અમદાવાદના 'લિકર કિંગ'ની કહાની: 500 રૂપિયામાં દારૂના અડ્ડે કામ કરતો દેવેન્દ્ર કેવી રીતે બની ગયો કુખ્યાત બૂટલેગર


Updated: June 25, 2021, 4:54 PM IST
અમદાવાદના 'લિકર કિંગ'ની કહાની: 500 રૂપિયામાં દારૂના અડ્ડે કામ કરતો દેવેન્દ્ર કેવી રીતે બની ગયો કુખ્યાત બૂટલેગર
દેવેન્દ્ર પરિહાર ઉર્ફે બંસી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંસી પંજાબ અને રાજસ્થાનથી દારૂ મંગવાતો હતો અને અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ દારૂ આપતો હતો.

  • Share this:
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) કુખ્યાત બુટલેગર (Bootlegger) એવા બંસી પરિહાર (Ahmedabad bootlegger Bansi Parihar)ની મહિનાની શરૂઆતમાં પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને થાપ આપીને છેલ્લા કેટલાય સમયથી નાસતા ફરતા કુખ્યાત બુટલેગર (Bootlegger)ની ધરપકડ (Arrested) કરીને પોલીસે મોંઘીદાટ 11 ગાડીઓ જપ્ત કરી છે. કુખ્યાત બુટલેગર બંસી પરિહાર (Bansi Parihar) છેલ્લા ઘણા સમયથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. દેવેન્દ્ર ઉર્ફે બંસીની તપાસમાં અનેક માહિતી સામે આવી છે. આમ તો બંસી ખૂબ જ ચાલક અને શાતિર છે. કારણ કે તે પોલીસને ગોળ ગોળ જવાબ આપે છે. તપાસમાં સામે આવ્યું છે કે તે 500 રૂપિયામાં દારૂના અડ્ડે કામ કરતો હતો. જે બાદમાં તેણે દારૂના વેપારમાં પગ પેશારો કર્યો હતો. એક સમયે બંસી પોલીસને બાતમીદાર હતો પરંતુ પાછળથી બૂટલેગર બની ગયો હતો.

કૉલ સેન્ટર જેવી ટેક્નોલોજી ઊભી કરી

બંસી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. ધરપકડ બાદ બંસીની તપાસમાં સામે આવ્યું છે કે તે માત્ર WhatsApp કૉલિંગથી જ દારૂનો વેપાર કરતો હતો, જેથી તે પોલીસના રડારમાં ન આવી જાય. શરૂઆતમાં 500 રૂપિયામાં નોકરી કરતો હતો. જોકે, તે વેપારમાં આવ્યા ત્યારે તે બંસીમાંથી બંસીભાઈ બની ગયો હતો. આ ઉપરાંત બંસી નામ કેવી રીતે પડ્યું તે પણ જાણવું રસપ્રદ છે. બંસીની ચાલીમાં રહેતો હોવાથી તેનું નામ બંસી પડી ગયું હતું. બંસી મૂળ ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાશી છે. જોકે, તેનો જન્મ અમદાવાદમાં થયો હતો. દારૂના અડ્ડા પર 500 રૂપિયામાં નોકરી કરવા દરમિયાન તેને વધારે રૂપિયા કમાવાની લાલચ જાગી હતી અને તે દારૂના ધંધામાં પ્રવેશ્યો હતો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોત, સુરત માટે ઊભું થયું મોટું જોખમ- વાંચો સમગ્ર અહેવાલ

તપાસમાં બહાર આવ્યું છે કે બંસી પંજાબ અને રાજસ્થાનથી દારૂ મંગવાતો હતો અને અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ દારૂ આપતો હતો. સાથે ચીનુ અને સંતોષ નામના બે ખાસ સાગરીત રાખતો હતો. બંસીના પિતા એસ.ટી. વિભાગમાં કામ કરતા હતા. તેમનું કહેવું છે કે તેના ભાઈને બીમારી હતી. જેથી તેની પાછળ ખૂબ ખર્ચા થયા હતા. આ કારણે તે દારૂના વેપારમાં આવ્યો છે. જોકે, આ વાત ગળે ઉતરે તેમ નથી.

આ પણ વાંચો: આ ટેક્નોલોજી અબજોપતિએ પોતાને આપ્યું મોત! સેક્સ વર્કર સાથે લગ્ન, પછી જેલ અને હવે આપઘાત

બંસીએ 2012 પછી દારૂનો ધંધો ચાલુ કર્યો હતો. જોત જોતામાં 500 રૂપિયા કમિશન માટે કામ કરતો બંસી કરોડો રૂપિયાનુ ટર્ન ઓવર કરીને બેસી ગયો હતો. બંસીએ તમામ સંપત્તિ બે નંબરના ધંધાથી એકઠી કરી છે. પોલીસ તપાસમાં તેના કુલ 77 સાગરીત ફરાર છે તેવું SITની તપાસમાં સામે આવ્યું છે. હવે તેમને પકડવાની પણ કામગીરી કરવામાં આવશે. આ લોકોમાં રાજસ્થાન, પંજાબ સહિત અન્ય રાજ્યોના લોકો શામેલ છે. આ તમામ લોકોની ધરપકડ બાદ અનેક વિગતો સામે આવશે.
Published by: Vinod Zankhaliya
First published: June 25, 2021, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading