ગુજરાતમાં સ્વિમિંગ પુલ જનાર વ્યક્તિ કોરોના ટેસ્ટ અથવા વેકિસન ડોઝ લેવો ફરજિયાત? 


Updated: July 18, 2021, 9:57 PM IST
ગુજરાતમાં સ્વિમિંગ પુલ જનાર વ્યક્તિ કોરોના ટેસ્ટ અથવા વેકિસન ડોઝ લેવો ફરજિયાત? 
ફાઈલ તસવીર

Gujarat news: રાજ્યમા કોરોના મહામારીમાં પગલે અનેક સેવા અને પ્રવૃત્તિઓ પર મોટી અસર પડી છે . કોરોના પગલે ક્લબો પાર્ટી પ્લોટ સહિત વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, જીમ સહિત પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકાયો હતો. આગામી 20 જુલાઇ-2021થી રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમિંગ પૂલ 60 ટકા કેપેસિટી સાથે શરૂ કરવા નિર્ણય કરાયો છે.

  • Share this:
અમદાવાદઃ કોરોના મહામારીના (corona pandemic) પગલે બંધ રહેલા સ્વિમિંગ પૂલ અને વોટર પાર્ક (Swimming pool and water park) ફરી એકવાર શરૂ થશે. 60 ટકા કેપિસીટી સાથે સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. આગામી 20 જૂલાઇથી સરકારની ગાઇડ લાઇન (Government corona guiline) મુજબ વ્યવસ્થા કરવાની રહેશે. અમદાવાદમા આવેલા ક્લબો અને એએમસી સ્વિમિંગ પુલમાં સાફ સફાઇ અને ચાલુ કરવાની તૈયારી શરૂ કરાઇ છે.

રાજ્યમા કોરોના મહામારીમાં પગલે અનેક સેવા અને પ્રવૃત્તિઓ પર મોટી અસર પડી છે . કોરોના પગલે ક્લબો પાર્ટી પ્લોટ સહિત વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, જીમ સહિત પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકાયો હતો. પરંતુ  મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં આગામી 20 જુલાઇ-2021થી રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમિંગ પૂલ 60 ટકા કેપેસિટી સાથે શરૂ કરવા નિર્ણય કરાયો છે.

કર્ણાવતી ક્લબના સેક્રેટરી કેતનભાઇ પટેલ જણાવ્યુ હતુ કે ક્લબમા પણ સ્વિમિંગ પુલ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કર્ણાવતી ક્લબમાં સ્વિમિંગ પુલ કરવાન વ્યક્તિએ બે વેકિસન અથવા એક વેકિસન ડોઝ ફરજીયાત લેવો પડશે . તેમજ જો વેકિસન ના લીધી હોય તો આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત રહેશે. તે વ્યક્તિ જ સ્વિમિંગ કરી શકશે . તેમજ અહીં સરકારે ભલે 60 ટકા કહ્યું પરંતુ ક્લબ દ્વારા 50 ટકા કેપેસીટી સાથે સ્વિમિંગ પુલ શરૂ કરાશે.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

ક્લબમાં સભ્યો પહેલાથી જાગૃત છે કે તેઓ વેકિસન લઇ લીધી છે. આ સાથે ક્લબના કર્મચારીઓને પણ વેકિસન લઇ લેવામાં આવી છે. કોરોના સમયથી જ ક્લબના સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઇડ લાઇન પાલન થઇ રહ્યું છે. સરકારે સ્વિમીગ પુલ ખોલવાની છુટછાટ આપી છે પરંતુ કર્ણાવત ક્લબ દ્વારા પહેલાથી નિયમો બનાવી દેવાય છે . સ્વિમીગ પુલમાં આવનાર વ્યક્તિ તમામ નિયમ પાલન કરવાના રહેશે . આ ઉપરાત શિફ્ટ વાઇઝ સ્વિમીગ સભ્યો કરી શકશે.આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોની પ્રર્વતમાન સ્થિતીના થઇ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પણ તમામ સ્નાનાગારમાં સફાઇ ચાલી રહી છે.

જે પણ વ્યક્તિ સ્નાનાગારમાં પ્રવેશ ઇચ્છતો હશે તેઓ પાસે કોરોના વેકિસનનો આગ્રહ ચોક્કસ રાખવામા આવશે. તેમજ આરટીપીસીઆર ટેસ્ટ પણ આગ્રહ રખાશે. કોરોના વેકિસન ડોઝ ફરજીયાત નહી હોય પરંતુ જે સરકાર દ્વારા ગાઇડ લાઇન જાહેર કરાઇ છે તેનું ચુસ્ત પાલન ચોકક્સ કરવું પડશે.
Published by: ankit patel
First published: July 18, 2021, 9:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading