અમદાવાદ: કોરોના વાયરસના નામે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી તો ખેર નથી, થશે આવી કાર્યવાહી


Updated: March 17, 2020, 5:58 PM IST
અમદાવાદ: કોરોના વાયરસના નામે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી તો ખેર નથી, થશે આવી કાર્યવાહી
જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ

સોશિયલ મિડિયા પર જે લોકો કોરોના વાયરસને લઇ અફવા ફેલાવશે તેવા લોકો સામે એપેડમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે

  • Share this:
રાજ્યમાં કોરોના વાયરસના શંકાસ્પદગ કેસો સામે આવી રહ્યા છે. તેને ઘ્યાનમાં આરોગ્ય વિભાગ સજજ બન્યુ છે. જો ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના પોઝિટિવ કેસ નથી આવ્યા પરંતુ કોરોના વાયરસ ને સાવચેતી રાખવી તેને લઇ તમામ પ્રકારની તૈયારીઓ રાજ્ય સરકારે કરી છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર અત્યાર સુધીમાં 32 હજાર જેટલા પ્રવાસીઓ નુ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, અને 322 ફ્લાઈટમાંથી આવતા પ્રવાસીઓની તપાસ કરાઈ છે.

તો અમદાવાદના 889 વિદેશીમાંથી આવતા પ્રવાસીઓની તપાસ થાય છે અને 14 દિવસ પોતાના ઘરે મોનિટરિંગમાં રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસને લઈને અફવા ફેલાવનાર સામે સોશિયલ મીડિયામાં એપેડમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની તપાસ અધિકૃત લેબમાં કરવામાં આવશે. પ્રાઈવેટ લેબમાં તપાસનો પર પ્રતિબંધ છે. તો બી જે મેડિકલ કોલેજ અને જામનગર કોલેજમાં જ રિપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ જિલ્લામાં 50 હજાર જેટલા પોસ્ટર છપાવવામાં આવ્યા છે, પેમ્પ્લેટ થકી જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યુ છે. ગ્રામ્ય વિસ્તારોમાં એક સાથે ભેગા ન થવાની સુચના અપાઇ છે. સાથે જ ઇન્ડ્રસ્ટ્રીયલ એરિયામાં કર્મચારીઓ કામ કરતા હોય તેવી જગ્યાઓ પર સેનિટાઇઝર રાખવાની સુચના અપાઇ છે. સરકારી કચેરી બસ ડેપો પર સફાઇ રાખવાની સુચના અપાઇ છે. જ્યારે સ્કિનિંગ કરાયેલા મુસાફરો ક્યા જિલ્લામાં ગયા છે, તેનું પણ ફોલોએપ લેવામાં આવી રહ્યુ છે. એન-95 માસ્ક માત્ર દર્દી અને હેલ્થ વર્કરને જ ઉપયોગ કરવાની જરૂર છે.

સોશિયલ મિડિયા પર જે લોકો કોરોના વાયરસને લઇ અફવા ફેલાવશે તેવા લોકો પર સાયબર ક્રાઇમની નજર રહેશે. દેશમાં જે કોરોના વાયરસને લઇ અત્યાર સુધી સિનિયર સિટિઝનના જ મૃત્યુ થયા છે. જેથી સિનિયર સિટિઝન ઘરે જ રહે તેવી સુચના અપાઇ છે.
Published by: kiran mehta
First published: March 17, 2020, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading