અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો! લૂટેરો દુલ્હોએ ત્રીજી યુવતી સાથે કર્યા લગ્ન, મોકો મળતા રૂપિયા લઈ થયો ફરાર


Updated: June 12, 2021, 11:59 PM IST
અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો! લૂટેરો દુલ્હોએ ત્રીજી યુવતી સાથે કર્યા લગ્ન, મોકો મળતા રૂપિયા લઈ થયો ફરાર
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Ahmedabad news: આરોપીએ અગાઉ પણ અન્ય બે યુવતી સાથે પોતે કુવારો હોવાનું કહીને લગ્ન કર્યા હતા અને રૂપિયા પણ પડાવ્યા હતા. મહિલાએ તેને ઘરમાં લઈ જવા માટેની જીદ કરતા આરોપીએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું હતું.

  • Share this:
અમદાવાદ: અત્યાર સુધીમાં લૂટરી દુલ્હનના (Looteri dulhan) અનેક કિસ્સા સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું હશે. લગ્ન (Marriage) કર્યા બાદ ગણતરીના દિવસોમાં મહિલા દાગીના કે રૂપિયા લઈને જતી રહી હોવાની અનેક ફરિયાદ દાખલ થઈ છે. જો કે સેટેલાઈટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીએ પહેલા મહિલાને પ્રેમ જાળમાં (woman love trap) ફસાવી અને બાદમાં તેની સાથે લગ્ન કરી જરૂરિયાતનું નાટક કરીને રૂપિયા લઈ છૂમંતર થઈ ગયો.

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેના અગાઉના પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે સેટેલાઈટ ખાતે વર્ષ 2008થી પીજીમાં રહેવા માટે આવી હતી. અને ઘરકામ કરીને ગુજરાત ચલાવતી હતી. જોકે આ દરમિયાન તેનો સંપર્ક પ્રભજોત સિંઘ સાથે થયો હતો. ત્રણેક મહિના સુધી વાતચીત કર્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આરોપી પ્રભજોત સિંઘ એ મહિલાને પોતે કુવારો હોવાંનુ જણાવીને તેની સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી હતી.

જો કે મહિલાએ તેંનો ભૂતકાળ આરોપીને જણાવ્યો હતો. જોકે બંને લગ્ન કરવા માટે સહમત થતા જૂન 2015માં આર્ય સમાજમાં તેઓએ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ પણ આરોપી મહિલાને તેના ઘરે લઈને ગયો હતો અને પીજીમાં રાખતો હતો. જો કે મહિલાએ તેને ઘરમાં લઈ જવા માટેની જીદ કરતા આરોપીએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

જેથી મહિલાએ તેની બચત ના રૂપિયા 35 હજાર આપતા તેઓ મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા હતા. જ્યાં દોઢેક માસ જેટલો સમય તેઓ રહ્યા હતા પરંતુ આરોપી મહિલા ને ઘર ખર્ચના રૂપિયા આપતો ન હતો. એટલું જ નહીં મહિલાના પૈસે તે મોજશોખ કરતો હતો જો મહિલા કઈ બોલે તો તેની સાથે મારઝૂડ પણ કરતો હતો અને મહિલાને છોડી દેવાની ધમકી આપતો હતો.આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મેં તારા નગ્ન વીડિયો ફોટો ઉતારી લીધા છે', ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી માલિકનું યુવતી સાથે દુષ્કર્મ

આ પણ વાંચોઃ-રોડ અકસ્માતનો live Video જોઇ તમારા રૂવાડાં ઉભા થઈ જશે, મોર્નિંગ વોક પર નીકળેલા ચાર લોકોને ડમ્પર કચડી નાંખ્યા

આરોપી તેના વતન પંજાબમાં રૂપિયાની જરૂર હોવાનું કહીને મહિલાને મદદ કરવા માટે જણાવતા મહિલાએ તેના દાગીના ગીરવે મૂકીને રૂપિયા ચાર લાખ આપતા આરોપી તે લઈને જતો રહ્યો હતો. બાદમાં પરતના ફરતા મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ દાખલ કરવી હતી.મહિલા તેના પતિને શોધવા માટે વતન પંજાબમાં પણ ગઈ હતી જ્યાં પણ તેનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. જોકે બાદમાં તપાસ કરતા મહિલાને જાણવા મળ્યું હતું કે આરોપીએ અગાઉ પણ અન્ય બે યુવતી સાથે પોતે કુવારો હોવાનું કહીને લગ્ન કર્યા હતા અને રૂપિયા પણ પડાવ્યા હતા. જે અંગે સેટેલાઈટ પોલીસને જાણ કરતાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: June 12, 2021, 11:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading