અમદાવાદ : પરીણિત યુવતીના એક-તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને બદનામ કરવા ના કરવાનું કામ કરી બેઠો


Updated: August 8, 2020, 10:39 PM IST
અમદાવાદ : પરીણિત યુવતીના એક-તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને બદનામ કરવા ના કરવાનું કામ કરી બેઠો
આરોપી યુવક મોબાઈલ રિપેરિંગનું કામ કરે છે

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અને ફરિયાદીની પત્ની સ્કૂલમાં સાથે અભ્યાસ કરતી હતી અને આરોપી એક તરફી પ્રેમ કરતો હતો.

  • Share this:
અમદાવાદના સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં રોજ બરોજ ફેક પ્રોફાઈલ બનાવી બદનામ કરવાની ઘટનાઓ આવતી હોય છે, ત્યારે વધુ એક એવી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકેના કરવાનું કામ કરી દીધું. શહેરના સોલા વિસ્તારમાં રહેતા એક યુવકે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી અને તે અરજીના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદમાં યુવકનો આરોપ છે કે, તેની પત્ની અને તેના ફોટો કોઈ પણ રીતે મેળવી કોઈ અજાણ્યા યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફેક પ્રોફાઈલ બનાવી છે અને તેમને બદનામ કરવા સગા સંબંધીઓને ગંદા બિભત્સ મેસેજ કરે છે. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી અને જરૂરી ટેકનીકલ તપાસ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસ તપાસમાં આરોપી સેટેલાઈટનો રહેવાસી છે અને મોબાઈલ રિપેરિંગનું કામ કરે છે. આરોપી ભાવિન રાવળની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અને ફરિયાદીની પત્ની સ્કૂલમાં સાથે અભ્યાસ કરતી હતી અને આરોપી એક તરફી પ્રેમ કરતો હતો.

આરોપી અભ્યાસ દરમ્યાન નપાસ થઈ ગયો હતો અને યુવતી સાથે વાતચીત બંધ થઈ ગઈ હતી અને આરોપીને ખબર પડી ગઈ હતી કે, યુવતીના લગન થઈ ગયા છે, જેથી લાગી આવતા તેને ફરિયાદી અને તેમની પત્નીનો ફોટો ફેસબૂકમાંથી લઈ ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને મોબાઈલ પણ કબ્જે લઈ લીધો છે. મહત્વનું છે કે, આ પ્રકારના બનાવો દિવસે દિવસ વધી રહ્યાં છે અને જે ખરેખર ચિંતાજનક છે.
Published by: kiran mehta
First published: August 8, 2020, 10:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading