અમદાવાદ : 'રંગીલો' પતિ, પત્ની સહિત 3 મહિલાઓ સાથે LOVE, એક પ્રેમિકા માથાભારે બનતા પતાવી દીધી


Updated: September 9, 2021, 8:24 PM IST
અમદાવાદ : 'રંગીલો' પતિ, પત્ની સહિત 3 મહિલાઓ સાથે LOVE, એક પ્રેમિકા માથાભારે બનતા પતાવી દીધી
પરિણીત પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી

જવાનને 3 સ્ત્રીઓ સાથે સબંધ રાખવો ભારે પડ્યો. અને હત્યા કેસમાં જેલ હવાલે પહોંચ્યો. જુઓ 'રંગીલા' હોમગાર્ડની પ્રેમ કહાનીનો કરૂણ અંત

  • Share this:
અમદાવાદ : રિવરફ્રન્ટમાં મહિલાના હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે હોમગાર્ડ જવાનની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, પ્રેમિકાની હત્યા કરીને આરોપીએ રિવરફ્રન્ટમાં મૃતદેહ ફેંકી દીધો હતો. અમદાવાદમાં ફરી એક વખત અનૈતિક સંબંધમાં હત્યાનો ખુલાસો થતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બે માસ પહેલા રિવરફ્રન્ટમાં હત્યા કરેલી હાલતમાં મળેલી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. હિતેષ શ્રીમાણીએ પોતાની પ્રેમિકા મનીષા ચૌધરીની હત્યા કરીને મૃતદેહ રિવરફ્રન્ટમાં ફેંકી દીધો હતો. પ્રેમિકા તેની સાથે સબંધ રાખવા દબાણ કરતી હતી, અને જો સંબંધ નહિ રાખે તો દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી અને રૂ. 10 લાખની માંગણી કરતી હતી, જેથી કંટાળીને આરોપીએ પ્રેમિકાનો કાસળ કાઢવાનું ષડ્યંત્ર રચ્યું અને પ્રેમિકાને એક્ટિવા પર રીવરફ્રન્ટ ફરવા જવાનું કહીને પથ્થરથી માથું છુદીને હત્યા કરી હતી.

તમને જણાવી દઈએ કે, પકડાયેલો આરોપી હિતેષ શ્રીમાણી હોમગાર્ડમાં ફરજ બજાવે છે, અને શાહપુરમાં ગાજ બટનની દુકાન ચલાવે છે. આ દુકાનમાં મનીષા ચૌધરી નોકરી કરતી હતી. મનીષાના પતિ હિતેન્દ્ર ચૌધરીના મોત બાદ તેને હિતેષ સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા 5 વર્ષથી બનેં વચ્ચે સબંધ ચાલતો હતો. હિતેષ પરણિત હોવા છતાં મનીષા સાથે સંબંધ રાખતો હોવાથી તેની પત્ની અને મનીષા વચ્ચે ઝઘડા ચાલતા હતા. આ દરમાયન હિતેષ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો, જેની જાણ મનીષાને થતા બન્ને વચ્ચે ઉગ્ર તકરાર થઈ. અને મનીષાએ ધમકી આપતા આરોપીએ હત્યા કરી.

આ પણ વાંચોઅમદાવાદ: પ્રેમીએ પ્રેમિકાને ભગાડી, બળાત્કાર ગુજાર્યો, પછી ઝેર પીધુ અને પાયું, હવે ભરાયો

ત્રિકોણીય પ્રેમ સંબંધ અને અનૈતિક સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. હોમગાર્ડ જવાનને 3 સ્ત્રીઓ સાથે સબંધ રાખવો ભારે પડ્યો. અને હત્યા કેસમાં જેલ હવાલે પહોંચ્યો. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે..આ મામલે ક્રાઈમ બ્રાન્ચ ના acp ડીપી ચુડાસમાનું કેહવું છે કે, હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Published by: kiran mehta
First published: September 9, 2021, 8:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading