અમદાવાદ : 'તમારી પત્ની સાર્વજનિક વાઈફ છે, એન્જોય વિથ સેકન્ડ...,' સાયબર ક્રાઇમમાં થઈ ફરિયાદ


Updated: April 16, 2021, 12:23 AM IST
અમદાવાદ : 'તમારી પત્ની સાર્વજનિક વાઈફ છે, એન્જોય વિથ સેકન્ડ...,' સાયબર ક્રાઇમમાં થઈ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદનો વધુ એક શરમજનક કિસ્સો, મોબાઇલમાં ગંદા મેસેજ કરીને અને બીભત્સ તસવીરો મોકલીને સતામણી

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતા અને હોસ્પિટલમાં ડોકટર તરીકે ઈંટર્નશિપ(Intern Doctor) કરનાર યુવકે સાયબર ક્રાઇમમાં (Cyber Crime) ફરિયાદ નોંધાવી છે. એક શખ્શે મેડમના સ્ટુડન્ટનો ભાઈ બોલું છું કહીને યુવકને બીભત્સ મેસેજો મોકલ્યા હતા અને બાદમાં બીભત્સ ફોટો પણ મોકલ્યા હતા. લગ્ન જીવનમાં ભંગાણ પાડવા કોઈ શખશે આ કાવતરું ઘડ્યું હોવાનું માની યુવકે તે શખસ કોણ છે જાણવા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શાહીબાગ ડફનાળા ચાર રસ્તા પાસે સરકારી મકાનમાં રહેતા 23 વર્ષીય યુવક મોટા ભાઈ તથા માતા સાથે રહે છે. શહેર બહાર એક હોસ્પિટલમાં તેઓ ડોકટર તરીકે ઈંટર્ન શિપ કરે છે. અને તેમનો ભાઈ શહેરની એક સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવે છે. ચારેક વર્ષ પહેલા આ યુવકના લગ્ન થયા હતા. પણ આણું બાકી હોવાથી પત્ની પિયરમાં જ રહે છે.

આ પણ વાંચો : વલસાડ : દમણથી દારૂ ભરીને આવતો ખેંપીયો ઝડપાયો, હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ

ગત 15મી માર્ચ ના રોજ આ યુવકને અજાણ્યા નમ્બર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં "હું મેડમના સ્ટુડન્ટનો ભાઈ બોલું છુ" તેવો મેસેજ કર્યો હતો. બાદમાં આ મેડમ એટલે કે ફરિયાદી યુવકની પત્ની વિશે બીભત્સ પ્રકાર ના મેસેજો કર્યા હતા. "તમારી પત્ની સાર્વજનિક વાઈફ છે, અને એન્જોય વિથ સેકન્ડ પીસ' જેવા બીભત્સ મેસેજો કર્યા હતા. બાદમાં આ શખશે યુવકની પત્નીના બીભત્સ ફોટો મોકલી મેસેજો કર્યા હતા.

8મી એપ્રિલ સુધી આ શખ્શે યુવકની પત્ની વિશે બીભત્સ મેસેજો કરી બીભત્સ ફોટો મોકલી યુવકને હેરાન કર્યો હતો. યુવકના લગ્નજીવન તોડવાની કોશિશ કરવા આ કાવતરું કોઈ શખશે રચ્યું હોવાથી યુવકે તેના મોટાભાઈ ને વાત કરી હતી.આ પણ વાંચો : અમદાવાદ : અમરાઈવાડીમાં યુવકની જાહેરમાં થઈ હતી હત્યા, ઘટનાના CCTV સામે આવ્યા

જેથી પત્ની વિશે બીભત્સ મેસેજ મોકલી બીભત્સ ફોટો મોકલનાર વ્યક્તિ કોણ છે તેની તપાસ કરાવવા સાયબર ક્રાઇમમાં અરજી આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી આ શખસ ની શોધખોળ હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: April 16, 2021, 12:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading