જો સાયબર ક્રાઇમથી તમારા રૂપિયા ઉપડી ગયા છે? તો જલદીથી આટલું કરો


Updated: January 12, 2020, 10:24 PM IST
જો સાયબર ક્રાઇમથી તમારા રૂપિયા ઉપડી ગયા છે? તો જલદીથી આટલું કરો
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા છેલ્લા બે વર્ષમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરીકોના રૂપીયા 2 કરોડ પરત અપાવ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા છેલ્લા બે વર્ષમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરીકોના રૂપીયા 2 કરોડ પરત અપાવ્યા છે.

  • Share this:
અમદાવાદ: 10મી જાન્યુઆરીએ દેશના ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) દ્વારા સાયબર (cyber) વિશ્વાસ અને આશ્વસત પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાથી (cctv camera) ગુનેગારોની ગતિવિધીઓ પર તો નજર રાખી શકાશે. સાથે સાથે ટેકનોલોજીના ડિજિટલ (Digital of Technology) યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમ પર પણ અંકુશ મેળવી શકાશે. આ પ્રોજેક્ટનો પાયલોટ પ્રોજેક્ટ છેલ્લા દોઢ મહીનાથી અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેકટ દરમિયાન નાગરિકોના 70 લાખ જેટલી રકમ આરોપીઓના હાથમાં જતી અટકાવવામાં આવેલ છે. આ યુનિટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને 15 લાખ જેટલી રકમ ભોગ બનનારના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે. અને બાકીની રકમ આરોપીઓના ખાતામાં જાય નહીં અને ભોગ બનનારના ખાતામાં પરત મળે તે માટે યુનિટ અને રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સહયોગથી ભોગ બનનારના ખાતામાં પરત કરવામાં આવશે.

સાયબર ક્રાઇમ દ્વારા છેલ્લા બે વર્ષમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનારા નાગરિકોની આશરે 2 કરોડ જેટલી રકમ બચાવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ માટે ડીજીપી દ્વારા ટેકનીકલ જ્ઞાન ધરાવતા 50 જેટલા એસઆરપીની ફાળવણી પણ કરવામાં આવી છે. આ પોલીસ કર્મીઓને તજજ્ઞો દ્વારા સોફ્ટ સ્કીલ, બેન્કીંગ, નેટવર્કીંગ, અને સાયબર ક્રાઇમની સ્પેશિયલ તાલીમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત 1 પીઆઇ અને 7 ટેકનીકલ પીએસઆઇની પણ ફાળવણી કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટમાં ગુજરાત પોલીસની સાથે રીઝર્વ બેન્ક ઇન્ડીયા પણ જોડાયેલ છે. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એન.પી.સી.આઇ, તમામ બેંકોના નોડલ ઓફિસરો, તમામ ઇ વોલેટ કંપનીના નોડલ ઓફિસરો, ઇ કોમર્સ કંપનીના નોડલ ઓફિસરોની મદદ લેવામાં આવેલ છે.

હવેથી કોઇપણ નાગરીક સાયબર ક્રાઇમના ગુનાનો ભોગ બનશે અને સમયસર પોલીસને 100 નંબર અને નવનિર્મિત સાત જીલ્લાના નાગરિકો 112 નંબર પર ફોન કરશે તો તેને તરત જ સાયબર ક્રાઇમ ઇન્સીડેન્ટના નિષ્ણાંત કર્મચારીઓ ભોગ બનનારને સામેથી ફોન કરીને તેમની ફરિયાદ પર ત્વરીત કાર્યવાહી કરીને તેમના પૈસા પરત કરાવવાના તમામ સંભવત પ્રયત્નો કરવામાં આવશે.

ત્યારબાદ તેમના પૈસા ફ્રીજ થયા હશે ત્યાંથી ભોગ બનનારને એક એસએમએસ પર ટીકીટ નંબર મોકલી આપવામાં આવશે. તેના આધારે ભોગ બનનાર તેમના નજીકનો પોલીસ સ્ટેશન જઇ આ ટીકિટ નંબર બતાવીને તેમના પૈસા પરત મેળવવાની કાર્યવાહી કરી શકશે.
First published: January 12, 2020, 10:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading