સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે 'રેડ એલર્ટ'ની આગાહી હટાવી

News18 Gujarati
Updated: September 15, 2021, 5:01 PM IST
સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે 'રેડ એલર્ટ'ની આગાહી હટાવી
સેટેલાઇટ તસવીર

Gujarat rain forecast: ઓડિશા (Odisha)માં જે સિસ્ટમ સક્રિય બની હતી તે ગુજરાત તરફ આવી રહી હતી જેના પગલે આ એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સિસ્ટમ ફંટાઈ જવાને પગલે હવે રેડ એલર્ટની આગાહી પરત લેવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ: સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ (Heavy rain in Saurashtra) પડ્યો છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં પડેલા સાંબેલાધાર વરસાદને (Jamnagar heavy rain) પગલે ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. બીજી તરફ હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી (Gujarat weather forecast) આપી હતી. જેમાં પણ રાજકોટ (Rajkot), જૂનાગઢ (Junagadh) અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં રેડ અલર્ટ (Red alert warning for Saurashtra) એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હવી. આ આગાહી હવામાન વિભાગે (Weather department) હટાવી લીધી છે.

આ વિસ્તારોમાં હવે ભારેથી અતિભારે નહીં પરતું ભારે વરસાદ પડશે. ઓડિશા (Odisha)માં જે સિસ્ટમ સક્રિય બની હતી તે ગુજરાત તરફ આવી રહી હતી, જેના પગલે આ એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સિસ્ટમ ફંટાઈ જવાને પગલે હવે રેડ એલર્ટની આગાહી પરત લેવામાં આવી છે. જોકે, રેડ એલર્ટની આગાહી હટાવી લેવામાં આવી હોવા છતાં આગામી ત્રણ દિવસ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

દિવસ પ્રમાણે આગાહી:

15-09-2021: આણંદ, સુરત, ભરૂચ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.

16-09-2021: ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકો, બોટાદના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

17-09-2021: ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.18-09-2021: આ દિવસે ગુજરાતના મોટભાગના વિસ્તારોમાં વરસાદ નહીં રહે.

19-09-2021: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના અપડેટ્સ:

દેવભૂમિ દ્વારકા: ભાણવડ પાસે આવેલો વર્તું-2 ડેમ ઓવરફ્લો થતાં સલામતીના ભાગરૂપે ડેમનાં પાંચ દરવાજા ખોલાયા છે. વર્તું 2 ડેમના પાંચ દરવાજા ખોલતા રાવલ ગામ બેટમાં ફેરવાયું છે. રાવલ ગામના મુખ્ય માર્ગો તથા બજારોમાં ભરાયા પાણી છે. રાવલથી ચન્ડ્રવડા ગામ તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. તો ભૂતનાથ મહાદેવ મંદિર પાસેના પુલ પર પાણી ફરી વળ્યું છે. લોકો કમર ડૂબ પાણીમાં ચાલીને જીવના જોખમે પુલ પાર કરતા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા છે.

પોરબંદર: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પાણી પોરબંદરમાં આવ્યા છે. પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલ છે. ઘેડ વિસ્તારમાં પાણી ઓસરતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. ખડપીઠ, મફતીયાપરા, કડીયા પ્લોટ, મીલપરા, કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

પોરબંદરના ઘેડ વિસ્તારના ગામો બેટમાં ફેરવાયા છે. ભાદર અને મધુવંતી સહિતની નદીઓના પાણી ખેતરો અને ગામોમાં ફળી વળ્યા છે. પાણી ભરાવાને પગલે ઘેડ પંથકનુ મંડેર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઘેડ પંથકના ગામડાઓને એકબીજા સાથે જોડતા રસ્તાઓ પાણીમાં ગરક થઈ થતાં જનજીવન પર માઠી અસર પહોંચી છે.

આ પણ વાંચો: રાજકોટ: કાર સાથે પાણીમાં તણાયેલા જાણીતા ઉદ્યોગપતિની લાશ મળી આવી, રવિવારે મિત્રો સાથે કરી હતી વિઘ્નહર્તાની પૂજા

રાજકોટ: ભારે વરસાદ બાદ રાજકોટમ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નુકસાન અંગે સર્વે શરૂ કરાયો છે. કૃષિ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર સહિતના અધિકારીઓએ લોધિકા તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી છે. જે ગ્રામ્ય વિસ્તારમાં વધુ નુકસાની હશે ત્યાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લોધીકા ઉપરાંત ગોંડલ, જામકંડોરણા તાલુકાના ગામોમાં સર્વેની કામગીરી શરૂ થઈ છે.

ગીર સોમનાથ: જિલ્લાના રાવલ ડેમના બે દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે. રાવલ ડેમના ઉપરવાસમાં વરસાદના કારણે ડેમ લેવલ જાળવવા દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત હિરણ-2 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં આવેલા 13 ગામને એલર્ટ કરી દેવામં આવ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: September 15, 2021, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading