અમદાવાદનો આંખ ઉઘાડતો કિસ્સો! 69 વર્ષના વૃદ્ધને 'નાગા બાવાના' આશિર્વાદ રૂ.40 હજારમાં પડ્યા


Updated: May 29, 2021, 4:39 PM IST
અમદાવાદનો આંખ ઉઘાડતો કિસ્સો!  69 વર્ષના વૃદ્ધને 'નાગા બાવાના' આશિર્વાદ રૂ.40 હજારમાં પડ્યા
પ્રતિકાત્મક તસવીર

કાકા મહાદેવનું મંદિર ક્યાં આવ્યું છે? ગાડીની પાછળની સીટમાં બેઠેલા નાગા બાવાને ચલમ પીવી છે, અમારે મંદિર જવું છે અમને સરનામું આપો અને પાછળ બેઠેલા નાગાબાવાના દર્શન કરો તમારું કલ્યાણ થઈ જશે.

  • Share this:
અમદાવાદ: શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાગા બાવા (Nagabava) તરીકેની ઓળખ આપી લોકોને લૂંટી લેતી ગેંગ સક્રિય છે. રાણીપ (Ranip) સહિતના વિસ્તારમાં આવા અનેક કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે હવે વાસણા વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મંદિરથી પરત ઘરે જતા વૃદ્ધને (Old age man) રોકી ગાડીમાં બેઠેલા નાગા બાવાને ચલમ પીવી છે મહાદેવનું મંદિર (Mahadev temple) બતાવો તેમ કહી વૃદ્ધ સાથે વાતો કરી શખસોએ આશીર્વાદ આપવાનું કહી વીંટીને ફૂંક મારી પરત આપી દેશે કહી 40 હજારના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. ચાર શખસોએ માસ્ક પણ પહેર્યું ન હતું. સમગ્ર બાબતે વાસણા પોલીસે (Vasana police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વાસણા ખાતે રહેતા 69 વર્ષના શંકરભાઈ નાગર પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ તેમના હાથમાં એક ગુરુ ગ્રહના નંગ વાળી સોનાની વીંટી પહેરતા હતા. ગત 21મી મેના રોજ સવારે તેઓ તેમના ઘરેથી નીકળી નારાયણ નગર રોડ ઉપર આવેલા લક્ષ્મીનારાયણના મંદિરે દર્શન કરીને ઘરે પરત ચાલતા આવતા હતા. તે વખતે લક્ષ્મીનારાયણ મંદિરથી તેમના ઘરની વચ્ચેના રસ્તામાં એક કારનો ચાલક ગાડી તેમની નજીક માં લાવી ઊભી રાખી હતી.

ડ્રાઇવરની સીટની બાજુની સીટમાં બેઠેલા શખશે તેઓને પૂછ્યું કે કાકા મહાદેવનું મંદિર ક્યાં આવ્યું છે? ગાડીની પાછળની સીટમાં બેઠેલા નાગા બાવાને ચલમ પીવી છે, અમારે મંદિર જવું છે અમને સરનામું આપો અને પાછળ બેઠેલા નાગાબાવાના દર્શન કરો તમારું કલ્યાણ થઈ જશે. તેવામાં પાછળની સીટ ઉપર બે શખ્સો બેઠા હતા.

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા થઈ જાય એવો હત્યાનો live video, ધોળા દિવસે ડોક્ટર દંપતી ઉપર બદમાશોએ ગોળીઓ વરસાવી કરી હત્યા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ દારૂની હેરાફેરી માટે બૂટલેગરે લગાવ્યું જોરદાર ભેજું, પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

જેમાંથી એક શખ્શે ગાડીનો કાચ ખોલી કાકા નજીક આવો એવું કહીને પાછળની સીટમાં બેઠેલા બીજો શખશ કે જેણે ભગવા કપડા પહેર્યા હતા તેણે આ વૃદ્ધને આશીર્વાદ આપ્યા અને શંકરભાઈને તેમના હાથમાં એક રુદ્રાક્ષનો મોતી અને સિંદૂર આપી કપાળ પર તિલક કર્યું હતું અને જણાવ્યું કે તમારા હાથમાં પહેરેલી સોનાની વીંટી મને આપો હું તમને ફૂંક મારીને પાછી આપું છું.આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ યુવકની હત્યા કેસમાં નયન, ઉમંગ, મુકેશ રબારી સહિત 14 લોકોને આજીવન કેદની સજા, શું હતી આખી ઘટના?

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

વીંટી ને ફૂંક મારીને પાછી આપું છું તેમ કહેતા શંકરભાઈ તેઓના વિશ્વાસમાં આવી ગયા હતા અને તેમના હાથમાંથી વીંટી કાઢી આ બાવા ને આપી દીધી હતી. બાદમાં આ ગાડીમાં આવેલા ચાર શખ્સો ગાડી ચલાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ચારેય શખ્સોએ માસ્ક નહીં પહેર્યું હોવાથી શંકરભાઈ હજુ પણ તે માણસોને ઓળખી શકે તેમ હતા.પરંતુ ટેન્શનમાં આવી જતા તેમની તબિયત ખરાબ થઈ જતા તે વખતે તેઓએ પોલીસને જાણ કરી ન હતી. પરંતુ બાદમાં ફૂંક મારીને વીંટી પાછી આપવાનું કહી ઠગાઈ કરનાર શખ્સો સામે તેઓએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: May 29, 2021, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading