અમદાવાદ : યુવકે હોટલ માલિકને ફસાવવા મહિલા PSI વિશે બિભત્સ મેસેજ લખ્યો, આવી રીતે ખુલ્લી પડી પોલ


Updated: July 31, 2021, 9:38 PM IST
અમદાવાદ : યુવકે હોટલ માલિકને ફસાવવા મહિલા PSI વિશે બિભત્સ મેસેજ લખ્યો, આવી રીતે ખુલ્લી પડી પોલ
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad latest Crime News- મફત જમવાનું નહીં મળતા એક કુખ્યાત ગુનેગારે હોટલના માલિકને ફસાવવા અજીબ તરકટ રચ્યું

  • Share this:
અમદાવાદ : મફત જમવાનું નહીં મળતા એક કુખ્યાત ગુનેગારે હોટલના માલિકને ફસાવવા અજીબ તરકટ રચ્યું હતું. મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવીને ફરિયાદ કરી પરંતુ પોલીસની તપાસમાં ગુનેગારનો જ ભાંડો ફૂટી ગયો અને ફરિયાદી જ આરોપી બની ગયો છે. નરોડા પોલીસે (Ahmedabad Naroda Police) ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

રાહુલ ચન્દ્રાકર નામના વ્યક્તિ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ખોટા મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધાયો છે. આરોપી રાહુલ ચન્દ્રાકરે નૂરમહમદ નામના શખ્સને ફસાવવા કાવતરું રચ્યું હતું. પોતાના મોબાઈલથી મેસેજ લખીને બીજા નંબર પર સેન્ડ કર્યો અને તેમાં સ્કિન શોર્ટ લઈને પીડીએફ ફાઇલ બનાવીને ઓનલાઈન એડિટિંગ કર્યું હતું. આ મેસેજમાં મહિલા PSI એસ એમ ઠાકોર વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને ધમકી આપી હતી. આ મેસેજ નૂરમહમદે મોકલીને ધમકી આપી હોવાની ફરિયાદ રાહુલે PSIને કરી હતી. પરંતુ પોલીસે મોબાઈલની ટેક્નિકલ તપાસ કરતા રાહુલનો જ ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચો - અંબાલાલ પટેલની આગાહી, જાણો 2 થી 10 ઓગસ્ટમાં ક્યાં થશે ભારે વરસાદ

રાહુલ ચન્દ્રાકર કુખ્યાત ગુનેગાર છે. તેની વિરુદ્ધ મારામારીને અનેક ગુના નોંધાયા છે. તે પાસામાં પણ ગયો હતો. આરોપી નૂરમહંમદની લાજવાબ ફ્રાય હોટલમાં જમવા જતો હતો અને પૈસા આપતો ન હતો. જેથી આરોપીને મફત જમવાનું નહીં આપતા આરોપીએ હોટલના માલિકને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ 2 વર્ષ પહેલાં પણ મફત જમવા માટે રાહુલે આ હોટલમાં તોડફોડ કરી હતી.જેની ફરિયાદ નૂરમહમદે કરી હતી. જેથી બદલો લેવા રાહુલે આ કાવતરું રચ્યું હતું પરતું પોતે જ ફસાઈ ગયો છે.

કહેવાય છે કે ખાડો ખોદે તે જ પડે. એવી ઘટના આરોપી રાહુલ ચન્દ્રાકર સાથે થઇ છે. હવે જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. હાલમાં નરોડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
Published by: Ashish Goyal
First published: July 31, 2021, 9:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading