડ એ પોરબંદ ના દરિયામાં થી 30-35 કિલો હેરોઇન સાથે 7 લોકોની (Gujarat ATS Indian Cost Guard Caught Drugs fromPorbandar Sea) ધરપકડ કરવામાં આવી છે. આ બોટ ઈરાનથી (Iranina Boat) આવતું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના દરિયાઈ માર્ગેથી ડ્રગ ઘુસાડવા અનેક વાર પ્રયત્ન કરવા માં આવે છે પરંતુ પોલીસ અને અન્ય એજન્સી દ્વારા તેને પકડી પાડવા માં આવી રહ્યું છે. . ગુજરાતનો કાંઠો જાણે કે ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ બની ગયો હોય તેમ અહીંયાથી 3500 કરોડનું ડ્રગ્સ છેલ્લા ત્રણ વર્ષમાં પકાડયું છે. ગઈકાલે પણ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે ડ્રગ્સનો મોટો જથ્થઓ પકડ્યો છે. ગુજરાતના દરિયા પર આતંકવાદીઓનો 'ડોળો' છે માફિયાઓ દેશના યુવાધનને બરબાદ કરી કરોડો રૂપિયા રળી લેવાના મનસૂબા ધરાવે છે જેને વારંવાર એટીએસ નાકામ કરી રહ્યુ છે.

બનાવની વિગતો એવી છે કે  ઈરાનથી (Iran Boat With Petrol Caught with Heroin) પેટ્રોલની આડ માં ડ્રગ આવી રહ્યું હોવાની માહિતીATSને મળી હતી અને જે માહિતીના આધારે ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં એક ઓપરેશન હાથ ધરી 7 ઈરાની લોકો (Seven Irani Caught With Heroin) સાથે ડ્રગનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.  કેસની તપાસ માં સામે આવ્યું છે કે ઈરાનના 2 ડ્રગ માફિયા ઇમામ બક્ષ અને ખાનસાબ સાથે મળી પાકિસ્તાનના ડ્રગ માફિયા ગુલામ ભેગા મળીને ડ્રગ નું સપ્લાય કરતા હતા.

જુમ્મા બોટ પકડાઈ છે તે આ પેહલા મસ્કટ,યમન,ટાનઝાનીયા સહિત અનેક દેશો માં મોકલી ચુક્યા છે.


ઇમામ બક્ષ ના માલિકી નું બોટ જુમ્મા મારફતે પેહલા શ્રીલંકા મોકલવાના હતા પરંતુ ત્યાર બાદ ઈમામ બક્ષ દ્વારા સૂચના આપવા માં આવી કે ડ્રગને પંજાબ મોકલવાનું છે અને જે માટે ગુજરાત અથવા મહારાષ્ટ્ર દરિયા કાંઠે ઉતારવાની વ્યવસ્થા કરવા માં આવી રહી છે.

આ પણ વાંચો : ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું દરિયામાં દિલધડક ઓપરેશન, ઈરાની બોટમાંથી કરોડોનું ડ્રગ્સ પકડ્યું

મહત્વ ની વાત તો એ છે કે છેલ્લા વર્ષ 2018 થી 2021 સુધીમાં ATS દ્વારા દરિયા મારફતે 700 કિલો ડ્રગ જેની કિંમત 3500 કરોડ ગણી શકાય તેટલું પકડી પાડવામાં આવેલ છે અને જેના થી ખયાલ આવે છે કે ગુજરાત ના દરિયા માર્ગ નો ઉપયોગ થઈ રહ્યો છે. બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે જે જુમ્મા બોટ પકડાઈ છે તે આ પેહલા મસ્કટ,યમન,ટાનઝાનીયા સહિત અનેક દેશો માં મોકલી ચુક્યા છે.

નોંધનીય છે કે ATSની સાથો સાથ મુદ્રા પોર્ટમાંથી DRIએ એ હેરોઇનનો મોટો જથ્થો પકડી પાડેલ છે અને જેમાં આંકડો 10 હજાર કરોડથી વધુ જવાની શક્યતા છે જે મામલે આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં પણ દરોડા પાડી કાર્યવાહી કરી રહી છે અને વધુ કન્ટેનર આવે તેવી શકયતા છે. હાલ ગુજરાત માં પકડાયેલ અલગ અલગ દિશાઓ માં તપાસ કરી રહી છે.
Published by: Jay Mishra
First published: September 20, 2021, 10:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading