US-Canada border પર મોતને ભેટેલા પટેલ પરિવારના ચાર મૃતદેહો ક્યારે વતન આવશે? DGPએ શું કહ્યું?
News18 Gujarati Updated: January 26, 2022, 8:41 PM IST
મૃતક પટેલ પરિવારની તસવીર
Gujarati family died at US-Canada border: ગાંધીનગર (Gandhinagar)ના કલોલ તાલુકાના ઢિંડુચા ગામના પટેલ પરિવાર (Patel Family)ના 4 સભ્યોના મોત નિપજ્યા હતા. માઇનસ 35 ડીગ્રી ઠંડીમાં ઠુંઠવાઈને આખો પટેલ પરિવાર (Patel family) મોતને ભેટતા આખો મામલો દેશ-દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
અમદાવાદઃ થોડા દિવસો પહેલા ગેરકાયદેસર રીતે યૂએસ-કેનેડા બોર્ડર (US-Canada border) પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ગુજરાત (Gujarat)માંથી એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થયા હતા. ગાંધીનગર (Gandhinagar)ના કલોલ તાલુકાના ઢિંડુચા ગામના પટેલ પરિવાર (Patel Family)ના 4 સભ્યોના મોત નિપજ્યા હતા. માઇનસ 35 ડીગ્રી ઠંડીમાં ઠુંઠવાઈને આખો પટેલ પરિવાર મોતને ભેટતા આખો મામલો દેશ-દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્ય પોલીસે (Gujarat Police) પણ આ મામલે નિષ્પક્ષ તપાસ માટે સીઆઇડીને તપાસ સોંપી છે. મામલાની સ્વતંત્ર રીતે તપાસ કરવા અને ગેરકાયદેસર માનવ તસ્કરીનો ધંધો ચલાવતા લોકોની ગેંગનો પર્દાફાશ કરવા CIDને જણાવાયું છે.
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) આશિષ ભાટિયા (DGP Ashish Bhatia)એ જણાવ્યું હતું કે રાજ્યના CID-ક્રાઈમના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ને ગુજરાતમાં આ કામમાં સંડોવાયેલી સક્રિય ગેંગના સભ્યોને શોધી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર કેસ યુએસ અને કેનેડિયન અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે.
ત્યારે આ મામલે કેનેડામાં સ્થાયી થયેલ નાગરીકનું કહેવું છે કે, ગુજરાતીઓ કેનેડામાંથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂષણખોરી કરે છે, ત્યારે આ સંદર્ભે ભારત સરકાર અને કેનેડા સરકારે આ દિશામાં તપાસ કરવી જોઇએ. જણાવી દઇએ કે, આ મામલે ભારતીય વિદેશ મંત્રાલય પણ કેનેડાના સતત સંપર્કમાં છે. તેની સાથે સાથે મૃતકોના પરિવારજનો પાસે પણ તપાસ ચાલી રહી છે.
હવે આ મામલે કેનેડામાં રહેતા લિગલ બાબતોના જાણકારોનું કહેવું છે કે, હવે તો કાયદાકીય રીતે ઇન્કવાચરી ચાલશે, જે કસુરવાર નામ હશે તે બહાર આવશે અને તે જરૂરી પણ છે. આ એક છેતરપિંડી પ્રકારનો કેસ છે અને ઇમિગ્રેશનના સંદર્ભમાં આ તમામ લોકો પકડાવા જોઇએ અને પોલીસ સત્તાવાર બહાર લાવશે.
આ અંગે કેનેડાના વિનીપેગમાં સ્થાયી થયેલા વેપારીનું કહેવું છે કે, ભારતીય દુતાવાસ અને સ્થાનિક તંત્ર આ કેસ પર કામ કરી રહ્યું છે. દુતાવાસે આ અંગે પણ સ્ટેટમેન્ટ આપી દીધું છે, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ સાથે કામ કરી રહ્યા છે. અહીંના કાયદા એવા છે કે, તેઓ માહિતી કે મૃતદેહ એટલા જલ્દી નહીં સોંપે. આ ઘટના બાદ બંને દેશોના ઇમિગ્રેશનના નિયમો વધુ કડક કરાશે તેવી જાણકારી પણ સામે આવી રહી છે.
આ પણ વાંચોઃ-kutch news: ગાંધીધામના કાર્ગો પાસે ટ્રક નીચે છકડો ચગદાયો, ત્રણના કમકમાટી ભર્યા મોતઆ મામલે DGP ભાટિયાએ જણાવ્યું હતું કે,"હાલ સુધી ગુજરાત પોલીસ આ મામલાની સમગ્ર તપાસમાં સામેલ નથી. જોકે અમે માનવ તસ્કરી વિરોધી એકમને આ બાબતે તપાસ કરવા જણાવ્યું છે. અમે જાણીએ છીએ કે મોટા ભાગના લોકો અહીંથી અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે તે સામાન્ય રીતે કાનૂની માર્ગ દ્વારા કરે છે.
આ પણ વાંચોઃ-Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂડબોલની જેમ હવામાં ઉછળ્યું
જો અમને ગેરકાયદેસર ઈમિગ્રેશન રેકેટમાં લોકોની સંડોવણી જણાશે તો અમે તેમની સામે પગલાં લઈશું. તેમણે કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મૃતક ગેરકાયદેસર રીતે કેનેડા ગયો હતો કે કાયદેસર રીતે પ્રવાસી વિઝા મેળવ્યા બાદ ત્યાં ગયો હતો.
Published by:
ankit patel
First published:
January 26, 2022, 8:15 PM IST