જમવા બાબતે રાત્રે એક વાગ્યે પરિણીતા સાથે પતિએ કર્યો ઝઘડો, અડધી રાત્રે તેને કાઢી મૂકી


Updated: November 2, 2021, 9:33 AM IST
જમવા બાબતે રાત્રે એક વાગ્યે પરિણીતા સાથે પતિએ કર્યો ઝઘડો, અડધી રાત્રે તેને કાઢી મૂકી
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં એક પરિણીતાને તેના સાસરિયાં દ્વારા જમવાનું બનાવવા ઉપરાંત દહેજ અને ઘરકામની બાબતે લઈને પણ સાસરિયાં માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

  • Share this:
ઘરેલુ હિંસાનાં અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હોવા છતાં હજી પણ નાની નાની બાબતોમાં મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ રહી છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. એક પરિણીતાને તેના સાસરિયાં દ્વારા જમવાનું બનાવવા ઉપરાંત દહેજ અને ઘરકામની બાબતે લઈને પણ સાસરિયાં માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

નવા નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાનાં લગ્ન જૂન 2021 માં થાય હતા. લગ્નનાં થોડા દિવસો સુધી તેના સાસરિયાં એ તેને સારી રીતે રાખેલ બાદમાં તેના પતિ તને બહુ અહમ છે તેમ કહીને ઘરની નાની નાની બાબતોમાં બોલાચાલી કરતા હતા.  તેના નણંદ પણ તેના વિરુદ્ધ માં ચઢામણી કરીને મારઝૂડ કરાવતા હતા. તમને જમવાનું બનાવતા આવડતું નથી, કઈ કામ આવડતું નથી તેમ કહીને પરિણીતાને હેરાન પરેશાન કરતા હતા.

પરિણીતાનાં સસરા પણ તારા પિતાનાં ઘરેથી કશું લાવી નથી, જો તારે અમારા ઘરમાં રહેવું હોય તો તારા પિતાનાં ઘરે થી રૂપિયા બે લાખ લઈને આવ. તેમ કહીને ત્રાસ આપતા હતા. જ્યારે છેલ્લા બે ત્રણ દિવસથી પરિણીતા જમવાનું બનાવે તો તેનો પતિ જમતો ન હતો.  જેની જાણ પરિણીતા એ તેના પિતાને કરતા તેઓ એ સમાધાન કરાવ્યુ હતું. પંરતુ બાદમાં પરિણીતા એ જમવાનું બનાવતા તેનો પતિ જમ્યો ન હતો. અને કહેવા લાગ્યા અને મારે તને રાખવી નથી, તારા બાપને ત્યાં જતી રહે. આમ રાત્રે એક વાગ્યે તેનો પતિ અને સસરા તેને પિયરમાં મૂકી ગયા હતા. જે અંગે જાણ પોલીસને કરતા પોલીસ એ હાલમાં ફરિયાદ નોંધી ને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by: Margi Pandya
First published: November 2, 2021, 9:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading