અમદાવાદઃ હની ટ્રેપ કેસ, PI ગીતા પઠાણ 'ગેંગ'ની વધુ એ મહિલાકોન્સ્ટેબલ ઝડપાઈ, કુલ સાતની ધરપકડ


Updated: June 9, 2021, 7:08 PM IST
અમદાવાદઃ હની ટ્રેપ કેસ, PI ગીતા પઠાણ 'ગેંગ'ની વધુ એ મહિલાકોન્સ્ટેબલ ઝડપાઈ, કુલ સાતની ધરપકડ
ગીતા પઠાણ અને પકડાયેલી પોલીસ કોન્સ્ટેબલની તસવીર

ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓ ના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) વેપારીઓને ટાર્ગેટ કરી (Target merchants) મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના વધુ એક મહિલા કોન્સ્ટેબલની (lady constable) ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મહિલા પીઆઈ (lady PSI) સહિત કુલ 7 લોકોની ધરપકડ થઈ છે. નોંધનીય છે કે આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની (Ahmedabad crime branch) ગિરફતમાં આવેલ આ મહિલા પોલીસ છે અને જે પણ હની ટ્રેપ ગેંગમાં સામેલ હતી.આરોપીઓ અનેક વેપારીઓને ટાર્ગેટ કરી ચુક્યા છે અને પોતાના શિકાર બનાવી ચુક્યા છે.

આ ગેંગ નો માસ્ટર માઈન્ડ છે ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50થી 60 વર્ષ ના વેપારીઓ ને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાન ના નામે તેમની પાસે થી તોડ કરી લેતા હતા.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

આ પણ વાંચોઃ-રાજકોટઃ મેસેન્જર અને 'ગંદી' સાઇટ ઉપર યુવતીઓને નિર્વસ્ત્ર નિહાળતા ચેતજો, ગોંડલના યુવકને થયો કડવો અનુભવ

આ મામલે ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસો પહેલા મહિલા પીઆઈ ગીતા પઠાણની પણ ધરપકડ કરી હતી. ઘટનાની વાત કરીએ તો ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓ ના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો.આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

આ પણ વાંચોઃ-વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકાં ખોખરા કરી નાંખ્યા

ત્યાર બાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો. ત્યાર બાદ વેપારી ને હોટેલ ના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો.



આ સમગ્ર ઘટના બાદ જેતે વેપારી વિરુદ્ધ માં મહિલા પોલીસ સ્ટેશન માં અરજી કરાવતો હતો. અરજી થયા બાદ ગેંગ ના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા.અને બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસ ની ઓળખ આપી વેપારીને ડરાવીને કહેતા હતા કે આમાં તો પોસ્કો અને બળાત્કાર દાખલ થશે તેમ કહી રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતા. મહત્વનું છે કે મહિલા પોલીસ પણ આ ગેંગમાં સામેલ હતા.
Published by: ankit patel
First published: June 9, 2021, 6:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading