એકનું એક માસ્ક પહેરવાથી પણ કોરોના સંક્રમણ થઇ શકે? ડોક્ટર પાસેથી જાણો કેવી રીતે રાખશો કાળજી


Updated: January 16, 2022, 2:56 PM IST
એકનું એક માસ્ક પહેરવાથી પણ કોરોના સંક્રમણ થઇ શકે? ડોક્ટર પાસેથી જાણો કેવી રીતે રાખશો કાળજી
Gujarat Covid-19 cases અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 61 કેસ નોંધાયા છે. જેની સામે 39 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10095 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકા છે.

Ahmedabad news: કોરોનાથી બચવા માટે માસ્કનો યોગ્ય ઉપયોગ હશે તો જ રક્ષણ મળશે.

  • Share this:
અમદાવાદ: કોરોનાના કેસમાં (corona cases in Ahmedabad) વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં (Gujarat) રોજ 10 હજારથી વધુ કેસ આવી રહ્યા છે અને હવે લોકોએ વધુ સાવધાની રાખવી પડશે. જોકે, કોરોનાથી બચવા એક માત્ર હથિયાર માસ્ક (how to use mask) છે. પણ જો માસ્કનો યોગ્ય ઉપયોગ નહિ કરો તો એ માસ્ક પણ કોરોનાના સંક્રમણનું કારણ બની શકે છે. જે માટે તબીબી નિષ્ણાતઓ કેવીરીતે માસ્ક પહેરવું, કેવી રીતે માસ્ક ઉતારવું અને માસ્કનો ઉપયોગ કેટલીવાર કરવો તેના સૂચનો કરી રહ્યા છે.

છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં કોરોનાના દરરોજ નવા 10 હજારથી વધુ કેસ આવી રહ્યા છે અને આગામી 15 દિવસમાં આ આંકડો વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવામાં કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર હેન્ડ સેનિટાઈઝ કરવા આ નિયમો ડોકટર્સ દ્વારા સૂચવવામાં આવે છે. પણ શહેરમાં મોટાભાગના લોકો માસ્કનો ઉપયોગ કોરોનાથી બચવા કરતા તંત્રના દંડથી બચવા માટે વધુ કરતા હોય તેવું લાગી રહ્યું છે. અને એટલે જ ઘણીવાર લોકો કાપડનો ફાટેલો ટુકડો મોઢે લપેટી દે છે, મહિલાઓ ઘણીવાર પોતાના ડ્રેસના દુપટ્ટાને માસ્ક તરીકે ઉપયોગ કરે છે. તો ઘણીવાર એકનું એક માસ્ક લોકો દિવસો સુધી વાપરતા હોય છે.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેરનો ક્યારે અને કેવી રીતે થશે ખાત્મો, જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ

પરંતુ કોરોનાથી બચવા માટે માસ્કનો યોગ્ય ઉપયોગ હશે તો જ કોરોનાથી  રક્ષણ મળશે. બાકી વારંવાર એક જ માસ્કનો ઉપયોગ પણ તેમને કોરોનાના શિકાર બનાવી શકે છે. જાણીતા ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે, કોરોનાથી બચવા માસ્ક પહેરવું જોઈએ. જે લોકો કાપડનું માસ્ક પહેરે છે તેઓએ અલગ અલગ 6થી 7 નંગ કાપડના માસ્ક ખરીદી લેવા જોઈએ. જે માસ્ક આજે પહેરો છો તેને સ્વચ્છ પાણી અને સાબુથી ધોઈ બે દિવસ પછી ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો - ગામડાંમાં ઉગતા હાથલિયા થોર કરશે કોરોનાનો સફાયો? જાણો GTUના પ્રોફેસરનું રિસર્ચ

તેઓ વધુમાં જણાવે છે કે, જે લોકો ફ્રન્ટલાઈન વર્કર છે અને તેઓ N95 માક્સ પહેરે છે તેઓએ પણ રોજે રોજ માસ્ક બદલવું જરૂરી છે. સાથે જ જ્યારે પણ તમે માસ્ક મો પરથી ઉતારો છો તો તેને પણ તમારો હાથ અડકે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નિષ્ણાત તબીબોનું એવું પણ માનવું છે કે, જે લોકો સાદા સર્જિકલ માસ્ક પહેરે છે તેઓએ જો ભીડભાડવાળી જગ્યાએ જવાનું થાય તો N95 માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
Published by: Kaushal Pancholi
First published: January 16, 2022, 2:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading