'વિપક્ષ પાસે વિરોધ કરવા સિવાય કંઈ બચ્યું નથી,' સ્કૂલો ખોલવા સામે વિરોધ મામલે મહેસૂલ મંત્રીનું નિવેદન


Updated: January 11, 2021, 2:03 PM IST
'વિપક્ષ પાસે વિરોધ કરવા સિવાય કંઈ બચ્યું નથી,' સ્કૂલો ખોલવા સામે વિરોધ મામલે મહેસૂલ મંત્રીનું નિવેદન
ગુજરાતમાં 10 મહિના પછી સ્કૂલો ખુલી.

Gujarat School Reopen: રાજ્યમાં ફરી શાળાઓમાં ધમધમાટ શરૂ થયો છે, અમદાવાદમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા વિવિધ જગ્યાએ મંત્રીઓ અને અધિકારીઓ પહોંચ્યા હતા.

  • Share this:
અમદાવાદ: રાજ્ય કોરોનાના કેસ (Coronavirus case Gujarat) ઘટતા 10 મહિનાના લાંબા અંતરાય બાદ ફરી શાળાઓ ધમધમતી (Gujarat schools reopen) થઈ છે. જોકે, શાળા ખોલવાની હજુ રાહ જોવાની અને વેકેશન બાદ શાળા ખોલવાની જરૂર હતી તેવા વિપક્ષના વિરોધ સામે મહેસૂલ મંત્રી (Gujarat revenue minister Kaushik Patel)એ એક નિવેદનમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓ સાથે કોઈ ખીલવાડ કર્યો નથી. વિપક્ષ પાસે વિરોધ કરવા સિવાય કંઈ બચ્યું નથી.

રાજ્યમાં ફરી શાળાઓમાં ધમધમાટ શરૂ થયો છે. અમદાવાદમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા વિવિધ જગ્યાએ મંત્રીઓ અને અધિકારીઓ પહોંચ્યા હતા. મહેસૂલ મંત્રી કૌશિક પટેલ નારણપુરાની નેશનલ સ્કૂલમાં, જ્યારે વિભાવરીબેન દવે સાણંદની C.K વિદ્યાલયમાં, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વસ્ત્રાલની અર્પણ સ્કૂલમાં તો ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ડોમિનોઝ પીઝાના ડિલિવરી બોયની 'ગંદી' હરકત કેમેરામાં કેદ, વીડિયો વાયરલનારણપુરાની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આવકારવા પહોંચેલા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં વર્તમાન સમયમાં કોરોનાને નાથવા આપણે મહદઅંશે સફળ રહ્યા છીએ. સ્કૂલો શરૂ કરવામાં ઉતાવળ કરી હોવાની દલીલ તેમજ વેક્સીનેશન બાદ શાળાઓ શરૂ કરવાના વિપક્ષની માંગણી પર તેમણે જણાવ્યું કે, સરકારે વિદ્યાર્થીઓ સાથે કોઈ ખીલવાડ નથી કરી. વિપક્ષ પાસે વિરોધ કરવા સિવાય કંઈ બચ્યું નથી. તેમને બોલવાની આદત છે. સરકાર સારું કામ કરી રહી છે. એટલે જ કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં ત્યાંની સરકારે શું કર્યું તે પણ જોવું જોઈએ.

આ પણ વાંચો: રાજકોટ: 'તેરી ગલિયો મેં ના રખેંગે કદમ, આજ કે બાદ,' પ્રેમીએ પ્રેમિકાની સામે ઝેરી દવા ગટગટાવીહરિયાણામાં સંક્રમણ વધતા સ્કૂલો ફરી બંધ કરવી પડી તે અંગે તેમણે જણાવ્યું કે, આપણે સારું વિચારીએ. બધું સારું થશે. તેમણે એમ પણ ઉમેર્યું કે, 10 મહિનાથી શાળામાં શિક્ષણ કાર્ય બંધ હતું. માટે વિદ્યાર્થીઓએ જે અભ્યાસ રહી ગયો છે તે માટે વિદ્યાર્થીઓએ સમયનો ઉપયોગ અને મહેનત કરી બેલેન્સ કરવું પડશે. મહત્ત્વનું છે કે શાળાઓ શરૂ થતાં જે વિદ્યાર્થીઓ શાળાએ નથી આવી શક્યા તેમના માટે ઑનલાઇન અભ્યાસનો વિકલ્પ પણ શાળાઓએ ચાલુ રાખ્યો છે.
Published by: Vinod Zankhaliya
First published: January 11, 2021, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading