'અમારે તો દીકરો જોઈતો હતો, આને તો દીકરી ને જન્મ આપ્યો' -પરિણીતાને સાસરીયાનો ત્રાસ


Updated: November 20, 2021, 7:58 AM IST
'અમારે તો દીકરો જોઈતો હતો, આને તો દીકરી ને જન્મ આપ્યો' -પરિણીતાને સાસરીયાનો ત્રાસ
અમદાવાદી મહિલાને સાસરીયાનો ત્રાસ (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad Crime: પરિણીતાનાં સાસરિયાં તેને દહેજ માટે પણ હેરાન પરેશાન કરતા હતા. આ માટે તેણીએ તેનાં માતા પિતા સાથે વાત કરવાની કહી તો પતિ એ મોબાઈલ અને સિમકર્ડ તોડી નાખ્યું.

  • Share this:
અમદાવાદ - નારોલ વિસ્તારમાં રહેતી એક પરિણીતાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા છે. લગ્નના ત્રણ મહિના સુધી સાસરિયાએ તેને સારી રીતે રાખ્યા બાદ નાની નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દેતાં અંતે કંટાળીને મહિલા એ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

મહિલાનો આરોપ છે કે તેના સાસુ તેને જમવા જેવી નાની-નાની બાબતોમાં મેણા ટોણા મારતા હતા કે આ ને ઘરકામ આવડતું નથી એની મા એ કશું શીખવાડ્યું નથી. જ્યારે લગ્નના એક વર્ષ સુધી તેના માતા પિતા એ તેને બોલાવતા નહિ તેના સાસુ સસરા તેને કહેતા હતા કે આનો બાપ ભિખારી છે. કરિયાવરમાં કશું આપવું ના પડે એટલે તેને બોલાવતો નથી. અમે ભૂલ કરી કે આના પ્રેમ લગ્ન કરાવ્યા. હવે આને કાઢી મુકો.

આ પણ વાંચો-અમદાવાદ: BF પરિણીત હોવાનું માલૂમ થતા યુવતીએ વાત કરવાનું બંધ કર્યું, તો યુવકે કર્યું ન કરવાનું કામ

સાસરીયાનાં ત્રાસ ઉપરાંત પરણિતાનો પતિ દારૂ પીને તેની સાથે મારઝૂડ કરતો હતો. પરિણીતાને વારંવાર પિયર અંગે ટોણા મારી ત્રાસ આપતા હતા. પરિણીતા એ દીકરી ને જન્મ આપતા તેના સાસુ કહેતા હતા કે અમારે તો દીકરો જોઈતો હતો, આને તો દીકરીને જન્મ આપ્યો. દીકરીના લગ્નનો ખર્ચ તેનો બાપ આપશે. પરિણીતા એ તેના માતા સાથે વાત કરવાનું કહેતા તેના પતિએ મોબાઈલ અને સિમકાર્ડ પણ તોડી નાખ્યાં હતાં. અને તેનો પતિ છૂટાછેડા આપવા માટે કહેતો હતો.

આ પણ વાંચો-અમદાવાદ: શહેરમાં પાંચમો વિસ્તાર કરાયો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, જાણો કોરોનાનાં આંકડા

પરિણીતાએ અવાજ ઉઠાવતા આ આખો મામલો ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યાં પોલીસે પહેલાં  બંને વચ્ચે સમાધાન કરાવ્યું  હતું. પરંતુ જ્યારે તેઓ ઘરે જતા હતા તેના પતિ એ તેને રસ્તા માં જ ઉતારી દીધી હતી. મહિલા ચાલતા ઘરે પહોંચતા જ તેને માર મારી ઘર માંથી બહાર કાઢી મૂકી હતી. જેથી મહિલા પાડોશી ના ઓટલા પર જ સૂઈ ગઈ હતી. બાદમાં સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરતા પોલીસ એ આં મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Margi Pandya
First published: November 20, 2021, 7:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading