Ahmedabad news: રાજા રજવાડાઓએ નિહાળી આ રાજવૈદ્યની બનાવેલી તસવીરો, તમે પણ જોઈ લો


Updated: January 17, 2022, 12:47 AM IST
Ahmedabad news: રાજા રજવાડાઓએ નિહાળી આ રાજવૈદ્યની બનાવેલી તસવીરો, તમે પણ જોઈ લો
ચિત્ર પ્રદર્શન

Ahmedabad news: ભારતના ઇતિહાસમાં (Indi) ગાંધીજીને મહાત્માનું બિરુદ આપીને ગોંડલને ગૌરવ અપાવ્યું હતું તેવા ગોંડલની જગવિખ્યાત સંસ્થા શ્રી ભુવનેશ્વરી પીઠ મંદિરના (Shri Bhubaneswari Peeth Mandir, a world famous institution of Gondal) વંશજ રવિ દર્શન જી દ્વારા આ પેઇન્ટિગ તૈયાર કરવામાં આવી હતી.

  • Share this:
અમદાવાદઃ આજે ગુજરાત ભરના રોયલ પરિવાર (royal family) એકત્ર થયા હતા. ડોક્ટર રવિ દર્શન જી દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રો પ્રદર્શિત (Pictures displayed) કરવામાં આવ્યા હતા. શ્રીરામની (shree ram) રાહ જોતા શ્રીલંકામાં સીતાજી હોય કે પછી રામાયણમાં (Ramayana) જેનું સાવ ઓછું વર્ણન થયું છે તેવા ઉર્મિલા જી હોય રાવણને સમજાવતી મંદોદરી કે પછી દ્વારિકામાં કૃષ્ણને (loard krishna) કરગરતી મીરા જેવા અસંખ્ય નાટ્ય ચિત્રો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ભારતના ઇતિહાસમાં (Indi) ગાંધીજીને મહાત્માનું બિરુદ આપીને ગોંડલને ગૌરવ અપાવ્યું હતું તેવા ગોંડલની જગવિખ્યાત સંસ્થા શ્રી ભુવનેશ્વરી પીઠ મંદિરના વંશજ રવિ દર્શન જી દ્વારા આ પેઇન્ટિગ તૈયાર કરવામાં આવી હતી.

આજે આ ચિત્રોને જોવા માટે ગોંડલ બાલાસિનોર છોટા ઉદેપુર ના રાજવી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે ડૉ.રવિદર્શનજીના કહેવા પ્રમાણે પ્રવાસ દરમિયાન પોતાની કલ્પના અનુસાર તેમને ચિત્રો કંડાર્યા છે. એટલું જ નહિ તેઓ શ્રીલંકા અને થાઈની કલ્પના પણ ચિત્રો માં પરોવી શક્યા છે. તો આ અંગે ગોંડલ હવામહેલ ના રાજ કુવર જ્યોતિર્મય સિંહ જાડેજાના કહેવા પ્રમાણે તેમને આવી કલ્પના ક્યારેય જોઈ નથી ચિત્રોમાં આ તમામ કલ્પના રંગ પુરે છે જ્યારે માંડવ ગઢ દરબાર સાહેબ ના જણાવ્યા પ્રમાણે ડૉ.રવિદર્શનની કલા.

ચિત્ર પ્રદર્શન


કોણ છે ડૉ.રવિદર્શનજી? 
ગોડલની જગવિખ્યાત સંસ્થા શ્રી ભુવનેશ્વરી પીઠ મંદિર અને તેનો 117 વર્ષનો જળહળતો ઈતિહાસ સૌ કોઈ જાણે છે. આદ્યસ્થાપક રાજવૈદ આચાર્યશ્રી ચરણ તીર્થ મહારાજે ધર્મ અને ભારતવર્ષના ઇતિહાસમાં ગાંધીજીને મહામાંનું બિરુદ આપી ગોંડલ ને ગૌરવ પ્રાપ્યું હતું. ત્યાર બાદ તેમના પુત્ર ગોપાલરત્ન આચાર્ય શ્રી ધનશ્યામજી મહારાજે આ પરંપરા આગળ વધારી, આર્યુવેદ, ધર્મ, ગૌસંવર્ધન, અશ્વસંવર્ધન વગેરે અનેક પ્રવૃત્તિઓ થી ગોંડલ ને સમગ્ર વિશ્વના નકશા પર પ્રચલિત કર્યું.

૧૮૯૭માં હોમિયોપેથીક મેડીકલ ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી આ સમગ્ર સંસ્થાની જવાબદારી તેમના પુત્ર ડૉ.રવિદર્શનજી એ સંભાળી હતી નાનપણ થી જ કલાપ્રેમી હોવાથી તેઓ ચિત્રકલા માં રુચિ ધરાવતા હતા. આ રુચિ પોતાની જાતમહેનતથી તેમને ચિત્રકલા ને આગળ વધારી. ભારત વર્ષના ખ્યાતમાન ચિત્રકાર રાજા રવિવર્માને પોતાના ગુરુ તરીકે સ્વીકારી તેમની શૈલી અપનાવી.
ચિત્ર પ્રદર્શન


જાણે સોળે શણગાર સજીને શ્રી કૃષ્ણની રાહ જોઈ રહેલા રુકમણીજી, શ્રી કૃષ્ણના વિયોગમાં તેની લીલામાં રચ્યા રાધા અને ગોપીઓ, શ્રી રામની રાહ જોતા શ્રીલંકામાં સીતાજી હોય કે પછી રામાયણમાં જેનું સાવ ઓછું વર્ણન થયું છે તેવા ઉર્મિલા હોય રાવણને સમજાવતી મંદોદરી કે દ્વારિકામાં કૃષ્ણ ને કરગરતી મીરા, સુભદ્રાને રણનીતિ સમજાવતા કૃષ્ણ, રામના રાજ્યાભિષેકની તૈયારી કરતા ભરત અને માંડવી ખાવા તો અસંખ્ય નાટ્યચિત્રો તૈયાર કર્યા છે અદભુત વિરાટ મણીદ્વિપમાં બિરાજમાન ભુવનેશ્વરી અને અર્ધનારેશ્વર સહદેવો નૃત્ય દ્વારા સૃષ્ટિનું સર્જન. આવા અનેક અદભુત ચિત્રો રામાયણ, મહાભારત, દેવી ભાગવત તથા આપણા ભારત વર્ષના ધાર્મિક ગ્રંથોમાં દર્શાવેલ પાત્રોને ઇન્ડોવેસ્ટર્ન સ્ટાઇલ માં તેમની ગોંડલ સ્થિત હિં ક્રીએશન આર્ટગેલેરીમાં પ્રદર્શિત કરેલ છે.

ચિત્ર પ્રદર્શન


આ ચિત્રો તેમના રંગોનો ઉત્સવ સામાન છે. તેમના નાનપણ થી સમગ્ર જીવન દરમ્યાન તેમના સંસ્મરણોનો સંગ્રહ માંથી સર્જનાત્મક કળાકૃતિઓ બનાવવામાં આવી છે. આ ચિત્રો બનાવવા માટેના પ્રેરણા અનેક છે. તેમની મનગમતી ફિલ્મોના દ્રશ્યો, સંગીત, તેમની યાત્રાઓ દરમ્યાન પ્રેરિત સુંદર સ્થળો રાજમહેલની કારીગરી તથા તેની અંદરના ભવ્ય ઇન્ટીરીયર, ઉત્કૃષ્ટ કલાકારી ધરાવતા અલંકારો, ભિન્ન ભિન્ન ભારત તથા વિદેશી સંસ્કૃતિઓ, જગ વિખ્યાત સંગ્રહાલયો માંથી પ્રેરિત કલાકૃતિઓ, અંગત સંગ્રહ કરેલી અને પારિવારિક પોશાકો વિગેરે અનેક પ્રેરણા લેવામાં આવી છે.

ચિત્ર પ્રદર્શન


તાજેતરમાં વડોદરા કિર્તીમંદિર પેલેસ ખાતે ભવ્ય આર્ટ પ્રદર્શન કરેલ જેમાં નામદાર રાજમાતા સાહેબ શુભાંગીની રાજે, નામદાર મહારાજા સમરજીતસિંહજી ગાયકવાડ સાહેબ, નામદાર મહારાણી રાધિકા રાત્રે તેમજ સમગ્ર ગાયકવાડ પરિવાર ઉપસ્થિત રહેલ અને તેમના કામને બિરદાવેલ તથા દિલ્હી બિકાનેર હાઉસમાં પણ ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
Published by: ankit patel
First published: January 17, 2022, 12:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading