અમદાવાદ: રમજાન માસમાં સવારે ચાર વાગ્યે પિતાને ફોન આવ્યો, તમારી દીકરી લટકી રહી છે!


Updated: April 21, 2021, 7:10 AM IST
અમદાવાદ: રમજાન માસમાં સવારે ચાર વાગ્યે પિતાને ફોન આવ્યો, તમારી દીકરી લટકી રહી છે!
પ્રતીકાત્મક તસવીર

વટવાની ફિરદોશા બાનુના વર્ષ 2017માં જુહાપુરા ખાતે રહેતા સમીર સાથે થયા હતા, પરિણીતાએ આપઘાત કરતા પોલીસ તપાસ શરૂ કરી.

  • Share this:
અમદાવાદ: શહેરના જુહાપુરા (Juhapura)માં રહેતી એક પરિણીતાએ રાત્રે આપઘાત (Suicide) કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે મહિલાના પરિવારજનોએ મહિલાના સાસરિયા (In-Laws)ઓ સામે આક્ષેપ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિ સહિતના લોકો અવારનવાર ત્રાસ આપતા કંટાળીને પરિણીતાએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

વટવામાં રહેતા ઝબીઉલ્લાહ અન્સારી તેમના બે પુત્ર અને પત્ની સાથે રહી ઘરેથી વેપાર કરે છે. તેમની ફિરદોશા બાનુના વર્ષ 2017માં લગ્ન થયા હતા. ફિરદોશા બાનુના લગ્ન જુહાપુરા ખાતે રહેતા સમીર સાથે થયા હતા. લગ્ન બાદ આ ફિરદોશા બાનુને ગર્ભ રહેતા સાત માસ થયા હોવાથી સાસરું ચોથા માળે હોવાથી તેને મા-બાપના ઘરે સાસરિયાઓ મૂકી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: પતિએ ચપ્પુની અણીએ પત્ની પાસે સુસાઇડ નોટ લખાવી લીધી, તસવીર સસરાને મોકલી

બે દિવસ પહેલા ઝબીઉલ્લાહ રમજાન માસ ચાલતો હોવાથી શહેરી કરતા હતા. ત્યારે સવારે ચારેક વાગ્યે જમાઈ સમીરના કોઈ મિત્રનો તેમના પર ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યુ કે, તેમની પુત્રી ફિરદોશા બાનુએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

આ પણ વાંચો: રાજકોટની વાસ્તવિકતા: સિવિલના બેડ સુધી પહોંચવા ઘરેથી લાવવો પડે છે બેડ! 

ઝબીઉલ્લાહ તાત્કાલિક જુહાપુરા ખાતે તેમની દીકરીના ઘરે પહોંચ્યા ત્યારે દીકરીની લાશને નીચે જોઈ હતી. જમાઈને આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું કે તેઓ જમી પરવારીને રૂમમાં સૂવા આવ્યા હતા. સમીરના મિત્રની માતાનું અવસાન થતાં તે ત્યાં ગયો હતો. રાત્રે સાડા ત્રણેક વાગ્યે ઘરે આવ્યો અને રૂમનો દરવાજો ખખડાવતા ફિરદોશા બાનુએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી સમીર ગેલેરીમાં ગયો અને જઈને જોયું તો પત્ની ફિરદોશા બાનુ લટકતી હાલતમાં મળી આવી હતી.આ પણ વાંચો: સુરત: મોતના કેસ વધતા લાકડા ખૂટી પડ્યા, અંતિમ સંસ્કાર માટે શેરડીના બગાસનો ઉપયોગ શરૂ કરાયો

પુત્રીની અંતિમવિધિ બાદ ઝબીઉલ્લાહે પોલીસ સમક્ષ આક્ષેપ કર્યા કે, તેમની પુત્રીને સાસરિયાઓ ત્રાસ આપતા હોવાથી તેણે આપઘાત કર્યો છે. જેથી વેજલપુર પોલીસે મૃતકના સાસુ, સસરા અને પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: April 21, 2021, 7:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading