અમદાવાદઃ અન્ના 'રાઇડર' ગેંગ ઝડપાઈ, પોશ એરિયામાં એકલી મહિલાઓને બનાતી હતી ટાર્ગેટ


Updated: November 1, 2021, 9:38 PM IST
અમદાવાદઃ અન્ના 'રાઇડર' ગેંગ ઝડપાઈ, પોશ એરિયામાં એકલી મહિલાઓને બનાતી હતી ટાર્ગેટ
વાહન ચોરી કરના ટોળકી

Ahmedabad crime news: આરોપી ઓ બાઈક ચોરી (bike theft) કર્યા બાદ ચેન સ્નેચિગ, બેગ લીફટીંગ, મોબાઈલ સ્નેચિગ જેવા ગુનાને અંજામ આપતા હતા. આરોપી (accused) ઓ જ્યારે પણ કોઈ ગુનો આચરવા જતાં ત્યારે ચોરીના વાહનની પણ નબર પ્લેટ કાઢીને ગુનો આચરતા હતા.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad news) ઝોન 1 લોકલ ક્રાઇમ બ્રાન્ચે (local crime branch) ત્રણ આરોપી ઓની ધરપકડ (accused arrested) કરીને ચોરીના દસ બાઈક કબ્જે કર્યા છે. આરોપી ઓ બાઈક ચોરી કર્યા બાદ ચેન સ્નેચિગ, બેગ લીફટીંગ, મોબાઈલ સ્નેચિગ જેવા ગુનાને અંજામ આપતા હતા. આરોપી ઓ જ્યારે પણ કોઈ ગુનો આચરવા જતાં ત્યારે ચોરીના વાહનની પણ નબર પ્લેટ કાઢીને ગુનો આચરતા હતા. અને બાદમાં બાઈક બિનવારસી મૂકીને ફરાર થઈ જતાં.

પોલીસ એ અનિલ ઉર્ફે અન્ના રાઈડર ,આર્યન ઉર્ફે અમન ચૌહાણ અને કલ્પેશ ઉર્ફે કાલુ નામના ત્રણ આરોપી ઓને ઝડપી લીધા છે. પકડાયેલ આરોપીઓ મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો પુર્વ વિસ્તારમાં બાઇકની ચોરી કરતા બાદમાં ચોરીના બાઇકથી પશ્ચિમ વિસ્તારમાં રહેલ પોશ એરિયામાં એકલ દોકલ મહિલાઓ પર્સ અને મોબાઇલ સ્નેચીગ કરતા હતા.

પછી ચોરીનું બાઇક અવવારૂ જગ્યાએ મુકી દેતા હતા આમ કરી બાઇક ચોરી અને બેગ લીફટીગના કુલ 10 ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી છે. આરોપી ઓએ અરવલ્લી અને મહીસાગર માં પણ વાહન ચોરી કરી હોવાની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. જ્યારે બીજા બાઈક મોટાભાગે રામોલ, ખોખરા, અમરાઈવાડી અને નિકોલ જેવા વિસ્તાર માંથી ચોરી કર્યા છે.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ કેશોદમાં જીમ સંચાલક યુવકનો આપઘાત, સુસાઈડ નોટ વાંચીને આંખમાંથી આવી જશે આસું

પોલીસની પુછપરછમાં આરોપીઓ છેલ્લા 4 મહિનાથી બાઇક ચોરી અને બેગ લીફટીગ કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્ય આરોપી અનિલ ઉર્ફે અન્ના રાઈડર અમદાવાદનો છે. જે સ્નેચિગ કરવા પુર ઝડપે બાઇક હંકારી ગુનો કરતો હોવાથી રાઈડર તરીકે પોતાની ઓળખ આપતો હતો.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: આ રાશિઓના જાતકોએ સપ્તાહે ‘મૌન’રહેવું લાભદાયી?, જાણો રાશિફળઅન્ય બે આરોપી બાઇક પાછળ બેસી સ્નેચીગ કરતા હતા.હાલ માં પોલીસ એ આરોપી ઓની પૂછપરછ શરૂ કરીને તેમણે આ સિવાય અન્ય કોઈ ગુના ને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: November 1, 2021, 8:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading