પોલીસ કર્મચારીઓનાં ગ્રેડ પે મામલે હેડ કોન્સ્ટેબલનો ઉપવાસ, AAP અને પોલીસ પરિવારનો હલ્લાબોલ


Updated: October 26, 2021, 7:58 AM IST
પોલીસ કર્મચારીઓનાં ગ્રેડ પે મામલે હેડ કોન્સ્ટેબલનો ઉપવાસ, AAP અને પોલીસ પરિવારનો હલ્લાબોલ
હેડ કોન્સ્ટેબલનાં ઉપવાસ પર આપ અને કોન્સ્ટેબલનાં પરિવારનો હોબાળો

પોલીસ કર્મચારીઓના (Gujarat Police) ગ્રેડ પે નો મામલો , બાપુનગર હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ પંડ્યા વિધાનસભાના પગથિયે ઉપવાસ પર ઉતર્યા હતા ત્યારે જ્યાં ઉપવાસી હાર્દિક પંડ્યાને રાખવામાં આવ્યા છે તે LCB કચેરીએ મોડી રાત્રે આમ આદમી પાર્ટી (Aam Admi party)અને પોલીસ પરિવારોનો (Police Family)હલ્લાબોલ જોવા મળ્યો હતો.

  • Share this:
આખા રાજ્યમાં સૌથી ઓછો ગ્રેડ પે ધરાવતા પોલીસ કર્મચારીઓના (Gujarat Police Grade Pay) પગાર મામલે છેલ્લા કેટલાક વિર્ષોથી ચાલી રહેલા ડિજિટલ આંદોલનમાં સોમવારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં (Bapunagar Police Station) ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ દુર્ગાશંકર પંડ્યા અચાનક જ ગાંધીનગર સ્થિત વિધાનસભાના પગથીયા પર આવીને ઉપવાસ પર બેસી જતા ધમાચકડી થઇ ગઇ હતી.

આ હેડ કોન્સ્ટેબલને પકડીને પોલીસ કર્મચારીઓ જ ગાંધીનગર LCBમાં લઇ ગયા હતા , જ્યાં હવે આમ આદમી પાર્ટીનાં કાર્યકરો તેમજ કેટલાક પોલીસ પરિવારોએ ત્યાં હલ્લાબોલ કર્યો છે ,અને હેડ કોન્સ્ટેબલને કંઇ ન થવું જોઇએ તેવી ઉગ્ર માંગ કરી હતી. આ સાથે તેને ગાંધીનગરનાં સેક્ટર 28 માં આવેલી લોકલ ક્રાઇમ બ્રાંચની કચેરીમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સોમવારની મોડી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકરો પહોંચી ગયા હતાં અને કેટલાક પોલીસ પરિવારો પણ અહીંયા ઉમટી પડ્યા છે .અમદાવાદના બાપુનગરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ દુર્ગાશંકર પંડ્યા ગત ભરી બપોરથી વિધાનસભાનાં પગથીયે ઉપવાસ પર ઉતરી ગયા હતા ત્યારે પોલીસ કર્મચારીઓ જ તેને પકડીને એલસીબી કચેરી ખાતે લઇ આવ્યા હતા.

મોડી રાત્રે આમ આદમી પાર્ટી ગાંધીનગરના અગ્રણીઓ અને પદાધિકારીઓ તથા ઉમેદવારો હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ પંડ્યાને સમર્થન આપવા માટે એલસીબીની બહાર ધરણા પર ઉતરી ગયા છે. આ સાથે જ પોલીસ પરિવારોના ટોળા પણ ઉમટી પડતાં એલસીબી કચેરીની બહાર રોડ પર મોટો હોબાળો મચ્યો છે.
મોડી રાત્રે આમ આદમી પાર્ટી ગાંધીનગરનાં અગ્રણીઓ અને પદાધિકારીઓ તથા ઉમેદવારો હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ પંડ્યાને સમર્થન આપવા માટે એલસીબીની બહાર ધરણા પર ઉતરી ગયા છે . આ સાથે જ પોલીસ પરિવારોના ટોળા પણ ઉમટી પડતાં એલસીબી કચેરીની બહાર રોડ પર મોટો હોબાળો મચ્યો છે.
Published by: Margi Pandya
First published: October 26, 2021, 7:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading