અમદાવાદઃ બિલ્ડિંગ પડવાનો live video, જમાલપુરમાં પત્તાના મહેલની જેમ પાંચ માળની ઇમારત થઈ કડડભૂસ

News18 Gujarati
Updated: May 19, 2021, 7:14 PM IST
અમદાવાદઃ બિલ્ડિંગ પડવાનો  live video, જમાલપુરમાં પત્તાના મહેલની જેમ પાંચ માળની ઇમારત થઈ કડડભૂસ
ધરાશાયી થતી બિલ્ડિંગ

પરિવારના સભ્યોને લાગ્યું કે ઈમારતમાં કંઈ તકલીફ છે. પરિવારના સભ્યોની સતર્કતાથી આ બિલ્ડિંગ ગઈ કાલે મંગળવારે જ ખાલી કરી દીધી હતી. જેથી કોઈ જાનહાની થઈ નથી.

  • Share this:
અમદાવાદઃ ટાઉતે વાવઝોડું (tauktae cyclone) ગુજરાતમાંથી પસાર થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં (Ahmedabad) પણ આ વાવાઝોડું પસાર થઈને તારાજી સર્જી હતી. ઠેકઠેકાણે વિનાશ વેરીને વાવાઝોડું રાજસ્થાન (rajasthan) તરફ આગળ વધ્યું છે. ત્યારે અમદાવાદમાંથી વાવાઝોડું તો પસાર થઈ ગયું છે પરંતુ આજે બુધવારે જમાલપુરમાં (Jamalpur) એક પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ (video viral) થયો છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં કાઝી ધાબાના ગલીમાં આવેલી પાંચ માળની બિલ્ડિંગ આજે પત્તાના મહેલની માફક ઢળી પડી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગમાં એક જ પરિવારના સભ્યો રહેતા હતા.

પરિવારના સભ્યોને લાગ્યું કે ઈમારતમાં કંઈ તકલીફ છે. પરિવારના સભ્યોની સતર્કતાથી આ બિલ્ડિંગ ગઈ કાલે મંગળવારે જ ખાલી કરી દીધી હતી. જોકે, ધીમે ધીમે મનતું આ બ્લિડિંગ આજે બુધવારે બપોરના સમયે ધરાશાયી થયું હતું.

આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

વધુ મળતી માહિતી પ્રમાણે મંગળવારે જ બિલ્ડિંગ ખાલી કરવામાં આવતા આ ઘટનામાં કોઈ જ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં જ એએમસીની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

આ પણ વાંચોઃ-કોરોનાનો કાળો કહેર! રાજકોટઃ મહેતા પરિવારનો માળો પીંખાયો, એક પરિવારના 6 સભ્યોને ભરખી ગયો કાળમુખો

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત ટાઉતેથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ઉના (ગીર–સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.ત્યારબાદ તેમણે અમદાવાદમાં ગુજરાત અને દીવમાં હાથ ધરવામાં આવેલી રાહત અને પુનર્વસન માટેના પગલાંની સમીક્ષા કરવા એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે ગુજરાત રાજ્યને તાત્કાલિક રાહત પ્રવૃત્તિઓ હાથ ધરવા 1000 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. પછી કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું આકલન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને મોકલશે, જેના અહેવાલને આધારે વધારે સહાયતા પ્રદાન કરવામાં આવશે.
Published by: ankit patel
First published: May 19, 2021, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading